નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તારીખ 31 ડિસેમ્બરનું રાશિફળ

મેષ : શુભ રંગ : લાલ : શુભ અંક : ૧-૮

વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. વેપારમાં નવાં રોકાણ થઇ શકે છે. નોકરીમાં બદલી-બઢતીની શક્યતા. એકંદરે સમય સાનુકૂળ.

વૃષભ : શુભ રંગ : સફેદ : શુભ અંક : ૨-૭

આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. નાણાકીય લેવડ-દેવડમાં સંભાળવું. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે. સ્પર્ધામાં સફળતા મળે.

મિથુન : શુભ રંગ : લીંબુ કલર : શુભ અંક : ૩-૬



હિતશત્રુઓથી સંભાળવું. કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. કૌટુંબિક વિખવાદોનો અંત આવતો જણાય. નાણાભીડ દૂર થાય.

કર્ક : શુભ રંગ : દૂધિયો-કલર : શુભ અંક : ૪

વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઇ શકે છે. વાહન-જમીન-મકાનની ખરીદી થઇ શકે છે. ભાગ્યોદયની તક મળી શકે છે.

સિંહ : શુભ રંગ : સોનેરી-કેસરી : શુભ અંક : ૫

જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વેપારી વર્ગને નવા રોકાણ થઇ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. નવી તક મળે.

કન્યા : શુભ રંગ : ઘેરો લીલો : શુભ અંક : ૬-૩

સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. વેપારમાં નવાં રોકાણ થઇ શકે છે. કાયદાકીય પ્રશ્નો હલ થતા જણાય. વિદેશથી શુભ સમાચાર મળે.

તુલા : શુભ રંગ : સફેદ ચળકતો : શુભ અંક : ૭-૨

આર્થિક સંકટો દૂર થાય. નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. કૌટુંબિક વાતાવરણ સુમેળભયું બની રહે. અભ્યાસમાં પ્રગતિદાયક સમય.

વૃશ્વિક : શુભ રંગ : ઘેરો લાલ : શુભ અંક : ૮-૧

વેપારીવર્ગને મોટા સાહસ થઇ શકે છે. રાજકીયક્ષેત્રે હિતશત્રુઓથી સંભાળવું. આવકનાં સ્ત્રોતમાં વધારો થઇ શકે. જમીન-મકાન ખરીદી શક્ય.

ધન : શુભ રંગ : ઘેરો પીળો : શુભ અંક : ૯-૧૨

નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. રોકાયેલાં નાણાં પરત મળી શકે છે. વિદેશ પ્રવાસની શક્યતા નકારી શકાતી નથી. એકંદરે સમય સાનુકૂળ.

મકર : શુભ રંગ : વાદળી-આકાશી : શુભ અંક : ૧૦-૧૧

વાહન-જમીનની ખરીદી શક્ય. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. અભ્યાસ-સ્પર્ધામાં સફળતા મળે.

કુંભ : શુભ રંગ : ઘેરો વાદળી : શુભ અંક : ૧૧-૧૦

આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. નોકરીયાત વર્ગને ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન મળી રહે. નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય.

મીન : શુભ રંગ : આછો પીળો : શુભ અંક : ૧૨-૯

સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. લગ્નજીવન સુખમય રહે. નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાય. એકંદરે સમય સાનુકૂળ રહે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !