નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફેસબૂકમાં પણ ‘વાયબ્રન્ટ ગુજરાત’

પાંચમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટને હવે બે અઠવાડિયા જેટલો જ સમય બાકી છે ત્યારે રાજ્ય સરકાર આ ઇવેન્ટ અંગે જાગૃકતા ફેલાવા અને તેનો પ્રચાર કરવામાં કોઇ કસર છોડવા માગતી નથી. જેનું તાજુ ઉદાહરણ ફેસબૂક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પરને વાયબ્રન્ટ ગુજરાતના એકાઉન્ટ પરથી જોવા મળે છે.

ફેસબૂક, ટ્વિટર, લિંકદિન અને ફ્લિકર જેવી કેટલીક સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ વાયબ્રન્ટ ગુજરાત સમિટના પ્રચાર માટે કરવામાં આવી રહ્યો છે. ઉક્ત સાઇટ્સ પર વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઇટ અને તેની સાથે જોડાયેલી અન્ય વેબસાઇટની લીંક મુકવામાં આવી છે. જેમાં સમિટ અંગેની સૂપર્ણ માહિતી તથા વિવિધ સેક્ટર અને ઇન્ડસ્ટ્રીઝની માહિતી પૂરી પાડવામાં આવી છે.

ફેસબૂક પર વાયબ્રન્ટ ગુજરાતના પેજ (www.facebook.com/vibrantgujarat)ને તમે જોશો તો તેમાં તમને ગુજરાતમાં રોકણ કરનારા ઉદ્યોગપતિના કોટ જોવા મળશે. ઉપરાંત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કોટ અને સંબોધનો અને વાયબ્રન્ટ ગુજરાત સમિટના ફોટોગ્રાફ્સ જોવા મળશે.

નામ ન બતાવવાની શરતે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, જે રીતે સોશિયલ નેટવર્કિંગ સાઇટની લોકપ્રિયતાનો વ્યાપ વધી રહ્યો છે. તેને જોતા લોકોમાં જાગૃક્તા લાવવા માટે તે એક ઉત્તમ માધ્યમ છે. વાયબ્રન્ટ ગુજરાતનું પેજ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ઉભૂ કરવું એ ગુજરાતના મોડલ્સ અને વેલ્યુ સાથે હકારાત્મક રીતે લોકોને જોડવા માટેના કેમ્પેનનો એક ભાગ છે.

અધિકારીએ વધુમાં કહ્યું કે, વાયબ્રન્ટ ગુજરાતનું પેજ દરરોજ અપડેટ કરવામાં આવે છે. પહેલા આ પેજ પ્રોફેશનલ આઇટી કંપની દ્વારા સંભાળવામાં આવતું હતું પરંતુ હવે મુખ્યમંત્રી કાર્યલાયમાંથી જ તેને દરરોજ અપડેટ કરવામાં આવી રહ્યું છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી