નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

2010: આ કારણોસર ચર્ચામાં રહી ભારતની સુપ્રિમ કોર્ટ


2જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં સુપ્રિમ કોર્ટે વડાપ્રધાન કાર્યાલય પર મુકેલા બેદરકારીના આક્ષેપો

મોબાઈલ કંપનીઓને 2જી સ્પેક્ટ્રમ સ્થાપવા કરવામાં આવેલા કૌભાંડથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. આઝાદ ભારતના સૌથી મોટા કૌભાંડમાં સુપ્રિમ કોર્ટની સખ્તાઈથી સમગ્ર દેશનું ધ્યાન ખેચાયું હતું. કૌભાંડી મંત્રી એ.રાજાના રાજીનામા બાદ સુપ્રિમ કોર્ટે વડાપ્રધાન કાર્યાલય પર મુકેલા બેદરકારીના આરોપો આ વર્ષે ચર્ચાસ્પદ રહ્યા હતા.

પી.જે. થોમસની સીવીસી તરીકેની નિમણૂંક પર સુપ્રિમે ઉઠાવેલા સવાલો

2010નું આખુંય વર્ષ આમ તો કૌભાંડોથી જ છવાયેલું રહ્યું પરંતુ તેમાંય નવાઈ ઉપજાવનારી બાબત હતી સીવીસીની નિમણૂંક. દેશમાં સરકારી ખાતામાં ભ્રષ્ટાચાર ન થાય તે વોચ રાખવાની જેની જવાબદારી છે તેવા સીવીસી (ચીફ વિલિજન્સ કમિશનર) પોતે જ ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયેલા હોય તો તેમની કામગીરીની તટસ્થતા પર કેટલો વિશ્વાસ મુકી શકાય? આ વર્ષે સીવીસી તરીકે યુપીએ સરકાર દ્વારા નિમણૂંક પામેલા પી.જે. થોમસની નિમણૂંક પર ખુદ સુપ્રિમ કોર્ટે સવાલ ઉઠાવીને તેમની કામગીરીની તટસ્થતા અંગે શંકા ઉભી કરી હતી.

ગુટખા અને પાન-મસાલાના પાઉચ પર પ્રતિબંધ

આ વર્ષે દેશની સુપ્રિમ કોર્ટે જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને એક શકવર્તી ચુકાદો આપ્યો જેમાં ગુટખા અને પાન-મસાલા જેવી તમાકુની પેદાશોના પ્લાસ્ટિકના પાઉચમાં થતાં વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે, આ આદેશનું પાલન માર્ચ 2011થી શરૂ થશે પરંતુ કોર્ટે આ વર્ષે આ અંગે આદેશ આપ્યો હોવાથી જાહેર આરોગ્ય અંગે સુપ્રિમનો આ આદેશ આવકારદાયક ચોક્કસ કહી શકાય.

ત્રાસવાદી હોય તો શું થયું? તેને પણ બચાવ કરવાનો હક્ક છે

વકિલોને પોતાની ફરજનું ભાન કરાવતો ચુકાદો આ વર્ષે સુપ્રિમ કોર્ટે આપ્યો હતો. દેશભરમાં અમૂક પ્રકારના આરોપીઓને બચાવ માટે એક અથવા બીજા કારણસર કેસ લડવાની ના પાડવાનું ચલણ દેશના બાર કાઉન્સિલોમાં વધી રહ્યું હોવાથી સુપ્રિમ કોર્ટે આ બાબતે પોતાનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે વકીલાતનો વ્યવસાય કરનારી કોઈપણ વ્યક્તિ આરોપીઓનો બચાવ કરવા કોર્ટમાં હાજર થવાની ના પાડી શકે નહીં. તે ત્રાસવાદી હોય તો પણ તેનો બચાવ કરવો પડે. આરોપીઓને બચાવની ના પાડવાથી બંધારણની જોગવાઈઓનો, બાર કાઉન્સિલના ધોરણોનો અને ભગવદ ગીતાના ઉપદેશનો અનાદર થઈ જાય છે. 

બહેનજીના પાર્કને સુપ્રિમની રાહત

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કુમારી માયાવતીને પણ આ વર્ષે સુપ્રિમ કોર્ટે એક મોટી રાહત આપતો ચુકાદો આપ્યો હતો. બહેનજી દ્વારા નોઈડામાં બનાવાઈ રહેલા મહત્વકાંક્ષી પાર્કને કે જેમાં દલિત નેતાઓની પ્રતિમાઓ (માયાવતીની પોતાની પણ) મુકવામાં આવનારી છે તેને મંજૂરી આપી દેવામાં આવી છે. સુપ્રીમના ચુકાદા અનુસાર પાર્ક જ્યાં નિર્માણ થઈ રહ્યો છે તે જમીન ફોરેસ્ટ લેન્ડ હેઠળ નથી આવતી મતલબ તેના પર જંગલના કોઈ નિયમ લાગુ પાડી શકાય નહીં. આમ, સુપ્રિમના આ આદેશથી બહેનજીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ભાવી ઉજળું બન્યું છે.

માત્ર લીવ-ઇન રિલેશનથી મહિલાને ભરણપોષણ ન મળે

દુરોગામી અસરો જન્માવતા એક મહત્ત્વના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટની બેન્ચે લીવ-ઈન રિલેશનશીપ અંગે મહિલાને ભરણપોષણના લાભો મેળવવા માટે હકદાર ગણવા કેટલાક ધારાધોરણો અને માપદંડો નક્કી કર્યા હતા અને ઠરાવ્યું હતું કે, માત્ર લીવ-ઈન રિલેશનશીપથી મહિલા ભરણપોષણ મેળવવા માટે હકદાર ગણી શકાય નહીં. પુરુષ કે સ્ત્રી દ્વારા માત્ર વીકએન્ડના દિવસો સાથે ગાળવાથી કે એક રાત માટે સાથે રહેવાથી તેને ઘરેલું સંબંધો ગણી શકાય નહીં. જો મહિલા કેટલીક શરતો સંતોષે તો જ તેને લીવ-ઈન રિલેશનશીપ ગણી શકાય.

લીવ-ઇન સંબંધો, લગ્ન પહેલા સેક્સ ગુનો નથી

દેશમાં લગ્ન વગર સાથે રહેતા તેમજ લગ્ન પહેલા જાતિય સંબંધ રાખતા યુગલોને એક મોટી રાહત આપતો ચુકાદો આ વર્ષે સુપ્રિમ કોર્ટે આપ્યો હતો. આ ચુકાદામાં સુપ્રિમે જણાવ્યું હતું કે લગ્ન વગર એકબીજા સાથે રહેતા સ્ત્રી-પુરૂષ કોઈ ગુનો કરતા નથી. 

સુપ્રીમે નોંધ્યું હતું કે, જો પુખ્ત સ્ત્રી-પુરૂષ એકબીજાની સહમતીથી સાથે રહેતા હોય તો તે ગુનો ન કહી શકાય. સાથે રહેવું ગુનો નથી અને તે ગુનો હોઈ પણ ન શકે. કોર્ટે આ બાબતે ભગવાન કૃષ્ણ અને રાધાનું ઉદાહરણ પણ ટાંક્યું હતું. કોર્ટે એમપણ કહ્યું હતું કે લીવ-ઈન સંબંધોને ગેરકાયદે ઠેરવે તેવો કોઈ કાયદો પણ નથી. 

સુપ્રિમે આ ચુકાદો સાઉથની અભિનેત્રી ખુશ્બુ દ્વારા કરાયેલી પિટિશન પર આપ્યો હતો. લોલીવૂડની પ્રખ્યાત અભિનેત્રી ખુશ્બુએ 2005માં વિવિધ સામયિકોને આપેલી મુલાકાતમાં પોતાના લીવ-ઈન સંબંધો અને લગ્ન પહેલાના સેક્સનો ઉલ્લેખ કર્યો હતો જેની વિરૂદ્ધ સમગ્ર તામિલનાડુમાં 22 ફોજદારી કેસ દાખલ થયા હતા. આ કેસ રદ્ કરવા ખુશ્બુએ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી. છેલ્લે ખુશ્બુએ સુપ્રિમમાં પિટિશન કરતાં સુપ્રિમે આ ચુકાદો આપ્યો હતો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી