નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

એશિયામાં ગુજરાતની પહેલ,સોલારપાર્કનો આરંભ

ભારત-પાક. આંતરરાષ્ટ્રિય સરહદ નજીક આવેલા પાટણ જિલ્લાના ચારણકામાં રૂ.૧૨૪૭ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા એશિયાના પ્રથમ સોલાર પાર્કનું મુખ્યમંત્રી મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયું
>> એશિયામાં ગુજરાતની પહેલ : પ૦૦ મેગાવોટના સોલાર પાર્કનો આરંભ

>> વિવિધ ૧૪ કંપનીઓને સોલાર પ્લોટના મંજૂરીપત્ર અર્પણ કરાયા

ગુરુવારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામે રૂ.૧૨૪૭ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા ગુજરાત સોલાર પાર્કનું ઉદ્ઘાટ કરતાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતના ભાગ્યોદયનો આરંભ ચારણકાની ધરતી પરથી થઇ રહ્યો છે તેમ જણાવ્યું હતું. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા ૧૦૮૦ એકર પડતર જમીનમાં એશિયાના પ્રથમ અને દેશના સૌથી મોટા સોલાર પાર્કનું નિર્માણ કરાઇ રહ્યું છે. તેમણે સોલાર પાર્કને સ્વર્ણિમ સૂર્યતીર્થ નામ આપવાની જાહેરાત કરી હતી.

ગુજરાત સરકારે અમેરિકાના ક્લિન્ટન ફાઉન્ડેશન-ક્લિન્ટન કલાઇમેટ ઇનિસિયેટિવ સાથે સપ્ટેમ્બર ર૦૦૯માં સોલાર પાર્ક વિકસાવવા સમજૂતી કરાર કર્યા હતા. જેના અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે નિમાયેલી જીપીસીએલ દ્વારા પ્રથમ તબક્કામાં ચારણકા ગામની જમીન પસંદ કરાઇ હતી. જેમાં ૧૦૮૦ એકર પડતર જમીન સંપાદન કરીને તેમાં સોલાર પાર્ક ઉભો કરાઇ રહ્યો છે. પ૦૦ મેગાવોટના પાર્કમાં અત્યાર સુધીમાં ૧૪ કંપનીઓને ૧૭૧ મેગાવોટ સૂર્ય ઊર્જા ઉપાર્જનના મંજૂરીપત્રોની ફાળવણી કરાઇ છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજનો દિવસ સૂર્યની ઉપાસનાનું પર્વ છે. આવતીકાલના હિન્દુસ્તાનના ઉદયનો અને ભારતના ભાગ્યોદયનો શિલાન્યાસ છે. અત્યાર સુધી વીજળીનું ઉત્પાદન દક્ષિણ અને સુરત વિસ્તારમાં થઇ શકતું હતું તેમજ તેના માટે મોંઘોદાટ કોલસો બિહાર અને ઝારખંડમાંથી લાવવો પડતો હતો. પરંતુ હવે સૂર્ય ઊર્જા થકી તે ખર્ચ નહીં કરવો પડે. ઉત્તર ગુજરાતમાં ઘરઆંગણે વીજળીનું ઉત્પાદન થતાં તેની ગુણવત્તામાં પણ હજાર ગણો વધારો થશે.

સાંતલપુર વિસ્તારમાં ધોમધખતો તાપ અને શરીરને દઝાડતી લૂ સિવાય કઇ નહોતુ. પરંતુ આ વિસ્તારમાં નર્મદાના નીર ખેતીનું ભવિષ્ય સુધારવાના છે. જ્યારે તાપ અને લૂ ટંકશાળ બનવાના છે. આજે મોટા મોટા ઉદ્યોગપતિઓ વીજળી ઉત્પાદન કરવા માટેના અભૂતપૂર્વ અભિયાનમાં સહભાગી થયા છે.

હવે સૂર્યમાંથી વીજળી પેદા થશે તેની ટેક્નોલોજી મોંઘી હશે. સાધનો મોંઘા હશે, તેથી વીજળી પણ મોંઘી પડવાની છે. પરંતુ તેનો બોજો ગાંધીનગરની સરકાર ભોગવી લેશે. આમજનતા પર તેનો બોજ પડવા નહીં દેવાય. હવે ઘરના છાપરા પર ઘરની વીજળી અને કૂવા પર પંપ ચલાવવાની વીજળી જાતે પેદા કરી શકાય અને સરકારની મદદની જરૂર પણ ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવાનું અભિયાન હાથ ધરાયું છે અને તેની શરૂઆત આ સોલાર પાર્કથી કરાઇ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજકાલ અનેક તત્વો ખેડૂતોને ભડકાવવા માટે મેદાને પડ્યા છે. લોકોને આડા પાટે ચડાવવા અને બીજાનું કેમ ખરાબ થાય તેવી પ્રવૃતિઓ થવા લાગી છે. ત્યારે તેમના જુઠાણામાં આવ્યા સિવાય નર્મદાની કેનાલો માટે જમીન આપવા અનુરોધ કરી આજના પ્રસંગે જે લોકોએ જમીન વળતરના સવા લાખ રૂપિયા કરતાં વધુના ચેક કન્યા કેળવણીમાં મને પરત આપીને એક ઉદાહરણ પૂરુ પાડ્યું છે.

આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી આનંદીબહેન પટેલ, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ધારાસભ્ય શંકરભાઇ ચૌધરી, ભાવસિંહ રાઠોડ, રજનીભાઇ પટેલ, સાંસદ નટુજી ઠાકોર, જેટકોના જનરલ મેનેજર ભાટીયા, જીપીસીએલના ચેરમેન આઇ.એમ.ભાવસાર, ઇન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશનના સુશ્રી અનિતાજી, ઉર્જા વિભાગના અગ્રસચિવ પાંડિયન, જીએસપીસીના એમ.ડી. તપનરે, જેટકોના મેનેજિંગ ડિરેેકટર નેગી, કલેક્ટર જે.જી.હિંગરાજિયા, અગ્રણી કે.સી. પટેલ, ભરતભાઇ રાજગોર, મોહનભાઇ પટેલ, દશરથજી ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

>> ગુજરાત સોલર પાવર પાર્ક : આંકડાની ર્દષ્ટીએ

- R ૧૨૪૭ કરોડનો ખર્ચ- પ૦૦ મેગા વોટથી વધુ ઉર્જા પ્રાપ્તી થશે- ૩૩૦ દિવસથી વધુ સૂર્ય દિવસો મળવાની શક્યતા- ર૦૦૦ હેકટર જમીનમા સોલર પાર્ક ફેઝ-૧- ૧૦૮૦ હેકટર સરકારી પડતર જમીન ફાળવણીના આદેશ- ૩૦ વર્ષના ભાડા પટ્ટે પ્લોટ ફાળવાશે- R ૩૫૧ કરોડ જમીન સંપાદન ખર્ચ થશે- ૨૧૦ કરોડ કેન્દ્ર વન ટાઇમ એડિશનલ સેન્ટ્રલ એસિસ્ટન્ટ તરીકે આપશે- R પ૦૦ કરોડની એડીબી દ્વારા જેટકોને ઓછા વ્યાજની લોન- R ૭૫૦૦ કરોડનું મૂડીરોકાણ થવાનો અંદાજ- જેટકો દ્વારા સ્માર્ટ ગ્રીડ ટ્રાન્સમિશન નેટવર્કનો શિલાન્યાસ

>> કલાઇમેટ ચેન્જના પડકારનો સામનો કરી શકશે

આ સોલારપાર્કમાં જેટલી વીજળી પેદા થવાની છે. તે પેદા કરવા નવ લાખ મેટ્રિક ટન કોલસાની જરૂર પડે. હવે તે કોલસાનો ધુમાડો નહીં કરવો પડે. કાર્બન ડાયોક્સાઇડ પેદા થશે નહીં. જેના કારણે કલાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરી શકશે.

>> પાર્કમાં સૂર્યદેવતાનું મંદિર બનાવવા ભાવાનુરોધ

મુખ્યમંત્રીએ કહ્યું કે, સોલાર માટે અલગ-અલગ કંપનીઓ પરમિટ લેવાની લાઇનમાં છે કેમ કે રાજ્ય સરકારે તેવી નીતિઓ ઘડીને પરિસ્થિતિ પણ ઉભી કરી છે. તેમણે સોલાર પાર્કમાં ભાગ લેનાર કંપનીઓને સૌથી પહેલાં સૂર્યદેવતાનું મંદિર બનાવી સૂર્યની ઉપાસના કરવામાં આવે તેવો ભાવાનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સોલાર પાર્ક માત્ર વીજળી પેદા નહીં કરે, પરંતુ આ વિસ્તારના હજારો બેરોજગારો અને બહેન-દીકરીઓને ઘરઆંગણે રોજગારી પૂરી પાડી પગભર પણ બનાવશે.

>> સોલારપાર્કમાં જ ટ્રેનિંગ સેન્ટર બનશે

સરહદી વિસ્તારના પ્રત્યેકના જીવનમાં નવી રોશની આવે અને નવી ઊર્જા ઉભી થાય તેવું ભગીરથ કામ ચારણકાથી થઇ રહ્યું છે. આ માટે સોલાર પાર્કમાં જ લોકો માટે ટ્રેનિંગ સેન્ટર બનાવી તાલીમ અપાશે. વીજળી ઉત્પાદન કરવાના સાધનો બનાવવાના કારખાના પણ હવે અહીં જ બનાવવા જોઇએ તેવો અનુરોધ તેમણે કંપનીઓને કર્યો હતો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી