નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે મોદીની નજર વિદેશી નાણાં પર


ભારતમાં ઈન્ડિયન પ્રિમિયર લીગ અઢળક નાણા ઉસેળી રહી છે. પરંતુ હવે તેની નજર વિદેશી નાણા પર છે. કેમ કે આવતા વર્ષથી આઈપીએલની કેટલીક મેચો (એક્ઝિબિશન મેચ) વિદેશની ધરતી પર યોજવામાં આવશે. પરંતુ તેનો મુખ્ય શો તો ભારતમાં જ થશે.

તમામ ટીમો વિદેશમાં 4-5 મેચો રમશે. મુખ્ય શ્રેણી બાદ આ તમામ મેચો રમવામાં આવશે, તેમ આઈપીએલ કમિશ્નર લલિત મોદીએ જણાવ્યું હતું.

જો કે મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આઈપીએલ હંમેશા ભારતમાં જ રહેશે. આઈપીએલની મુખ્ય સ્પર્ધા ભારતમાં જ થશે પરંતુ પ્રદર્શન મેચો વિદેશની ધરતી પર રમાશે જેનાથી વધારાની આવક મેળવી શકાશે. આંતરરાષ્ટ્રીય લીગની જેમ પ્રદર્શન મેચોને વિદેશમાં રમાડીને અમે વધારાની આવક મેળવવાનું વિચારી રહ્યા છીએ. મુખ્ય શ્રેણી પત્યા બાદ આ તમામ મેચો જુદા જુદા દેશોના વિવિધ સ્થળોએ રમાડવમાં આવશે, તેમ મોદીએ જણાવ્યું હતું.

જૂનથી જાન્યુઆરીના આઠ મહિના દરમિયાન કેટલાક વિકેન્ડમાં કેટલીક ટીમો પાસે ફાજલ સમય હશે જેના કારણે તેઓ વિદેશમાં કેટલીક મેચો રમી શકશે. વર્ષ 2011થી તમામ ટીમો આ રીતે દર વર્ષે વિદેશમાં 4 થી 5 મેચો રમશે. જેમાંની એક મેચ મિડલ ઈસ્ટ, એક દક્ષિણ આફ્રિકામાં અને એક અમેરિકામાં તથા અન્ય દેશમાં રમાશે, તેમ મોદીએ જણાવ્યું હતું.

આ મેચોથી કેવી રીતે નાણા કમાવી શકાશે તે અંગે જણાવતા મોદીએ કહ્યું હતું કે અમે વિદેશી જાહેરખબરો અને બ્રોડકાસ્ટર્સ વડે પૈસા ઉત્પાદન કરવાનું વિચારી રહ્યા છીએ. ઈન્ટરનેટ અને મોબાઈલ પર અમે મેચનું પ્રસારણ કરીને જાહેરખબરો દ્વારા આવક થશે.

જો કે મોદીએ સ્પષ્ટતા કરી હતી કે આઈપીએલની મુખ્ય શ્રેણી તો ભારતમાં જ રમાશે. તેમણે જણાવ્યું હતું કે હું જ્યારે કહું છું કે આઈપીએલ વિદેશમાં જશે પરંતુ તેમ નથી. મારા નિવેદનોને ખોટી રીતે લેવમાં આવે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !