>2002ના રમખાણોનું ભૂત 2010માં ધુણ્યું
>27 માર્ચે નરેન્દ્ર મોદીની એસઆઈટી દ્વારા પુછપરછ
>નરેન્દ્ર મોદીની 9 કલાક જેટલી પુછપરછ કરાય
>અમિત શાહનું સીબીઆઈના શિકંજા બાદ રાજીનામું
>સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે અમિત શાહની ધરપકડ
>સુવર્ણિમ ગુજરાતની ભવ્ય ઉજવણી
>સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં શાનદાર વિજય
>ફરજિયાત મતદાન બિલમાં ગતિરોધ
વર્ષ 2002માં થયેલા ગુજરાતના રમખાણોનું ભૂત 2010માં પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો પીછો છોડતું ન હતું અને પહેલી વાર તેમને સુપ્રિમ કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) સમક્ષ પુછપરછ માટે ઉપસ્થિત થવું પડયું, જ્યારે તેમના નજીકના સાથી અમિત શાહએ સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર મામલામાં સીબીઆઈની જાળમાં ફસાવવાને કારણે ગૃહ રાજ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માટે બાધ્ય થવું પડયું હતું.
પોતાની રચનાના 50 વર્ષ પૂર્ણ થવા સંદર્ભે સુવર્ણિમ ગુજરાતની ઉજવણીમાં ભાજપ માટે આ વર્ષ પૂર્ણ થતાં સુધીમાં ખુશીઓ લાવ્યું છે. ભાજપે નગર નિગમ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય હાસિલ કર્યો અને એવો રિપોર્ટ આવ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં મોદીને પાક-સાફ ગણાવ્યા હતા.
મોદી સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન અનિવાર્ય બનાવાયેલા વિધેયક પર રાજ્યપાલ કમલા બેનિવાલ સાથે ગતિરોધ ઉભો થયો હતો. આ બિલ રોકાય ગયું અને ગુજરાત દેશનું પહેલું રાજ્ય બનતા વંચિત રહી ગયું કે જ્યાં છ નગરનિગમોની ચૂંટણીમાં ઈ-વોટિંગની વ્યવસ્થા કરવામાં આવી હોય. કોંગ્રેસના દિવંગત સાંસદ અહસાન જાફરીના વિધવા જાકિયા જાફરીની ફરીયાદ પર એસઆઈટીએ 27 માર્ચે બે સત્રમાં લગભગ 9 કલાક સુધી 60 વર્ષીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પુછપરછ કરી હતી. અહસાન જાફરીની 2002ના હુલ્લડો દરમિયાન ગુલબર્ગ સોસાયટીમાં હત્યા કરી દીધી હતી. એવું પહેલી વાર બન્યું છે કે જ્યારે 2002ના ગોધરાકાંડ બાદ થયેલા હુલ્લડોમાં સહઅપરાધના આરોપમાં મોદીને તપાસ એજન્સીને પોતાનો જવાબ આપવો પડયો હતો. એસઆઈટીએ મોદીની સાથે પુછપરછનો સમગ્ર રિપોર્ટ સીલબંધ કવરમાં સુપ્રિમ કોર્ટને સુપ્રત કર્યો છે.
મોદીએ આ પુછપરછને પોતાના જીવનનો સૌથી કપરો સમય ગણાવ્યો હતો. તે દરમિયાન મોદીના વિશ્વસનીય સહયોગી અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની સીબીઆઈએ વર્ષ 2005માં થયેલા સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર મામલામાં 25 જુલાઈએ ધરપકડ કરી હતી. તેમણે પોતાની ધરપકડના એક દિવસ પહેલા જ મોદીની કેબિનેટમાંથી રાજીનામું આપ્યં હતું. શાહ ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ હાલ મુક્ત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત નોંધાવી, તેના પછી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. મોદીએ આ વર્ષે સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને ગુજરાત પર્યટનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા.
Comments
Post a Comment