નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મનભાવન મુઘલાઇ ડ્રેસ

મોગલકાળમાં બેગમો જે લાંબા પોશાક પહેરતી હતી તેવા એન્કલ સુધીની લંબાઇ ધરાવતા મુઘલાઇ ડ્રેસીસની ફેશન આજની યુવતીઓમાં ફરી લોકપ્રિય બની છે. એમાંય જ્યારે કોઇ હિરોઇન આવા ડ્રેસ પહેરે તો પછી અત્યારની આધુનિક શા માટે પાછળ રહે ફેશનની હોડ અને દોડમાં?

આધુનિક ફેશનની મજા એ છે કે યુવતીઓ કોલેજ જતી વખતે શોર્ટ કુર્તી પહેરવાનું પસંદ કરે છે, તો ખાસ પ્રસંગે લોંગ લેન્થ ધરાવતા જેવા કે મુઘલાઇ ડ્રેસીસ પહેરવાનું પણ ચૂકતી નથી જેથી અન્ય કરતાં પોતે અલગ તરી આવે. લગભગ એન્કલ સુધીની લંબાઇ ધરાવતા, યોકમાં કરેલી એમ્બ્રોઇડરી કે વિવિધ પ્રકારના વર્કવાળા ઘેરદાર અને નવ, સોળ અને ચોવીસ કળી ધરાવતા કુર્તા સાથે ચૂડીદાર પહેરવાનું યુવતીઓ પસંદ કરવા લાગી છે. આમ તો આ ડ્રેસ મોગલકાળ દરમિયાન બેગમો પહેરતી હોવાથી આ ડ્રેસને મુઘલાઇ ડ્રેસીસ પણ કહે છે. આ ડ્રેસ મોટા ભાગે સિલ્ક, સાટિન વગેરે મટિરિયલમાંથી બનાવવામાં આવતાં હતાં. આજકાલ યુવતીઓ આવા ડ્રેસ સિલ્ક, કોટન સિલ્ક, લિઝિબિઝિ, કોટન, ક્રશ્ડ કોટન, સિન્થેટિક મટિરિયલમાંથી પણ તૈયાર કરાવડાવે છે.

એમાંય થોડા વખત પહેલાં આવેલી ફિલ્મ ‘રાવણ’માં જ્યારથી ઐશ્વર્યા રાયે આવા ડ્રેસીસ પહેર્યાં છે, ત્યારથી તો આધુુનિકાઓના વોર્ડરોબમાં આવો એકાદ મુઘલાઇ ડ્રેસ તો અવશ્ય જોવા મળે જ છે. તેમાં યોકના ભાગમાં હેવી એમ્બ્રોઇડરી સાથે સ્ટોન, મોતી, જરદોશી, બ્રોકેડ, હેન્ડ એમ્બ્રોઇડરી પણ ઘણી યુવતીઓ કરાવડાવે છે. આવા ડ્રેસીસમાં મિક્સ એન્ડ મેચ અને કોન્ટ્રાસ્ટ કલર કોમ્બિનેશન સાથે એક જ કલરનો આખો ડ્રેસ અને તેમાં ઘેરના ભાગમાં બ્રોકેડની બોર્ડર લગાવેલી હોય તો ગોર્જિયસ લુક પ્રાપ્ત થાય છે.

મુઘલાઇ ડ્રેસીસમાં તમે ઇચ્છો એવી નેકલાઇન પણ કરાવી શકો છો. જ્યારે ઘણી યુવતીઓ યોકનો ભાગ સાદો રાખી કમરથી સહેજ ઉપર કોન્ટ્રાસ્ટ હેવી બોર્ડર મૂકાવડાવે છે જેથી ઘેર અલગ દેખાય. સ્લીવમાં પણ તેઓ અનેકવિધ પ્રકારની સ્લીવ બનાવડાવે છે. જેમાં ચૂડીવાળી લોંગ સ્લીવ, ફુલ સ્લીવ જેમાં કોણીના ભાગ સુધી કટ રાખવામાં આવ્યો હોય, તો ક્યારેક વળી જેવી બોર્ડર હોય એવી જ સ્લીવ ડ્રેસને વધારે ગ્રેસફુલ લુક પ્રદાન કરે છે.

કલર તો આ મુઘલાઇ ડ્રેસમાં દરેક સારા જ લાગે છે, પણ અત્યારે ગ્રે, પિંક, બ્લેક એન્ડ વ્હાઇટ, વગેરે કલર સાથે બ્રાઇટ કલરનો ગેટઅપ વધારે આવે છે. આ ડ્રેસ સાથે મોટા ભાગે તો ચૂડીદાર જ પહેરવામાં આવતી હોય છે, પણ અત્યારે યુવતીઓ લેગિંગ્સની ફેશન અને લેગિંગ્સ કમ્ફટેંબલ રહેતાં હોવાથી તે પહેરવાનું પસંદ કરે છે. મોગલાઇ ડ્રેસ સામાન્ય રીતે સામાજિક પ્રસંગોએ પહેરવામાં આવે છે, જેથી રિચ અને એલગિન્ટ લુક મળે છે. તો તમારા વોર્ડરોબમાં એકાદ મુઘલાઇ ડ્રેસ માટે જગ્યા છે ને?

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !