નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તારીખ 30 ડિસેમ્બરનું રાશિફળ


મેષ : શુભ રંગ : લાલ: શુભ અંક : ૧-૮

અટકેલાં કાર્ય પૂર્ણ થતાં જણાય. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે છે. આરોગ્ય સુખમય રહે.

વૃષભ : શુભ રંગ : સફેદ : શુભ અંક : ૨-૭

સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. કોર્ટ-કચેરીના પ્રશ્નોનો ઉકેલ મળતો જણાય. આર્થિક સ્થિતિ મજબૂત બને. વાહન ચલાવતાં સંભાળવું.

મિથુન : શુભ રંગ : લીંબુ કલર : શુભ અંક : ૩-૬

રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે. સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે.

કર્ક : શુભ રંગ : દૂધિયો-કલર : શુભ અંક : ૪

માનસિક ચિંતા હળવી બનતી જણાય. નાણાકીય લેવડ-દેવડમાં કાળજી રાખવી. આવકના સ્ત્રોતમાં વધારો થઇ શકે છે. મુશ્કેલી દૂર થાય.

સિંહ : શુભ રંગ : સોનેરી-કેસરી : શુભ અંક : ૫

લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. વેપાર-નોકરીમાં સમય પ્રગતિદાયક.

કન્યા : શુભ રંગ : ઘેરો લીલો : શુભ અંક : ૬-૩

નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. લગ્નજીવન સુખમય બની રહે.

તુલા : શુભ રંગ : સફેદ ચળકતો : શુભ અંક : ૭-૨

સામાજિક જવાબદારીમાં વધારો થતો જણાય. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. સ્થાવર મિલકતની ખરીદી થઈ શકે છે. એકંદરે સમય શુભ.

વૃશ્વિક : શુભ રંગ : ઘેરો લાલ : શુભ અંક : ૮-૧

આર્થિક સ્થિતિમાં સુધારો થતો જણાય. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. દિવસ આનંદમય પસાર થઇ શકે છે. અટકેલાં કાર્ય પૂર્ણ થાય.

ધન : શુભ રંગ : ઘેરો પીળો : શુભ અંક : ૯-૧૨

ભાગ્યોદયની તક મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. અભ્યાસ-સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળતી જણાય.

મકર : શુભ રંગ : વાદળી-આકાશી : શુભ અંક : ૧૦-૧૧

વિખવાદોનો અંત આવતો જણાય. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. જમીન-મકાનના પ્રશ્નોનો ઉકેલ આવી શકે.

કુંભ: શુભ રંગ : ઘેરો વાદળી : શુભ અંક : ૧૧-૧૦

વારસાગત મિલકતની પ્રાપ્તિ થઈ શકે છે. રોકાયેલાં નાણાં પરત મળી શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. એકંદરે સમય સાનુકૂળ.

મીન : શુભ રંગ : આછો પીળો : શુભ અંક : ૧૨-૯

નાણાભીડ દૂર થતી જણાય. સંતાનસંબંધી પ્રશ્નોનો ઉકેલ મળતો જણાય. આરોગ્યની કાળજી રાખવી. અભ્યાસક્ષેત્રે સમય પ્રગતિદાયક.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી