નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બાળક શા માટે અંગૂઠો ચૂસે છે?

સામાન્ય રીતે સાતમા માસે ગર્ભમાં જ બાળક અંગૂઠો ચૂસવાનું ચાલુ કરી દે છે. ઘણા બાળકોના અંગૂઠા જન્મતાં જ ઘસાયેલા જોવા મળે છે. ૪થી ૬ માસનાં બાળકો અંગૂઠો કે આંગળી ચૂસે તે સામાન્ય બાબત છે. તેને પૂરતું ધાવણ આપવું, બે હાથ રોકાયેલા રહે તેવા રમકડાં આપવાં, તેની સાથે પૂરતો સમય આપવાથી મોટા ભાગનાં બાળક એક વર્ષે અંગૂઠો ચૂસવાનું બંધ કરી દે છે. ૧થી ૪ વર્ષનાં બાળકોમાં જે બાળક બોટલથી દૂધ પીતું હોય તેને બોટલ છોડાવતાં, ઘરમાં બીજા બાળકનું આગમન, કુટુંબમાં કોઇનું મરણ અથવા તો અચાનક કોઇ નજીકની વ્યક્તિને અન્ય શહેર કે પરદેશ જવાનું થાય આવા કારણોથી બાળક અસલામતી અનુભવે છે અને અંગૂઠો ચૂસવાનું વધારી દે છે. ૪થી મોટી ઉંમરનાં બાળકોમાં ટીવી પર ખૂબ હિંસાત્મક દ્રશ્યો જોવાં, સ્કૂલ બદલવી, ભૂખ, ઊંઘ, થાક, ભય, દબાણ જેવા કારણોને લીધે અંગૂઠો ચૂસવાની વૃત્તિ લંબાય છે. એવું મનાય છે કે અંગૂઠો ચૂસવાથી એન્ડોરફિન નામના અંત:સ્રાવનું પ્રમાણ વધે છે જેનાથી રાહતની લાગણી થાય છે.

અંગૂઠો ચૂસવાથી થતી આડઅસર

૩ કે ૪ વર્ષ સુધી બાળક અંગૂઠો ચૂસે તો કોઇ આડઅસર થતી નથી. દુધીયા દાંત હોય ત્યાં સુધી કોઇ તકલીફ થતી નથી. કાયમી દાંત આવવા લાગે અને ટેવ ન છુટે તો ઘણી આડઅસર થઇ શકે. અંગૂઠા મારફતે શરીરમાં બેક્ટેરિયા, વાયરસ, કરમીયાનાં ઇંડાં જેવા ચેપી વિષાણુ શરીરમાં જવાથી ઝાડા-ઊલટી, કરમીયા જેવા રોગો ઉદ્ભવી શકે. પાંચ વર્ષથી મોટા બાળકોમાં અંગૂઠો ચૂસવાની આદત લંબાય તો ઉપરના દાંત બહાર આવે નીચેના દાંત અંદર જાય.

લાંબો સમય અંગૂઠો ચૂસવાને લીધે જડબા સપાટ થાય અને હડપચી U આકારની થવી જોઇએ તેને બદલે V આકારની થાય છે. આથી બાળકને ચાવવામાં તકલીફ પડે. કેટલાક શબ્દોના ઉચ્ચાર અસ્પષ્ટ અને ખોટા થાય. ચહેરાનો આકાર બગડી જાય. આવા બાળક ઢીલો, પોચો ખોરાક વધુ ખાય છે. જેથી તેના શરીરમાં પોષક તત્વોની ખામી સર્જાય છે. સ્કૂલમાં હાંસીપાત્ર બનવાથી મિત્રવર્તુળ અને સામાજિક રીતે અળગા થતા જાય છે.

અંગૂઠો ચૂસતા અટકાવવા શું થઇ શકે?

- દોઢથી બે વર્ષ સુધી ધાવણ લીધેલા બાળકોમાં આ આદત આવતી નથી. બોટલની ટેવ પાડવી નહીં.

- ગુસ્સો, સજા, નકારાત્મક વાક્યો તકલીફ વધારે છે. તેના બંને હાથ પ્રવૃત્તિમય રહે તેવી રમત, ઘરના કામ સોંપો, પ્રેમાળ વાતાવરણ રાખવાથી ફરક જણાશે.

- અંગૂઠો બરાબર સાફ રાખવો.

- બાળકની માનસિક તાણ વધારતું પરબિળ શોધી તે દૂર કરવું, બાળકના મિત્રની માફક વર્તવું.

- તેની જ ઉંમરનાં બાળકો જે અંગૂઠો ન ચૂસતાં હોય તેને ઘરે રમવા બોલાવવાં. તેમની સાથે પ્રવૃત્તિમય રહેશે અને કદાચ તેની જ ઉંમરનું બાળક તેને ટોકશે તો તે અંગૂઠો ચૂસવાનું બંધ કરવા પ્રેરાશે.

- મરચું, લીમડાનો રસ, કડવા ચૂર્ણ અંગૂઠા પર લગાવવાથી થોડો સમય તે બંધ કરે છે. પછી ફરી શરૂ કરી દે છે. પટ્ટી કે પાટા બાંધવાના પ્રયત્નો પણ નિષ્ફળ જાય છે.

- ઝેરી તત્વ ન હોય તેવા કલર દ્વારા તેના જ હાથે નેલ-પોલિશ કરાવો. કલર ઉખડી ન જાય તે માટે ધીરે ધીરે ચૂસવાનું ઓછું થઇ શકે. તેને ટોકવાને બદલે સ્ટાર-ચાર્ટ જેવી પ્રોત્સાહિત પ્રવૃત્તિ કરાવવી.

- ‘અંગૂઠો કાપી નાખીશ’ જેવા વાક્યો ન બોલવા.

- બાળક તકલીફમાં હોય ત્યારે તેને અંગૂઠો ચૂસવાનું બંધ કરવા ન કહેવું. તે આનંદમાં હોય ત્યારે અંગૂઠો ચૂસવાના ગેરફાયદા જણાવી કઇ રીતે અંગૂઠો ચૂસવાનું છોડવું એ પદ્ધતિ તેને જ પસંદ કરવા દેવી. ધીરે ધીરે બાળક ચોક્કસ અંગૂઠો ચૂસવાની ટેવ ભૂલશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી