નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સત્ય-અસત્ય બંને છે સમાન


સાચું બોલવામાં અને ખોટું બોલવામાં કેટલો ફરક હોય છે? એકાદ-બે માઇલ જેટલું કે એક ખાઇ જેટલું? શું એ સાચું છે કે સત્ય હંમેશાં સત્ય હોય છે અને અસત્ય ક્યારેય સત્ય નથી હોતું!! શું સત્ય હંમેશાં સારું અને અસત્ય હંમેશાં ખરાબ હોય છે?

‘શ્રીમદ્ ભગવદગીતા’માં કૃષ્ણએ કહ્યું છે કે, ‘કોઇના ભલા માટેથી બોલવામાં આવેલું અસત્ય સત્ય સમાન જ ગણાય.’ ત્યારે એ માનવું કે પછી અસત્યને કાયમ માટે જાકારો આપવો એવો સવાલ મનમાં જાગ્યા વિના ન રહે. અલબત્ત, આ માટે વધારે પરેશાન થવાની જરૂર નથી. ચાલો જાણીએ કે સાચું અને ખોટું બોલવું કેટલું યોગ્ય?

સાચાની બોલબાલા

સત્ય બોલવું કે અસત્ય એ સવાલ પૂછવામાં આવે તો સત્યનું પલ્લુ જ હંમેશાં ઉંચું રહે છે. ઘણા લોકો તો ખોંટું બોલવાના પક્ષમાં જ નથી હોતાં. અસત્ય ક્યારેય સારું હતું નહીં, છે નહીં અને ન તો ક્યારેય હશે. ભલે ને કોઇને બચાવવા માટે તમે નાનું એવું અસત્ય પણ કેમ ન બોલો? પણ એ ક્યારેય સારું નથી હોતું. આ વાતને તો તમે પણ સમર્થન આપશો જ કે ખોટું બોલીને ભલે તમે થોડી વાર માટે કોઇની સહાનુભૂતિ કે સાથ મેળવો અથવા કોઇના ભલા માટે પણ ખોટું બોલો, જ્યારે સાચી વાત સામે આવશે ત્યારે એ ખોટું બોલનારની કિંમત સાંભળનારના મનમાં કોડીની થઇ જાય છે.

અસત્યની ઉંમર હોય છે લાંબી

તમે ઘણી ફિલ્મોમાં ડાયલોગ સાંભળ્યો હશે, ‘કાનૂન કે હાથ લંબે હોતે હૈ.’ ગુનેગારોને આજે નહીં તો કાલે કાયદો પકડી તો લે જ છે. એવી જ રીતે અસત્યની ઉંમર પણ લાંબી હોય છે. એક વાર ખોટું બોલ્યા પછી વ્યક્તિ એ ખોટી વાતને સાચી ઠેરવવા વારંવાર ખોટું બોલ્યા જ કરે છે. તેમ છતાં લોકો ખોટું બોલતાં હોય છે. શા માટે? ઘણા લોકો પોતાનો મત સાચો છે, ઊંચો છે એ બતાવવા માટે તો કેટલાક વળી પોતાનો હોદો ઊંચો બતાવવા માટે ખોટું બોલતાં હોય છે. આજકાલ સાચા-ખોટાના કોઇ માપદંડ ન રહ્યાં હોવાને કારણે પણ ખોટું બોલનારા અનેક લોકો મળી રહે છે.

સાચને ન આવે આંચ

સાચું બોલવું એ સારું તો હોય છે, પણ બધાં સાચું બોલી શકે અને સાંભળી પણ શકે એ થોડું મુશ્કેલ છે. વાસ્તવમાં સત્યના માર્ગે ચાલવું એ અઘરું છે. સાચું બોલવાની હિમાયત કરનારા પણ ક્યારેક સમય અને સંજોગો પ્રમાણે ખોટું બોલી લેતાં હોય છે. ઘણા લોકો ડરને કારણે ખોટું બોલતાં હોય છે. પતિ સામે પત્ની કે ક્યારેક માતા-પિતા સામે બાળકો ડરના કારણે જ ખોટું બોલતાં હોય છે. આપણા પ્રાચીન સાહિત્ય અને નીતિશાસ્ત્રનું માનવું છે કે કડવું અને કઠોર સત્ય બોલવું એ પણ સારું નથી. ખરેખર તો આ એક પ્રકારની હિંસા છે જે વાગ્બાણોથી સાંભળનારના મનને ઘાયલ કરી દે છે.

થોડું ખોટું બોલવામાં વાંધો નહીં

સાચું બોલવાની વાતને અનેક લોકો સમર્થન આપશે, પણ જરૂર લાગે ત્યારે ખોટું બોલવામાં પણ લોકો પાછા નથી પડતાં. જેમ કે, ઓફિસમાં સહકર્મચારીને બોસના ગુસ્સાથી બચાવવા માટે બોલવામાં આવતું ખોટું, ક્યારેક ભાઇને પપ્પાનો ઠપકો સાંભળવો ન પડે એ માટે બોલાતું ખોટું. કોઇને મદદરૂપ થવા માટે કે બચાવવા ખોટું બોલવામાં આવે તો ચાલે એવું માનનારો વર્ગ પણ ઘણો છે. અર્ધસત્ય ઉચ્ચારવામાં વાંધો નથી એવું ઘણા સ્વીકારશે. આનું ઉદાહરણ મહાભારતમાં દ્રોણાચાર્ય છે.

એ તો હકીકત છે કે કેટલીક વાર આપણી સામે એવા સંજોગો ઊભા થાય છે જ્યારે ખોટું બોલવું એ જ એકમાત્ર બચાવનું સાધન હોય છે. વળી, જો ખોટું બોલવું એ ખરાબ હોય તો પછી આપણે ખોટું બોલીએ છીએ જ કેમ? કારણ આપણા નાના સરખા અસત્યથી જો કોઇનું ભલું થતું હોય તો ખોટું બોલવામાં વાંધો નથી એવું આજકાલ લગભગ સૌ માને છે. હા, બહાનું કાઢીને તેમાંથી આપણે જે ખોટું બોલ્યા હોઇએ તેનાથી બીજાનું ભલું થાય એ શોધવું ખરાબ છે. આથી એમ કહી શકાય કે અર્ધસત્ય ઉચ્ચારવામાં કંઇ ખોટું નથી.

કોણે કરવો નિર્ણય?

સાચું બોલવાનો આગ્રહ રાખનારા ઘણા લોકો છે, પણ ખોટું ન જ બોલવું જોઇએ એવો દુરાગ્રહ પણ ઘણા ઓછા લોકો ધરાવે છે. તમે જો ધ્યાન આપ્યું હોય તો વસ્તુ ફ્રી આપવાની કેટલીક જાહેરાતોમાં ‘કન્ડિશન એપ્લાય’ એવું લખેલું હોય છે. આ એક પ્રકારનું ખોટું બોલવાની વાત જ છે. સાચા અને ખોટા બોલવા અંગે પ્રવર્તતા અનેક મતમતાંતરનું જો વિશ્લેષણ કરવામાં આવે તો સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને ખોટું બોલવાની હિમાયત કરનારા લોકોનું પ્રમાણ વધુ જોવા મળે છે. વાત પણ સાચી છે. કેટલાક પ્રસંગે ખોટું બોલવું સારું રહે છે. આખરે તો નિર્ણય તમારે કરવાનો છે કે સાચું બોલવું સારું છે કે ખોટું?

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી