નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઈ-મેઇલ બની જશે ઈતિહાસ, યુવાનો હવે ફેસબુકની આસ-પાસ

સંચાર માટે વિશ્વમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાનારો વિકલ્પ ઈ-મેઈલ ટૂંક સમયમાં એક ઇતિહાસ બની જવાના આરે છે.

આ ભવિષ્યવાણી ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ અગાઉ કરી ચુક્યા હતા, અને હવે આંકડાઓ પણ તેમની ભવિષ્ય વાણીની તરફેણ કરી રહ્યાં છે.

હાઇલાઇટ્સઃ-

- યાહૂ, હૉટમેલ અને જીમેલ સાઇટ્સ ઉપર ગ્રાહકોની સંખ્યાઓ સતત ઘટતી જોવા મળી

 
- ઓક્ટોબર 2009 પછી ઈ-મેલ પ્રદાતાઓ(કંપનીઓ)ને લગભગ 12 લાખ ગ્રાહકોથી હાથ ધોવાનો વારો આવ્યો

 
- ફેસબુકના સંસ્થાપક ઝુકરબર્ગે કહ્યું હતુ કે ઈ-મેઈલ સેવા ટૂંક સમયમાં ઇતિહાસ બની જશે

 
- બ્રિટિશ માર્કેટ રિસર્ચર કૉમસ્કોરના સર્વેને પણ જોઈએ તો તેમની ભવિષ્યવાણી સાચી પડતી નજર આવી

આંકડાઓ ઉપર એક નજર નાંખીએ તો ઈમેલ સેવા ઉપલબ્ધ કરાવનારી કંપનીઓ યાહૂ, હૉટમેલ અને જીમેલ સાઇટ્સ ઉપર ગ્રાહકોની સંખ્યાઓ સતત ઘટતી જોવા મળી છે.

બ્રિટિશ સમાચારપત્ર ઘ ટાઇમ્સના આંકડાઓ ઉપર નજર દોડાવીએ તો ઓક્ટોબર 2009 પછી ઈ-મેલ પ્રદાતાઓ(કંપનીઓ)ને લગભગ 12 લાખ ગ્રાહકોથી હાથ ધોવાનો વારો આવ્યો હતો.

પાછલા મહીને ફેસબુકના સંસ્થાપક ઝુકરબર્ગે કહ્યું હતુ કે ઈ-મેઈલ સેવા ટૂંક સમયમાં ઇતિહાસ બની જશે, તે સમયે જાણકારો તેમના આ કથનની મજાક ઉડાવી રહ્યાં હતા, પરંતુ બ્રિટિશ માર્કેટ રિસર્ચર કૉમસ્કોરના સર્વેને પણ જોઈએ તો તેમની ભવિષ્યવાણી સાચી પડતી નજર આવી રહી છે.

આ સર્વે પ્રમાણે ચીઠ્ઠિઓ જેમ ઈ-મેઈલનું ચલણ પણ ધીમે ધીમે ઓછુ થતુ જઈ રહ્યું છે. 25 વર્ષથી ઓછી ઉંમરના યૂવાનો હવે ઈ-મેઈલની જગ્યાએ ચેટિંગને વધુ મહત્વ આપી રહ્યાં છે, જેના કારણે ઈ-મેઈલ હવે માત્ર ઑફિશિયલ કામો સુધી જ સીમિત રહી ગયુ છે.

પાછલા મહીને વિશ્વની નંબર વન સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે પોતાની સાઈટ ઉપર તેના ગ્રાહકોને ઈ-મેઈલ કરવાની સુવિધા પણ આપી રાખી છે. ફેસબુકના આ પગલા પછી જીમેઈલ ઉપર પોતાની સુવિધાઓને વધારે અત્યાધૂનિક બનાવવાની જવાબદારી વધી ગઈ છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી