નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કાંકરિયાની એક ટ્રીપ R ૧૬૨૦માં પડશે

કિડ્ઝ સિટી કે ‘કેશ સિટી’? આજથી શરૂ થઇ રહેલા કિડ્ઝ સિટીની અધધધ એન્ટ્રી ફી
- સ્ટેન્‍ડિંગ કમિટીમાં કોંગ્રેસના વિરોધને ફગાવી શાસક ભાજપે દરખાસ્ત બહુમતીથી મંજુર કરી

કિડ્ઝ સિટીની ફી

બાળક ૧૦૦
વયસ્ક ૧૫૦

કાંકરિયાની ખર્ચાળ મુલાકાતે આવતા શહેરીજનો પાસેથી ડગલે ને પગલે ફી પેટે રૂપિયા વસૂલતા અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશને શુક્રવારથી શરૂ થઈ રહેલા ‘કિડ્ઝ સિટી’ માટે પણ અધધ કહેવાય એટલી એન્ટ્રી ફી ઠોકી બેસાડી છે. બાળકદીઠ ૧૦૦ રૂપિયા અને વયસ્કદીઠ ૧૫૦ રૂપિયાની પ્રવેશ ટિકિટ રાખવાની દરખાસ્ત પણ શાસક ભાજપે ગુરુવારે મળેલી સ્ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં મંજુરી કરી દીધી છે. કોર્પોરેશન માટે ‘એટીએમ’ સાબિત થઈ રહેલા કાંકરિયાની મુલાકાત ચાર સભ્યના પરિવારને અંદાજે ૧૬૨૦ રૂપિયામાં પડશે.

શાસક ભાજપે કાંકરિયા લેકફ્રન્ટમાં ૧૨ કરોડના ખર્ચે કિડ્ઝ સિટીનું નિમાર્ણ કર્યું છે. તેમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત થશે, તેવાં સ્વપ્નાં બતાવાયાં હતાં. શુક્રવારથી કિડ્ઝ સિટીનો વિધિવત્ પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે જ કિડ્ઝ સિટીમાં ૧૪ વર્ષથી નાનાં બાળકો માટે પ્રવેશ ફી ૧૦૦ રૂપિયા તથા તેમની સાથે આવનારા વાલી માટે ૧૫૦ રૂપિયા પ્રવેશ ફી વસૂલ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરાઈ હતી.

ઉપરાંત કિડ્ઝ સિટીના સોવેનિયર સહિતના ચાર્જ નક્કી કરવા અને સંચાલન કરવાના નિયમો વગેરે જરૂરી કાર્યવાહી કરવા તથા ખર્ચ કરવાની સત્તા કમિશનરને સોંપવાની દરખાસ્ત રજુ કરાઈ હતી.

સ્ટે. કમિટીમાં દરખાસ્તને બહુમતીથી મંજુર કર્યા બાદ મેયર આસિત વોરા તથા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બાળકદીઠ R ૧૦૦ તથા એક વાલીદીઠ R ૧૫૦ પ્રવેશ ફી વસૂલાશે. છ બેચમાં ૧૫૦થી ૧૭૦ બાળકને સવારે ૧૦થી રાતના ૧૦ સુધી પ્રવેશ અપાશે અને દરેક બાળકને દોઢ કલાક સુધી ચાર પ્રવૃત્તિ કરવાની તક અપાશે, જેમાં બીઆરટીએસ, થ્રીડી ફિલ્મ દર્શાવતા સાયન્સ સેન્ટર સહિત ત્રણ પ્રવૃત્તિ માટે પણ પૈસા આપવા પડશે.

કિડ્ઝ સિટીમાં પ્રવેશ લેનારા બાળકને R ૫૦૦ના ટોકન અપાશે, જેમાંથી તેણે ખર્ચ કરવાનો રહેશે. પેઇડ સિવાયની પ્રવૃત્તિમાં બાળકની કાર્યક્ષમતા મુજબ પોઇન્ટ મળશે. મ્યુનિ. ભાજપના હોદ્દેદારોએ બાળકો અને વાલીઓ માટે પ્રવેશ ફીને વાજબી ઠેરવવાના પ્રયાસ કર્યા હતા.

જોકે ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ મુખ્યમંત્રીએ કાંકરિયામાં ફી ઘટાડો કરવાની સૂચના આપી લોકોની તાળીઓ મેળવી હતી, તેવી જ રીતે કિડ્ઝ સિટીની એન્ટ્રી ફી ઊંચી રાખવાની તંત્રની જાહેરાત બાદ મુખ્યમંત્રી શુક્રવારે કાંકરિયા ખાતેની જાહેરસભામાં એન્ટ્રી ફી ઘટાડવાની સૂચના આપશે અને ત્યારબાદ સત્તાધીશો ફી ઘટાડો કરી સામાન્ય વર્ગને રાહત આપે તેવી શક્યતા છે.

બે બાળકો સાથે કાંકરિયાની મુલાકાત કેટલામાં પડશે ?

બે બાળકો સાથે કાંકરિયાની મુલાકાતે જનારા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારને એક જ ઝાટકે ૧૬૨૦ રૂપિયા ખર્ચાઈ જશે. કારમી મોંઘવારીના સમયમાં આટલી જંગી રકમ કાઢવી સામાન્ય પરિવારને પોસાય તેમ નથી. બે બાળકો અને માતાપિતા કાંકરિયા આવે તો અંદાજે કેટલા રૂપિયા ખર્ચાશે તે નીચે મુજબ છે.

જુદીજુદી ફી................મોટી વ્યક્તિ.............બાળક

કાંકરિયામાં એન્ટ્રી ફી.....૧૦ X ૨=૨૦..............૫ X ૨ = ૧૦
મિની ટ્રેનની ફી..... ૨૫ X ૨ = ૫૦….............૧૦ X ૨ = ૨૦
બલૂન રાઇડની ફી.....૧૦૦ X ૨ = ૨૦૦............૧૦૦ X ૨ = ૨૦૦
પ્રાણીસંગ્રહાલય.....૧૦ X ૨ =૨૦................૫ X ૨ = ૧૦
બાળવાટિકા.....૩ X ૨ = ૦૬...................૨ X ૨ = ૦૪
બોટિંગ.....૧૦ X ૨ = ૨૦.....................૧૦ X ૨ = ૨૦
નગીનાવાડી.....૧૦ X ૨ = ૨૦.................૧૦ X ૨ = ૨૦
એમ્યુઝમેન્ટ પાર્ક.....૫૦ X ૨ = ૧૦૦............૫૦ X ૨ = ૧૦૦
કિડ્ઝ સિટી.....૧૫૦ X ૨ = ૩૦૦...............૧૦૦ X ૨ = ૨૦૦
નાસ્તો..... ૧૦૦.....૧૦૦
આવવા-જવાનો ખર્ચ.....૧૦૦.....

કાંકરિયાની એક મુલાકાત સામાન્ય પરિવારને અંદાજે ૧૬૨૦ રૂપિયામાં પડશે.

મધ્યમવર્ગીય પરિવાર ૧૬૨૦ રૂપિયામાં શું કરી શકે?

- મહિનાનું કરિયાણું ખરીદી શકે
- એક વ્યક્તિના વાહનમાં મહિનાનું પેટ્રોલ ભરાવી શકે
- મહિનાનું દૂધ ખરીદી શકે
- વીજળી અને ગેસનું બિલ ચૂકવી શકે
- બાળકની સ્કૂલ-ટ્યૂશન ફી ભરી શકે

તોતિંગ પ્રવેશ ફીના વિરોધમાં કોંગ્રેસ કાંકરિયા કાર્નિવલના સમાપન સમારોહનો બહિષ્કાર કરશે

મ્યુનિ.કોંગ્રેસ પક્ષના નેતા બદરૂદ્દીન શેખ તથા સ્ટે. કમિટીના સભ્ય સુરેન્દ્ર બક્ષીએ જણાવ્યું હતું કે, કિડ્ઝ સિટી માટે રખાયેલી તોતિંગ પ્રવેશ ફીનો કોંગ્રેસ વિરોધ કરે છે. ગરીબ તથા મધ્યમ વર્ગનાં બાળકોને કિડ્ઝ સિટીથી દૂર રાખવાના કૃત્યના વિરોધમાં કોંગ્રેસપક્ષના તમામ કોર્પોરેટરો વગેરે ૩૧મીના કાંકરિયા કાર્નિવલના સમાપન સમારોહનો બહિષ્કાર કરે છે.

તેમણે ચીમકી ઉચ્ચારતાં કહ્યું કે, અગાઉ કાંકરિયા લેકફ્રન્ટનું નિમાર્ણ કરી ગરીબ અને મધ્યમ વર્ગ પાસેથી એન્ટ્રી ફી વસૂલ કરવાનું અમાનવીય કૃત્ય કરનારા શાસક ભાજપે આવકનાં અન્ય સાધનો ઊભા કરી કિડ્ઝ સિટીમાં બાળકોની એન્ટ્રી વિનામૂલ્યે રાખવી જોઈતી હતી તેના બદલે માતા-પિતા કાંકરિયાની મુલાકાત લેવાનું ટાળે તેવી ફી વસૂલ કરવાનો નિર્ણય નહિ બદલે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી