નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વો ભૂલી દાસ્તાન, લો ફિર યાદ આ ગઈ...


ક્યારેક એકબીજાના જાની દુશ્મન રહી ચૂકેલા ફ્રેન્ક અને વોલ્ફ હવે પાક્કા દોસ્તો છે

ફ્રેન્ક આર્સેનોલ્ટ દ્વિતિય વિશ્વ યુદ્ધમાં કેનેડાની નૌસેનાના નાવિક રહી ચૂક્યા છે. 86 વર્ષીય ફ્રેંકે એક અખબારને જણાવ્યું છે કે તે હમેશા એ વિશે વિચારતા હતા કે 13 જાન્યુઆરી 1943ના રોજ તેમણે જર્મનીની જે યુ બોટ ડૂબાડી હતી, તેમાંથી કૂદીને સમુદ્રમાં તરી રહેલા એક નાવિકનું શું થયું હતું.

હવે ફ્રેન્કને પોતાના એ સવાલનો જવાબ જર્મનીના હેનોવરથી મળેલા એક પત્રમાં મળી ગયો છે. 93 વર્ષીય લેફ્ટનન્ટ વોલ્ફ ડેંકવર્થે ફ્રેન્કને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ જ એ સૈનિક છે, જે ડૂબતી નૌકામાંથી કૂદ્યા હતા. ક્યારેક એકબીજાના જાની દુશ્મન રહી ચૂકેલા ફ્રેન્ક અને વોલ્ફ હવે પાક્કા દોસ્તો છે. તેઓ ઈમેઇલ દ્વારા એકબીજાના સંપર્કમાં જ છે.

શું છે યુ બોટ?

જર્મનીએ બે વિશ્વ યુદ્ધોમાં જે સબમરીનો ઉપયોગમાં લીધી હતી, તેને યુ બોટ કહેવામાં આવે છે. બ્રિટિશ અંગ્રેજીમાં યુ-બોટ શબ્દ માત્ર જર્મનીની સબમરીન માટે ઉપયોગમાં લેવાય છે, જ્યારે જર્મનીમાં કોઈ પણ પ્રકારની સબમરીનને યુ બોટ જ કહેવામાં આવે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી