નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કોઠી ધોઈને કાદવ કાઢવાની કવાયત


ઈતિહાસનાં તથ્યોને મચડી નાખવાનો કોંગ્રેસનો પ્રયાસ કોઈના ગળે નહીં ઉતરે

સ્થાપનાનાં ૧૨૬ વર્ષ પછી કોંગ્રેસે પોતાનો સત્તાવાર ઈતિહાસ લખ્યો છે અને તેમાં રાહુલ ગાંધીના સીધી લીટીના પૂર્વજો સિવાય તમામને ભૂલો માટે જવાબદાર ઠરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કટોકટી ઇન્દિરા ગાંધીએ લાદી હતી અને દેશ માટે તે એક શરમજનક પ્રકરણ છે. પણ, પ્રણવ મુખરજીએ સંપાદિત કરેલા ઈતિહાસમાં કટોકટી વખતે જનતા કોંગ્રેસની વિરુદ્ધ થઈ ગઈ તે માટે સંજય ગાંધીને જવાબદાર ગણાવાયા છે. ઇન્દિરા ગાંધીની ભૂલ હકીકતમાં સંજયની ભૂલ હતી એવું કોંગ્રેસ સાબિત કરવા માગે છે. 

સંજય ગાંધીના વારસદારો ભાજપ સાથે સંકળાયેલા છે એટલે કોંગ્રેસ આ વલણ દાખવી રહી છે. રાજીવ ગાંધીની પ્રશંસાની સાથે થોડી ટીકા કરાઈ છે. પણ, સોનિયા ગાંધીને તો મહાત્મા ગાંધીની પંગતમાં જ બેસાડી દેવામાં આવ્યાં છે. જે જયપ્રકાશ નારાયણને આખો દેશ કટોકટી વિરુદ્ધ લડવા માટે આજે પણ યાદ કરે છે તે જેપીનું આંદોલન ગેરકાયદે હતું અને જેપી પોતે સ્થિર વિચારધારા ધરાવતા નહોતા, એવું ‘કોંગ્રેસ એન્ડ ધી મેકિંગ ઓફ ધી ઇન્ડિયન નેશન’ નામના પુસ્તકમાં લખવામાં આવ્યું છે.

વિજેતાઓ ઈતિહાસ લખતા હોય છે એ ઉક્તિને સાચી પાડતા હોય તેમ કોંગ્રેસે પોતાની ઇચ્છા પ્રમાણેનો ઈતિહાસ આલેખ્યો છે. ભારતમાં ઈતિહાસને તોડવા-મરોડવાની પરંપરા પરાપૂર્વથી ચાલી આવે છે. ભારતનો ઈતિહાસ મુસ્લિમ આતતાયીઓ, અંગ્રેજો અને ડાબેરી-સામ્યવાદી વિચારધારા ધરાવનારાઓએ લખ્યો છે. મુસ્લિમ શાસકોએ પોતાને ગ્લોરીફા કર્યા છે. અંગ્રેજ ઈતિહાસકારોએ અગાઉના હિન્દુ રાજાઓને નબળા ચિતરવાનો પ્રયાસ કર્યો છે અને ડાબેરીઓએ સમગ્ર હિન્દુ સમાજને નબળા અને મુસ્લિમોને સક્ષમ ચિતર્યા છે. 

બાળકોને આજે પણ અકબર ધી ગ્રેટની સ્ટોરી ભણાવાય છે, અને તેને ટક્કર મારે તેવા કૃષ્ણદેવરાયને મહાન કહેવાતા નથી. ઈતિહાસનું આ ઝેર નિચોવવાના પ્રયત્નોને એ જ લોકોએ તોડી પાડ્યા છે, જેમણે હવે કોંગ્રેસનો ઈતિહાસ લખ્યો છે. કોંગ્રેસનો આ પ્રયત્ન ઇજિપ્તના રાજાઓની યાદ અપાવે છે, જેમણે પરાજય પછી પણ વિજયની ગાથાઓ ગાતો ઈતિહાસ લખાવ્યો હતો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !