નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

NRGમાં વધી રહેલો અન્નપૂર્ણા વ્રતનો ક્રેઝ


શુક્રવારે વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે માતાજી મંદિરે એન.આર.જી. દર્શન કરવા આવશે
મંદિરમાં અન્નકૂટ ધરાવાશે
માતાજીને વિશિષ્ટ શણગાર થશ

માત્ર ગુજરાતમાં જ નહીં અન્નપૂર્ણા માતાજીનાં વ્રતનો મહિમા દરિયાપાર પહોંચ્યો છે. એટલે કે મોટી સંખ્યામાં વિદેશમાં રહેતા ગુજરાતીઓ અન્નપૂર્ણા માતાજીનું વ્રત કરે છે અને માતાજીનાં દર્શન કરવા ખાસ ગુજરાત આવે છે. આવા જ કેટલાક એન.આર.જી. તા.૩૧મી ડિસેમ્બરના રોજ અન્નપૂર્ણા વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે અમદાવાદમાં રાયપુર દરવાજા અંદર આવેલા પીપરડીની પોળ ખાતેના લગભગ સવા સો વર્ષ પ્રાચીન અન્નપૂર્ણા માતાજીનાં દર્શન કરવા આવશે.

આ અન્નપૂર્ણા મંદિરમાં ૩૦ વર્ષથી સેવા આપતા વ્રજેશભાઇ ભટ્ટે જણાવ્યું કે દિન-પ્રતિદિન વિદેશ વસતાં ગુજરાતીઓમાં અન્નપૂર્ણા માતાજીના વ્રતનો મહિમા વધી રહ્યો છે. એવા પણ કેટલાક પરિવારો છે, જેઓ દર વર્ષે વ્રત નિમિત્તે માતાજીના દર્શન કરવા વિદેશથી ખાસ અમદાવાદ અમદાવાદ આવે છે. આ વર્ષે પણ શુક્રવારે ચારથી પાંચ એન.આર.જી. કુટુંબો માતાજીનાં દર્શન કરવા આવશે.

તેમણે કહ્યું કે અન્નપૂર્ણા માતાજીના વ્રતની સમાપ્તિ શુક્રવારે થશે. આ નિમિત્તે મંદિરમાં સવારે ૪ વાગ્યે બંધબારણે કેશર-સ્નાન ત્યારબાદ સવારે૭થી ૭.૩૦માં આરતી દરમિયાન દર્શન ખુલશે. પછી બપોરે ૩ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. બપોરે ૩થી રાત્રે ૯ સુધી અન્નકૂટનાં દર્શન થશે. આ સમયે માતાજીને વિશિષ્ટ શણગાર પણ થશે. જ્યારે રાત્રે ૯થી ૧૦ પુન: મંદિર બંધ રહેશે અને ત્યારબાદ રાબેતા મુજબ દર્શન થઇ શકશે.

તેમણે જણાવ્યું કે આ મંદિરે અન્નપૂર્ણા માતાજીનાં વ્રત દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. અમદાવાદ ઉપરાંત આજુ-બાજુનાં શહેરો અને ગામમાંથી પણ લોકો અહીં દર્શન કરવા આવે છે. આ વર્ષે વ્રતનાં દિવસો દરમિયાન દોઢ લાખ લોકોએ મંદિરની મુલાકાત લીધી છે.

વ્રતનાં દોરો મંદિર દ્વારા નિ:શુલ્ક અમેરિકા, લંડન સહિત વિદેશમાં મોકલવામાં આવ્યા

અન્નપૂર્ણા માતાજીના વ્રતમાં સફેદ દોરાની ગાંઠ વાળવામાં આવે છે. આ માટે વિદેશમાં આ વ્રત કરતાં શ્રદ્ધાળુઓને મંદિર દ્વારા નિ:શુલ્ક મોકલવામાં આવે છે. આ વર્ષે ૫૦૦ દોરા અમેરિકા, લંડન, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !