નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ખરાબ સપના આવે છે ?

જાગતી વેળાએ આપણે જે જોઇએ છીએ, કરીએ છીએ, સાંભળીએ છીએ તે ક્યાંક ને ક્યાંક આપણા મનમાં કેદ થઇ જાય છે.

સ્વપ્નો બધા જુએ છે, કેટલાક જાગતી આંખે જુએ છે તો કેટલાક ઊંઘમાં. ઊંઘમાં મોટાભાગના લોકોને સપના આવે જ છે. સ્વપ્નોના પ્રકાર પણ અલગ-અલગ હોય છે. સપનાની દુનિયા સંપૂર્ણત: અવાસ્તવિક હોય છે. પણ હા સપના આપણા ભવિષ્યના સંબંધમાં કોઇ સંકેત અવશ્ય આપે છે. જ્યોતિષશાસ્ત્રમાં સપનાનો ઊંડાણભર્યો છે.

સારા સ્વપ્નો આવે છે ત્યાં સુધી તો ઠીક છે પણ કેટલાક લોકોને ડરામણા અને ખરાબ સ્વપ્નો પણ આવે છે. જેના કારણે કેટલીકવાર તેઓ ચોંકીને ઉઠી જાય છે. કોઇ સપનામાં જુએ છે કે તેના જીવને જોખમ છે તો કોઇ ભૂત-પ્રેતને નિહાળે છે. મોટાભાગના સ્વપ્નો આપણા મગજની જ ઉપજ હોય છે. જાગતી વેળાએ આપણે જે જોઇએ છીએ, કરીએ છીએ, સાંભળીએ છીએ તે ક્યાંક ને ક્યાંક આપણા મનમાં કેદ થઇ જાય છે. રાત્રે ઊંઘ્યા બાદ મગજમાં દિવસભરની વાતો સપનાને જન્મ આપે છે. આવા ખરાબ સ્વપ્નોથી પીછો છોડાવવા માંગતા હોવ તો નીચેના ઉપાયો કરો -

- જાગતી વેળાએ વધારે ન વિચારો. વધારે કલ્પનાઓ ન કરો.
- દિવસભર પોતાની જાતને ખરાબ વિચારોથી બચાવીને રાખો.
- ભૂત-પ્રેતના ઉલ્લેખ વાળુ સાહિત્ય ન વાંચો.
- મિત્રો સાથે ગપ્પા મારતી વખતે ભૂત-પ્રેત કે અન્ય ખરાબ, ડર પ્રેરે તેવી વાતો ન કરો.
- હંમેશા હકારાત્મક વિચારો. મનમાં ક્યારેય નકારાત્મક વિચાર ન લાવો.
- ક્રોધ પર કાબુ રાખો, પ્રયત્ન કરો કે ક્રોધ કરવો જ ન પડે.
- સવારે જાગ્યા બાદ ધ્યાન અને યોગા અવશ્ય કરો.
- ઊંઘતા પહેલા ભગવાનનું સ્મરણ અવશ્ય કરો. બની શકે તો પોતાના ઇષ્ટદેવની પ્રાર્થના કરીને સુવાનું રાખો.
- ધર્મશાસ્ત્ર વાંચવામાં રુચિ જગાડો.
- એકદમ અંધારા રુમમાં ન સુવું. શક્ય હોય તો રુમમાં પીળી રોશનીની વ્યવસ્થા ચોક્કસ કરવી.
- જો સપનામાં સાપ દેખાય તો સંભવ છે કે આપની કુંડળીમાં કાલસર્પ દોષ છે. માટે સંબંધિત જ્યોતિષીનો સંપક્ર કરો.
- પોતાના તકિયા નીચે ચપ્પુ મૂકીને સુવું.
- મંગળવારે હનુમાનજીની વિશેષ પૂજા આરાધના કરવી.
- દિવસમાં ઊંઘવાનું ટાળવું.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !