નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

‘મને રોકી શકતા હો તો રોકી લો’


અમેરિકામાં દારૂ પીને ગાડી ચલાવી રહેલા એક યુવકે પોલીસને ખૂબ થકવ્યા

આ મામલો નેવાડાના લાસ વેગાસ શહેરનો છે. આ યુવકે દારૂ પીને પોલીસને ફોન કરી દીધો કે તે દારૂ પીને કાર ચલાવી રહ્યો છે. આ પછી પોલીસે ચાર્લ્સ પિલેટ્ટે નામના આ 20 વર્ષીય યુવકને પકડવાની બહુ કોશિશ કરી, પરંતુ તે પકડાયો નહીં. આ પછી તેની ગાડી એક ઝાડ સાથે ટકરાઈ અને પોલીસે તેને પકડી લીધો.

જ્યારે ચાર્લ્સે હેન્ડરસન વિસ્તારની બોરેડર પાસ કરી તો મેટ્રોપોલિટન પોલીસ તેનો પીછો કરવામાં લાગી ગઈ હતી. તેની ગાડીના ટાયરને પંચર કરવા માટે પોલીસે રસ્તા પર સ્ટોપ સ્ટિક્સ પણ લગાવ્યા હતા. ચાર્લ્સ એક તરફ ગાડી ચલાવતો રહ્યો અને બીજી બાજુ ફોન કરતો રહ્યો.

આ પછી મેટ્રોપોલિટન પોલીસ કારે તેની કારને ટક્કર મારી અને તેની કાર ઝાડ સાથે અથડાઈ ત્યારે તે ઝડપાયો. તેને સામાન્ય ઈજા થઈ હતી. આ આખો ઘટનાક્રમ કોમ્પ્યુટર ગેમ રોડ રેસ જેવો રહ્યો હતો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી