નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જાણો કેવા પુરુષોને નાપસંદ કરે છે સ્ત્રીઓ


પુરુષોમાં ઘણી વાતો એવી હોય છે જેના કારણે સ્ત્રીઓ તેમના પ્રત્યે આપોઆપ આકર્ષાતી હોય છે. પણ સ્ત્રીઓએ એવી અમુક વાતો નક્કી કરી રાખી છે જે તેઓ પુરુષોમાં ક્યારેય જોવા નથી માંગતી હોતી.

1. સ્ત્રીઓ પર હુકમ કરતા પુરુષો: હવે એ દિવસો જતા રહ્યા જ્યારે પુરુષો સ્ત્રીઓ પર પોતાની મરજી ચલાવતા હતા અને સ્ત્રીઓ પર હુકમ ચલાવતા હતા. હવેની સ્ત્રીઓને એવા પુરુષો ગમે જે સ્ત્રીની માન-મર્યાદા, તેની ઈચ્છા-પસંદગી અને સન્માનનુ પૂરુ ધ્યાન રાખે. સમાન દરજ્જો આપે. જે પુરુષ પોતાના જૂથમાં પોતાની સફળતા, કળા, ક્ષમતા માટે વખણાય છે તેવા પુરુષો સ્ત્રીઓને ગમે છે.

2. મેચોમેન ફિલ્મોમાં જ સારા: એન્ગ્રી યંગ મેનની ઈમેજ ધરાવતા પુરુષોને ફિલ્મોમાં જોઈને ભલે સ્ત્રીઓ ગાંડી થઈ જતી હોય પણ હકીકતમાં તો સ્ત્રીઓને આવા પુરુષો માત્ર જોવા જ ગમે છે ડેટ કરવા માટે નહીં. તાકતની સાથે સૌમ્ય પ્રતિભા ધરાવતા પુરુષોને સ્ત્રીઓ હંમેશા પહેલી પસંદગી આપે છે. હાલમાં થયેલા એક સર્વે અનુસાર દરેક મેચો પુરુષને ગમતી યુવતી નથી મળતી. ગુસ્સાવાળા પુરુષો સ્ત્રીઓ સાથે લાંબો સમય ટકી નથી શકતી.

3. સેક્સ ભૂખ્યા પુરુષો દૂર જ રહેશો: સામાન્ય રીતે પુરુષો સેક્સ માટે હંમેશા તૈયાર જ હોય છે. પણ જ્યારે જીવનસાથીની વાત આવે ત્યારે સ્ત્રીઓ આવા સેક્સ ભૂખ્યા પુરુષોથી દૂર જ રહે છે. કદાચ આવા પુરુષો માટે સેક્સ એ દરેક વસ્તુની ઉપર હોય છે. તેઓ સંબંધમાં સ્ત્રી કરતા પણ વધુ પ્રાધાન્ય સેક્સને આપતા હોય છે. જ્યારે સ્ત્રીઓ સેક્સ માત્ર પ્રેમ અને રોમાન્સ માટે કરતી હોય છે.

4. અતિશય સારા પુરુષો: દોસ્તાનામાં બોબી દેઓલ યાદ છે. સારાથી પણ વધુ સારા બનવાને કારણે ઘણીવાર પુરુષો સ્ત્રીઓની નજરમાં મજાક બનીને રહી જાય છે. યાદ રાખો કોઈપણ વસ્તુની અતિશયોક્તિ સારી નથી. સ્ત્રીઓને સજ્જન પુરુષોમાં પણ થોડીઘણી શરારત જોવી ગમતી હોય છે.

5. ગાળો બોલતા પુરુષો: પોતાના પુરુષો મિત્રોની સામે તમે ગમે તેવી ગાળો બોલીને બહુ સારા લાગતા હશો પણ સ્ત્રીઓને આ ગાળો સાંભળવી નથી ગમતી, બિલકુલ નહીં. આજની સ્ત્રીઓ આ પ્રકારના પુરુષોને પસંદ નથી કરતી જે વાતે વાતે ગાળો બોલતો હોય અથવા અપશબ્દો વાપરતો હોય.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

મોત આવતાં પહેલાં વ્યક્તિને મળી જાય છે કંઇક આવાં સંકેત