નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ડરબનમાં ‘D’honi ગેંગનો ડંકો


>>ચોથા દિવસે ભારતીય બોલરોએ કમાલ કરી

>>ઝહિર ખાન, શ્રીસંત અને સ્પિનર હરભજને મેચમા ખૂબ જ સારું પ્રદર્શન કર્યું

>>સવારથી જ ધોની એક માસ્ટર પ્લાન સાથે મેદાનમાં ઊતર્યો હતો

>>બાઉચરને માત્ર ૧ રનના સ્કોર પર ઝહિરની બોલિંગમાં એલબી આઉટ કર્યો હતો

દક્ષિણ આફ્રિકા સામેનું ૩૦૩ રનનો લક્ષ્યાંક બહુ મોટો નહોતો, એમના ૧૧૧ રન તો થઈ ગયા હતા અને કાલિસ અને ડી વિલિયર્સ જેવા ધરખમ બેટ્સમેનો અણનમ હતા પરંતુ ચોથા દિવસે ભારતીય બોલરોએ કમાલ કરી. ભારત ટેસ્ટમાં નંબર વન શા માટે છે એ ધોની એન્ડ કંપનીએ સારી રીતે આફ્રિકાને સમજાવી દીધું હતું.

લો સ્કોરિંગ મેચમાં ભારતે અદભૂત પ્રદર્શન કરીને દ. આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ જીતી લીધી છે. ધોનીએ આ જીત માટે ભારતના બોલરોને શ્રેય આપ્યું હતું. ભારતના ઝડપી બોલર ઝહિર ખાન, શ્રીસંત અને સ્પિનર હરભજને મેચમા ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું જ્યારે બેટિંગના મોરચે લક્ષ્મણની અદભૂત ઇનિંગની મદદથી ભારત ૮૭ રને જીત મેળવી શક્યું હતું.

પ્રથમ ટેસ્ટમાં ભારતીય બોલરો દ. આફ્રિકાની ૨૦ વિકેટો પણ લઈ શક્યા ન હતા, જેનાથી ચિંતિત ભારતીય સુકાનીએ બીજી ટેસ્ટમાં ભારતનાં બોલિંગઆક્રમણની પ્રસંશા કરી હતી. ઝહિર ખાન પર ઓળઘોળ જણાતા ધોનીએ અન્ય બોલરોની પણ સરાહના કરી હતી. 

૩૦૩ રનને ચેઝ કરવા મેદાનમાં ઊતરેલી દ.આફ્રિકાની ટીમે ત્રીજા દિવસના અંતે ૩ વિકેટના ભોગે ૧૧૧ રન બનાવી લીધા હતા, ત્યાર બાદ આજે સવારે પ્રથમ સેશનમાં બેટિંગમાં આવેલા દ. આફ્રિકાના બેટ્સમેન કાલિસ અને ડી વિલિયર્સે ખૂબ જ ગંભીરતાથી ટીમનો સ્કોર આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ બંને વચ્ચે ૪૧ રનની પાર્ટનરશિપ થઈ હતી અને તેઓ ભારત માટે વધુ ખતરનાક સાબિત થાય તે પહેલાં શ્રીસંતના એક ઘાતકી બાઉન્સને ખાળવામાં દ.આફ્રિકાનો પીઢ બેટ્સમેન કાલિસ નિષ્ફળ રહ્યો હતો અને તે સેહવાગને કેચ આપી બેઠો હતો. ચોથા દિવસની શરૂઆતમાં માત્ર ૧૨ રન ઉમેરી દ. આફ્રિકાને પ્રથમ ઝટકો લાગ્યો હતો ત્યાર બાદ બેટિંગમાં આવેલા પ્રિન્સ સાથે મળી ડી વિલિયર્સે ટીમનો સ્કોર આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો હતો.

સવારથી જ ધોની એક માસ્ટર પ્લાન સાથે મેદાનમાં ઊતર્યો હતો, તેણે એક છેડેથી હરભજન પાસે સતત બોલિંગ કરાવી હતી, જેનાં ફળસ્વરૂપે ભારતને ડી વિલિયર્સની વિકેટ મળી હતી. હરભજનની બોલિંગમાં ડી વિલિયર્સ એલબી આઉટ થયો હતો, ત્યાર બાદ ભારતના ઝડપી બોલર ઝહિર ખાને આક્રમણ કર્યું હતું. ઝહિર ખાને દ.આફ્રિકાના વિકેટકીપર બાઉચરને માત્ર ૧ રનના સ્કોર પર ઝહિરની બોલિંગમાં એલબી આઉટ કર્યો હતો ત્યાર બાદ સ્ટેઇન પણ ઝહિરનો શિકાર બન્યો હતો અને તે પૂજારાને કેચ આપી બેઠો હતો. 

બીજી બાજુ પ્રિન્સ એક છેડો સાચવીને ઊભો હતો, તેની સાથે બેટિંગમાં આવેલા હેરિસે ભારતના બોલરોને થોડાક પરેશાન કર્યા હતા. બંને વચ્ચે ૨૭ રનની પાર્ટનરશિપ થઈ હતી, જોકે ફરી એકવાર ઝહિરના એક અદ્ભુત બોલને સમજવામાં થાપ ખાઈ જતાં હેરિસ ક્લિનબોલ્ડ થયો હતો, ત્યાર બાદ બેટિંગમાં આવેલા મોર્કેલ અને પ્રિન્સ વચ્ચે ૩૩ રનની ભાગીદારી નોંધાઈ હતી. 

આ બંને બેટ્સમેનો ક્રીઝ પર ભારતની મુશ્કેલી વધારી રહ્યા હતા. ત્યારબાદની ઓવરમાં ઈશાન્ત શર્માએ મોર્કેલને નિશાન બનાવી વિકેટની પાછળ ધોનીના હાથમા કેચ પકડાવી પેવેલિયન પરત મોકલી દીધો હતો. આ સમયે દ. આફ્રિકાનો સ્કોર ૨૧૫ રન હતો. 

દ. આફ્રિકાના અંતિમ બેટ્સમેનના સ્વરૂપમાં સોત્સોબે ક્રીઝ પર આવ્યો હતો. ઇશાન્ત શર્માની બોલિંગમાં શોર્ટ લેગ પર ઊભેલા પૂજારાએ એક અદભૂત રનઆઉટમાં સોત્સોબેને પેવેલિયન પરત મોકલી ટેસ્ટ શ્રેણીમાં બરોબરી કરી લીધી છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી