નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પતિને કેવી રીતે સંતોષ આપવો?

પ્રશ્ન : અમારું લગ્નજીવન સુખી છે, પણ મને ક્યારેક લાગે છે કે પતિને હવે મારામાં ખાસ રસ નથી રહ્યો. મારે આ વાતની ખાતરી કેવી રીતે કરવી?

ઉત્તર : તમે આ બાબતે તમારા પતિ સાથે ચર્ચા કરો. મુક્ત મને વાત કરવાથી તમારા બંનેની સમસ્યાનો ઉકેલ આવી શકશે.

પ્રશ્ન : અમે જ્યારે સંબંધ બાંધીએ ત્યારે હું મારા પતિ કહે એમ જ કરતી હોઉં છું. તેમ છતાં એ કહે છે કે એમને સંતોષ નથી થતો. મારે શું કરવું?

ઉત્તર : ઘણા પુરુષોને સંબંધ દરમિયાન પત્ની પોતાની રીતે પણ કંઇ અલગ રીતે વર્તે એ પસંદ હોય છે. તમારા પતિ પણ આવો સ્વભાવ ધરાવતાં હોય એવું બનવાજોગ છે. તમે તમારા તરફથી કંઇ અલગ રીતે પતિને સાથ આપવાનો પ્રયત્ન કરો.

પ્રશ્ન : મારી પત્નીને એક યુવાન સાથે આડા સંબંધ હોવાની મને શંકા છે. જોકે મને પૂરતી ખાતરી નથી. હું મારી શંકાનું સમાધાન કેવી રીતે કરું?

ઉત્તર : પત્ની માટે તમારા મનમાં માત્ર શંકા છે. તમે ખાતરીપૂર્વક આ બાબતમાં કહી શકો તેમ નથી. તમને ખબર છે કે શંકામાં અનેક ઘર બરબાદ થઇ જાય છે. માટે ખોટી શંકા મનમાંથી કાઢી નાખો.

પ્રશ્ન : મને કાયમ થાય છે કે લગ્ન પછી હું સારી રીતે સંબંધસુખ નહીં માણી શકું કેમ કે હું અગાઉ એક વાર નિષ્ફળ ગયો છું. મારે લગ્ન કરવા જોઇએ?

ઉત્તર : તમે લગ્ન પહેલાં એક વાર સંબંધ બાંધવામાં નિષ્ફળ ગયા તેથી એવું માની લેવાની જરૂર નથી કે ભવિષ્યમાં પણ તમને નિષ્ફળતા જ મળશે. ઘણી વાર જાણકારીને અભાવે પણ આવું બનતું હોય છે. માટે નિશ્વિંત રહો અને શાંતિથી જીવો.

પ્રશ્ન : હમણાંથી મારી દીકરી વારંવાર અરીસામાં પોતાના અંગો નિહાળીને હાથ ફેરવતી હોય છે. હું એને ટોકું તો એનું મોં ચડી જાય છે. મારે શું કરવું?

ઉત્તર : જો તમારી દીકરી કિશોરાવસ્થામાં પ્રવેશી હોય તો તેનું આવું વર્તન સ્વાભાવિક છે. આ ઉંમરમાં અંત:સ્રાવમાં ફેરફારને કારણે થતાં શારીરિક ફેરફાર મનમાં ઉત્સુકતા જગાવે છે. તમે એને આ અંગે યોગ્ય સમજણ આપો એ જરૂરી છે.

પ્રશ્ન : મારી બહેનપણીને સિગારેટ ફૂંકવાની આદત છે. અમે તેને આ અંગે સમજાવી છતાં તે ધૂમ્રપાન છોડવા તૈયાર નથી. શું કરી શકાય?

ઉત્તર : અત્યારની પેઢીને પાશ્વાત્ય સંસ્કૃતિની ઘેલછા એટલી છે કે તેઓ કોઇનું માનતાં નથી. તમારી બહેનપણી પણ આવી જ ઘેલછા ધરાવતી લાગે છે. તે તમારી વાત ન માને તો કોઇ વ્યસનમુક્તિ કેન્દ્રમાં લઇ જાવ અને યોગ્ય માર્ગદર્શન અપાવો.

પ્રશ્ન : મારા ફ્લેટની સામે રહેતા બે યુવાનો વારંવાર મારી સામે જોઇને ઇશારા કરે છે. મને તેમની આ હરક્તથી ગુસ્સો ચડે છે. મારે શું કરવું?

ઉત્તર : તમે પરિણીત હો, તો તમારા પતિને આ વાત કરો અને જો અપરિણીત હો, તો ઘરમાં વડીલને વાત કરો. તમે જો એમને ગુસ્સાથી કંઇ પ્રતિભાવ આપવા જશો, તો તેઓ વધારે હેરાન કરશે. બને ત્યાં સુધી તેમના પ્રત્યે ધ્યાન જ ન આપો.

પ્રશ્ન : મારા ઘરમાં અમે ભાઇ-બહેન ઘણી વાર મસ્તી કરતાં હોઇએ, ત્યારે મારા ઘર સામે રહેતાં પાડોશી આવીને મને ટોકે છે. મને એ પસંદ નથી. મારે એમને શું કહેવું?

ઉત્તર : ઘણા આવા પાડોશી હોય છે, જેમને બીજા લોકોની ખુશી જોવાની ગમતી નથી કે ઉંમરલાયક હોય તો તેમને થાય કે આવું સારું ન લાગે. તમારે એમની વાત પ્રત્યે ધ્યાન આપવાની જરૂર નથી. તમારા ઘરમાં તમને ગમે તે રીતે જીવો.

પ્રશ્ન : હું જે ઓફિસમાં કામ કરું છું, ત્યાં મને એક યુવાન ગમે છે. મારે એને કેવી રીતે મારી લાગણીની જાણ કરવી? કદાચ એ પરિણીત છે.

ઉત્તર : તમે એ યુવાન વિશે પહેલાં પૂરતી તપાસ કરો. પછી જ આગળ વધો. ક્યાંક એવું ન બને કે તમે એકતરફી લાગણીમાં વધારે પડતા ખેંચાઇ જાવ અને દુ:ખી થવાનો સમય આવે.

પ્રશ્ન : હું એક યુવતીને પ્રેમ કરતો હતો, પણ એના લગ્ન બીજે થઇ ગયાં. હવે મને કોઇ યુવતી સાથે વાત કરવાની ઇચ્છા થતી નથી. મને મરી જવાના વિચાર આવે છે.

ઉત્તર : તમે એ યુવતીએ કયા કારણસર બીજા સાથે લગ્ન કર્યા તે જાણવાની કોશિશ કરી ખરી? એના પ્રત્યે સાચો પ્રેમ હોય તો તમારે ખુશ રહેવું જોઇએ. કોઇના વિના જિંદગી અટકતી નથી. માટે એવા વિચારો ન કરો.

પ્રશ્ન : હું એક યુવતીને પ્રેમ કરું છું, પણ તેની સાથે વાત કરવાની હિંમત નથી થતી. મારે શું કરવું?

ઉત્તર : આજના જમાનામાં તમે આવો પ્રશ્ન પૂછો છો? હવે તો હૈયાની વાત કહેવા માટે અનેક વિકલ્પ છે. મોબાઇલથી લઇને ઇન્ટરનેટ જેવા સાધનોથી તમારી સમસ્યા સહેલાઇથી ઉકેલી શકાય એમ છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી