નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ડરબનમાં ઈતિહાસ રચવાથી ભારત ત્રણ ડગલા દૂર

- ભારત પ્રથમ દાવ: 205
- દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવ: 131
- ભારત બીજો દાવ: 228
- લક્ષ્મણ સદી ચૂક્યો, 96 રને બન્યો સ્ટેઈનનો શિકાર

- દક્ષિણ આફ્રિકા બીજો દાવ: 182/7
ડરબન ટેસ્ટ ખૂબ જ રોમાંચક બની ગઈ છે. ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાએ ધીમ પરંતુ મક્કમ રમત શરૂ કરી હતી. જો કે શ્રીસંતે દિવસની શરૂઆતમાં જ કાલિકને આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી છે.

હાલમાં દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટે 182 રન બનાવી લીધા છે. હાલમાં એશ્વેલ પ્રિન્સ 28 અને પોલ હેરિસ 7 રને રમતમાં છે.
ડરબન ટેસ્ટમાં ચોથા દિવસે ભારતીય બોલરોએ તેમનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા ભારતના વિજયની આશાઓ ઉજળી બનાવી છે. ચોથા દિવસે ભારતને જીત માટે સાત વિકેટની જરૂર હતી. તેમાં પણ જેક કાલિસ નામનો પહાડ ભારતની જીત માટે અંતરાય બનશે તેવી આશંકા હતી. પરંતુ શ્રીસંતે દિવસની શરૂઆતમાં જ સેહવાગના હાથમાં કેચ આઉટ કરાવીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. કાલિસ 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

શ્રીસંતે કાલિસને શિકાર બનાવ્યા બાદ હરભજન સિંહે ડિવિલિયર્સને પોતાની ફિરકીમાં લપેટી લીધો હતો. ડિવિલિયર્સ અંગત 33 રને ભજ્જીના બોલે એલબીડબ્લ્યૂ થયો હતો. આમ ભારતને બે મોટી વિકેટ મળી જતા તેના વિજયની આશાઓ વધુ મજબૂત બની છે.

શ્રીસંત-ભજ્જીની તરખાટ બાદ વારો હતો ઝહિરના ઝંઝાવાતનો. ઝહિર ખાને માર્ક બાઉચર અને ડેલ સ્ટેઈનને આઉટ કરીને દક્ષિણ આફ્રિકાને બે ઝટકા આપ્યા હતા. બાઉચરે 1 અને સ્ટેઈને 10 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતે બીજા દાવમાં શરૂઆતી આંચકાઓ બાદ વેરી વેરી સ્પેશિયલ લક્ષ્મણની ૯૬ રનની અદભૂત ઇનિંગની મદદથી ભારતની ટીમ ૨૨૮ રનનો સ્કોર કરી શકી હતી. જેમાં પ્રથમ દાવની ૭૪ રનની લીડ ઉમેરતા આફ્રિકાને જીતવા માટે ૩૦૩ રનનો ટાર્ગેટ મળ્યો હતો.

- ભારતીય બોલરો ફરી વખત ઝળક્યા

આફ્રિકાએ શરૂઆતમાં સારી બેટિંગ કર્યા બાદ શ્રીસંતના પેસ એટેકનો સુકાની સ્મિથ અને આધારભૂત બેટ્સમેન અમલા શિકાર બન્યા હતા. જ્યારે ટર્બોનેટરે દ.આફ્રિકન ઓપનર પીટરસનને પેવેલિયન પરત મોકલી દીધો હતો. ત્રીજા દિવસના અંતે દ.આફ્રિકાએ ત્રણ વિકેટના ભોગે ૧૧૧ રન બનાવી લીધા છે. આ મેચ જીતવા આફ્રિકાને હજુ ૧૯૨ રનની જ્યારે ભારતને ૭ વિકેટની જરૂર છે.

- દક્ષિણ આફ્રિકા બીજો દાવ

જીતવા માટે ૩૦૩ રનનો પીછો કરતા બેટિંગમાં ઊતરેલા દ.આફ્રિકાના ઓપનર સુકાની સ્મિથ અને પીટરસને ખૂબ જ સારી શરૂઆત આપી હતી. જોકે ૬૩ રનના કુલ સ્કોરે શ્રીસંતની બોલિંગમાં સુકાની સ્મિથ (૩૭) ધોનીને કેચ આપી બેઠો હતો. ત્યાર બાદ પીટરસન (૨૬) ટર્બોનેટરનો શિકાર બન્યો હતો. ભારત માટે મુશ્કેલી સર્જનાર અમલા પણ ખાસ કશું કરી શક્યો ન હતો અને શ્રીસંતના આઉટ સ્વિંગ બોલ પર ૧૬ રનના વ્યક્તિગત સ્કોરે ધોનીને કેચ આપી બેઠો હતો.

ત્યાર બાદ ક્રિઝ પર ઊભેલા આફ્રિકાના આધારભૂત બેટ્સમેન કાલીસ અને ડી વિલિયર્સે ટીમને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો. બંને બેટ્સમેનોએ સંયમ સાથે ક્રિઝના બંને છેડા સાચવી રાખ્યા હતા. ખરાબ પ્રકાશના લીધે રમત વહેલી બંધ થઇ ત્યારે ક્રિઝ પર કાલીસ ૧૨ અને ડી વિલિયર્સ ૧૭ રન બનાવી ઊભા હતા. મેચ બંધ રહી ત્યારે આફ્રિકાની ટીમે ત્રણ વિકેટના ભોગે ૧૧૧ રન બનાવી લીધા હતા.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી