નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પાટણ સમગ્ર વિશ્વના નકશામાં સૂર્યની જેમ ઝળહળી ઉઠશે


>> ચારણકા ગામની પડતર ૧૦૮૦ હેકટર જમીનમાં સોલર પાર્કની સ્થાપના>> રૂ.૧૨૪૭ કરોડના ખર્ચે સ્થપાયેલા વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટનું નરેન્દ્ર મોદીના હસ્તે થશે લોકાર્પણ

પાટણ જિલ્લો સમગ્ર વિશ્વના નકશામાં સૂર્યની જેમ ઝળહળી ઉઠવાનો છે તેવા મુખ્યમંત્રી મોદીના શબ્દો ગુરુવારે તેમના જ વરદહસ્તે જિલ્લાના રણકાંઠે સાકાર સ્વરૂપ ધારણ કરવાના છે. રાજ્ય સરકારના ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા રૂ.૧૨૪૭ કરોડના ખર્ચે સ્થપાયેલો વિશ્વનો સૌથી મોટો ગુજરાત સોલાર પાર્ક મુખ્યમંત્રીના હસ્તે રાજ્યને અર્પણ કરાશે. 

સાંતલપુર તાલુકાના રણકાંઠે ચારણકા ગામની પડતર ૧૦૮૦ હેકટર જમીન સોલર પાર્કની સ્થાપના માટે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડને સુપરત કરાઇ હતી. જેમાં દોઢ મહિનાની કામગીરીના પરિણામરૂપે પ૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદન કરવા માટેનો પાર્ક તૈયાર થઇ ગયો છે. 

આ પ્રોજેક્ટ સંકુલમાં રોડ, પાણી, ગટરલાઇન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને તેમાં સૌર ઊર્જા ક્ષેત્રની અન્ય વિવિધ ૩૦ જેટલી કંપનીઓને પણ જરૂરિયાત મુજબ પ્લોટ સોંપવામાં આવનાર છે તેવું પ્રોજેક્ટ ઇન્ચાર્જ ભરતભાઇ ગોસ્વામીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ચારણકા તેમજ આસપાસના ગામોને જોડતાં હાઇવે, ગટર વ્યવસ્થા, એસ.ટી. સેવા સહિતની સુવિધાઓ ઉભી કરનાર હોવાનું પણ ઉમેર્યું હતું. 

જિલ્લામાં રણકાંઠે કાંઇપણ કરવાનો વિચાર શુદ્ધાં કરાયો નહોતો ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સોલાર પ્રોજેક્ટ સ્થાપિત કરવાની દિશામાં નક્કર પગલાં ભરાયાં હતા. જેમાં જિલ્લાના પ્રભારી મંત્રી આનંદીબહેન પટેલ, રાધનપુર-સાંતલપુરના ધારાસભ્ય શંકરભાઇ ચૌધરી તેમજ જીપીસીએલના સચિવ-ચેરમેન અને એમડી ડી.જે. પાંડિયને પ્રોજેક્ટ વિના વિલંબે સમયસર કાર્યરત કરવામાં રસ દાખવ્યો હતો. મુખ્યમંત્રીનું નવતર પ્રદાન સાંતલપુર પંથકના ઔદ્યોગિક વિકાસના દ્વાર ખોલી નાંખશે તેવું ધારાસભ્ય શંકરભાઇ ચૌધરી, પ્રદેશ કારોબારી સદસ્ય ભરતભાઇ રાજગોર અને જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઇ પટેલે જણાવ્યું હતું. 

મુખ્યમંત્રીના હસ્તે સોલાર પાર્ક ફેઝ-૧ના ઉદ્ઘાટન પ્રસંગે ઊર્જા પેટ્રોકેમિકલ મંત્રી સૌરભભાઇ પટેલ, પ્રભારી મંત્રી આનંદીબહેન પટેલ, ધારાસભ્ય શંકરભાઇ ચૌધરી તેમજ ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના ચેરમેન આઇ.એમ. ભાવસાર વગેરે મહાનુભાવો હાજરી આપશે. 

>> પર્યાવરણને શુદ્ધ રાખી શકાશે

ચારણકામાં રૂ.૧૨૪૭ કરોડના ખર્ચે તૈયાર થનારા સૌરઊર્જા પાર્કથી ૫૦૦ મેગાવોટથી વધુ વીજળી પુન:પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતથી મેળવાશે. જેના કારણે આશરે આઠ લાખ મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન ઘટશે. કોલસો-ગેસનો બચાવ થશે. પર્યાવરણને શુદ્ધ રાખી શકાશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !