નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હેલ્ધી ડાયટ નાસ્તા

દિવસ દરમિયાન આપણને ઘણી વાર ભૂખ લાગે છે, ત્યારે આપણે જે મળે તે ખાઇ લઇને ભૂખ સંતોષવાનો પ્રયત્ન કરીએ છીએ. જેના લીધે વજન વધવાની સાથે સ્વાસ્થ્ય બગડવાની શક્યતા પણ રહે છે. તેના બદલે જો એવા નાસ્તા કરવામાં આવે જે હેલ્ધી હોવાની સાથે વજન ન વધે અને શરીરને પૂરતું પોષણ મળી રહે એવા હોય તો વધારે સારું રહે ને? ચાલો મેળવીએ, હેલ્ધી ડાયટ નાસ્તા વિશે થોડી માહિતી...

હેલ્ધી ડાયટ જેટલો જરૂરી છે, તેટલા જ જરૂરી હેલ્ધી નાસ્તા પણ છે. દિવસ દરમિયાન વચ્ચે વચ્ચે જ્યારે ભૂખ લાગે ત્યારે શું ખાવું કે જેનાથી પેટ ભરાય અને શરીરને પણ ફાયદો થાય. એ માટે જ્યારે ભૂખ લાગે ત્યારે હેલ્ધી નાસ્તા તરફ વળવું જરૂરી છે. તો જાણીએ કે આ હેલ્ધી નાસ્તા શું છે? હેલ્ધી નાસ્તા એટલે એવા નાસ્તા કે જે તમને પેટ ભરાયાનો સંતોષ આપે, શરીરને જોઈતું પોષણ આપે છતાં પણ વધુ પડતી કેલરીનો ઉમેરો ન કરે અને જેમાં જરૂર કરતાં વધુ પ્રમાણમાં ફેટ અને મીઠું ન હોય.

વધુ ફાઈબર્સવાળા નાસ્તા ઉપરાંત શાકભાજી કે ફળફળાદિ અથવા આખા અનાજવાળા નાસ્તા તમને ફિટનેસ આપશે. આ ઉપરાંત ક્યારેક વધુ પ્રોટીનવાળા નાસ્તા હોય પણ વધુ ફેટ ન હોય તેવા નાસ્તા પણ લઈ શકાય છે. એક વાત યાદ રાખો કે જે નાસ્તા તળેલાં અથવા વધુ પડતાં મરી-મસાલાવાળા છે, તે તેના સ્વાદના લીધે વધુ ખવાશે અને પોષણ નહીં આપે અને તમારું વજન ચોક્કસ વધશે.

મમરા, ખાખરા, બિસ્કિટ કે ટોસ્ટને હેલ્ધી ગણીને દિવસના ગમે તે સમયે ખાતાં. હવે તેના બદલે એવા નાસ્તા છે જે તમારા શરીરને માટે વધુ પોષક છે. વધુ પડતાં સૂકા નાસ્તા જેમાં ફાઇબર્સ હોતા નથી તેનાથી સંતોષ થતો નથી અને વધુ ખવાઈ જાય છે. ખાખરા લગભગ તો ડાયટ હોતા જ નથી. તેને બનાવવા માટે મોણ ભરપૂર વપરાય છે અને એકાદ-બે ખાખરા ખાવાથી પેટ ભરાતું નથી. તેના કરતા ઓછા તેલવાળા ઢેબરાં કે ભાખરી ખાવા વધુ હિતાવહ છે.

હેલ્ધી નાસ્તા કયા?

વધુ ફાયબર્સવાળા નાસ્તા : જ્યારે ત્યારે તમે મેંદાને બદલે ઘઉંના લોટની વાનગી બનાવવાનું શરૂ કરો છો ત્યારે ત્યારે તમે હેલ્થનો વિચાર કરો છો. જેમ કે, સફેદ બ્રેડના બદલે ઘઉંની બ્રેડ અથવા સફેદ પાસ્તાના બદલે ઘઉંના પાસ્તા આ પ્રમાણે બિસ્કિટના બદલે ભાખરી કે થેપલાં અથવા ઘઉંની રોટલી કે બાજરીનો રોટલો વધુ હેલ્ધી છે.

લો-ફેટ દૂધની વાનગી : મલાઈ વગરના દૂધમાંથી બનાવેલું પનીર સલાડ સાથે અથવા મલાઈ વગરના દૂધમાંથી બનાવેલી થૂલી કે સેવૈયા પણ હેલ્થી નાસ્તો છે. આ ઉપરાંત મલાઈ વિનાના દહીમાં શાકભાજી કે ફળ નાખીને ખાવાથી પણ હેલ્થી સ્નેક બને છે. દિવસ દરમિયાન નાસ્તો કરવો પરંતુ મોડી રાત્રે વધુ પડતા નાસ્તા ખાવાથી વજન વધી જવાની સંભાવના રહે છે.

ડ્રાયફ્રુટ : ડ્રાયફ્રુટ પણ વચ્ચે ભૂખ લાગે ત્યારે ખાવાથી ભૂખ સંતોષાય છે. ડ્રાયફ્રુટથી પ્રોટીનનો ઉમેરો થાય છે પરંતુ તેમાં ફેટનું પ્રમાણ પણ વધુ છે. માટે દિવસ દરમિયાન ૧ મુઢ્ઢી મોળા (મીઠા વગર) સીંગદાણા અથવા બદામ, પિસ્તાં, અખરોટ (સરખા ભાગે) ૧ મુઢ્ઢી ખાઇ શકાય. તે વધુ પ્રમાણમાં ખાવાથી વજન વધી શકે છે.

ફ્રુટસ અને શાકભાજી

ફ્રૂટ અને શાકભાજી પણ વધુ ફાઇબરવાળા છે, પરંતુ ફળ ખાતી વખતે તે પ્રમાણસર જ ખાવા જોઈએ. દિવસના ૪-૬ કેળાં ન ખવાય. દિવસ દરમિયાન જુદા જુદા ૩થી ૪ ફળનો ઉપયોગ કરી શકાય. સવારના સમયે વિટામિન ‘સી’થી ભરપૂર જેવાં કે સંતરા, મોસંબી, પાઈનેપલનો ઉપયોગ કરવો જોઈએ. સાંજના સમયે તરબૂચ, ટેટી, પપૈયું લેવાથી પેટ ભરાઈ જાય છે. બની શકે ત્યાં સુધી ફળને છાલ કાઢયા વગર ખાવાનું રાખો અને જયૂસ ન પીઓ.

શેકેલા નાસ્તા

ઓવનમાં શેકેલા પૌઆનો ચેવડો, કોર્નફ્લેકસનો ચેવડો અથવા પોપકોર્ન પણ વચ્ચે ભૂખ લાગે ત્યારે ખાઇ શકાય છે. આ બધામાં મીઠાં અને ફેટનું પ્રમાણ વધુ પડતું ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !