નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શિવસેના રચ્યું હતું પુનામાં હિંસાનું કાવત્રું


પુનામાં મંગળવારે ફાટી નિકળેલી હિંસાની તૈયારી અગાઉથી જ કરી રાખવામાં આવી હતી. પુના પોલીસના કહેવા પ્રમાણે, શિવસેનાના ટોચના નેતાઓએ શહેરમાં હિંસા આચરવાનું કાવત્રું ઘડ્યું હતું. એટલે સુધી કે આ દંગલને કવર કરવા માટે ટીવી ચેનલોના પત્રકારોને અગાઉથી જ બોલાવી રાખવામાં આવ્યા હતા. પોલીસના મતે, ઉદ્ધવ ઠાકરેના અંગત સલાહકાર મિલિન્દ નારવેકરએ કાવત્રું માર્ગદર્શન કર્યું હતું. 

દાદોજી કૉંડદેવની પ્રતિમાને હટાવવા માટે મંગળવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ પહેલા સોમવારની રાત્રે પુનાની પોલીસે શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના અંગત સચિવ મિલિન્દ નારવેકર અને શિવ સેનાના વિધાન પરિષદના સભ્ય નિલમની વચ્ચેની વાતચીત રેકોર્ડ કરી હતી. જેમાં નારેકર દ્વારા નિલમને કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં બસોને આગ લગાડવાની, પથ્થરબાજી કરવાની અને મીડિયાને બોલાવી રાખવાની સૂચના આપવામાં આવી હતી. 

- દાદા કૉંડદેવજીની પ્રતિમા હટાવવા પર હિંસા ભડકી હતી
- ઉદ્ધવ ઠાકરેના અંગત સચિવે પુનાના વિધાન પરિષદના સભ્યને સૂચના આપી
- મીડિયાને બોલાવી રાખવા માટે સૂચના આપી હતી
- પુના પોલીસે સ્થાનિક કોર્ટમાં એફઆઈઆર દાખલ કરી
- હિંસાની આગોતરી જાણ હતી તો નિલમની ધરપકડ કેમ ન કરી ? : શિવસેના

પોલીસની ફરિયાદ પ્રમાણે નારવેકરએ નીલમને સૂચના આપી હતીકે, "200 થી 300 લોકોની ભીડ સવારે જ એકઠી કરો. સવાર-સવારમાં જ તેને મોટો મુદ્દો બનાવી દો. પુના સ્ટેશન, સ્વરગેટ, શિવાજીનગર એસટી બસ સ્ટેન્ડ પર પાંચ- છ બસો પર પથ્થરમારો કરાવો. બસમાં આગ લગાડવાની વ્યવસ્થા કરો અને ટીવી ચેનલોને બોલાવી રાખો. સવારે છ વાગ્યે લોનાવાલા હાઈવે ઉપર બે ટ્રકમાં આગ લગાડાવો. જેથી ટ્રાફિક અટકી જશે. લોકો આવવા જવાનું બંધ કરી દેશે. શહેરમાં આવવા-જવાના રસ્તા બંધ થઈ જશે. આ બધુ સવારે જ થવું જોઈએ."

પુના પોલીસના સિનિયર અધિકારીના કહેવા પ્રમાણે, આ કોલ તા. 27 ડિસેમ્બરની રાત્રે કરવામાં આવ્યો હતો. જોકે, નિલમ અને નારવેકરએ આ પ્રકારની વાતચીત થઈ હોવાનો ઈન્કાર કરી દીધો છે. પોલીસે એફઆઈઆરની નકલ મેજિસ્ટ્રેટ આર. એલ. વાનખેડેની કોર્ટમાં રજૂ કરી છે. પોલીસે વાતચીતની સીડી કોર્ટમાં રજૂ કરી છે. અને ટ્રાન્સસ્ક્રિપ્ટ પણ સુપ્રત કરી છે. 

જ્યારે શિવસેનાના ધારાસભ્ય મહાદેવ બાબરે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતુંકે, "જો પુના પોલીસને ખબર હતીકે, નિલમ કોઈ પ્રકારની અરાજકતા ફેલાવી શકે છે તો પછી તેની શા માટે ધરપકડ કરવામાં ન આવી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી