નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જળવાઇ રહે વેકેશનનો આનંદ

બહારગામ ફરીને આવ્યા બાદ જો થોડું પ્લાનિંગ કરીને નવા વર્ષની શરૂઆત કરશો, તો આ દિવાળીના વેકેશનમાં માણેલા આનંદને આખું વર્ષ જાળવી રાખી શકશો.

‘હાશ! હવે નિરાંત થઇ. દિવાળીના વેકેશનમાં ફરવા જવાની મજા આવે, પણ પાછા આવીને દમ નીકળી જાય. બાળકોને દિવાળીનું હોમવર્ક કરાવવાનું બાકી હોય, પાંચ-છ દિવસ બહારગામ જઇએ એટલે ઘરની સાફસફાઇ કરવાની, કપડાં ધોઇને ઇસ્ત્રી કરી પાછા ગોઠવવાના અને જે લોકો દિવાળીમાં મળવા ન આવ્યાં હોય એ બધાં મળવા આવે એટલે તેમની આગતા-સ્વાગતા કરવાની. વળી, પતિમહાશયની નોકરીમાં તો રજા હોય નહીં, એમને તો સમયસર ટિફિન બનાવી આપવું પડે. આજે વળી કામવાળી બાઇ આવી ગઇ એટલે થોડી નિરાંત થઇ.’ શીતલ બપોરના સમયે સોફા પર બેઠી બેઠી ટીવી પ્રોગ્રામ જોતાં જોતાં વિચારતી હતી.

લોપાએ તો આ વર્ષે તેઓ દિવાળીમાં સપરિવાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો, ત્યારથી જ ઘરના અને ઓફિસના કામ અંગે પ્લાનિંગ કરી લીધું હતું. એણે જેવું વેકેશન શરૂ થયું કે તરત જ બાળકોને સ્કૂલમાંથી આપવામાં આવેલું હોમવર્ક કરાવી લીધું. પોતાને સાથે જે કંઇ કપડાં લઇ જવાનાં હતાં, તે બધાં અલગ કાઢી પાછા આવીને જે કપડાં પહેરવાના હતાં તે નક્કી કરીને ઇસ્ત્રી કરી તૈયાર રાખ્યા હતાં. બાઇને પણ કહી દીધું હતું કે અમે આવીએ એટલે કામ પર પાછી આવી જજે. આથી ફરીને આવ્યા બાદ એણે બહારગામથી જે લાવી હતી તે વસ્તુઓ ગોઠવવા અને સગાસંબંધીઓને ફોન કરવાના કે મળવાનું જ હતું. એ થોડા નાસ્તા અને મીઠાઇ બહારગામથી લેતી આવી હોવાથી ઘરે મળવા આવનારાને એણે એ જ સર્વ કર્યા જેથી મહેમાનોને પણ લાગ્યું કે લોપાએ તેમને જ્યાં ફરવા ગઇ હતી, ત્યાંની વેરાઇટી ચખાડી.

તમે પણ આ વર્ષે વેકેશનમાં ફરીને આવ્યાં હશો. વેકેશનમાં માણેલો આનંદ અને મજા આખું વર્ષ યાદ રહે અને રોજિંદી દિનચર્યા પહેલાંની જેમ જ ગોઠવાઇ જાય તે માટે શું કરવું એ વિશે મારે તમને કહેવાની તો જરૂર નથી. આજે કેટલીક એવી નાની નાની બાબતો વિશે જાણીએ જે તમારા વેકેશનના આનંદને થાકમાં બદલી ન નાખે. જો તમે ફરવા જવાનું પ્લાનિંગ કર્યું હોય તો જ્યારે બાળકોને વેકેશન શરૂ થાય કે તરત પહેલાં તેમને સ્કૂલમાંથી આપવામાં આવેલું હોમવર્ક પૂરું કરવાનું કહી દો. જેથી તેઓ હોમવર્ક બાકી હોવાના બોજથી છૂટકારો મેળવી શકે અને તમને પણ બાળકોને હોમવર્ક કરાવવાનું બાકી છે તેની ચિંતા ન રહે. કદાચ જો તેમને હોમવર્ક કરાવવાનું બાકી હોય તો તેમને સમયમર્યાદામાં તેમનું હોમવર્ક પૂરું કરવાનું જણાવી દો. જ્યાં જરૂર લાગે ત્યાં હોમવર્કમાં મદદરૂપ પણ થાવ જેથી બાળકોનો પણ વેકેશનનો આનંદ જળવાઇ રહે.

ફરીને આવ્યા પછી ઘરની સાફસફાઇ કરવાની હોય તો તેમાં બાળકોને પણ કામકાજ સોંપો. જેમ કે, ધોયેલા કપડાં સૂકાઇ ગયાં હોય તો તે ગડી વાળીને ગોઠવી દે. પોતાના કપડાને જાતે ઇસ્ત્રી કરી લે. તમે બહારગામથી સગાસંબંધી કે મિત્રો માટે કંઇ વસ્તુ લાવ્યા હો, તો તે તેમને પહોંચાડી દે. આવા નાના નાના છતાં અગત્યના કામમાં બાળકોને સામેલ કરવાથી તમારું કામ ઓછું થવા સાથે બાળકોને પણ પોતે તમને ઉપયોગી થયાનો આનંદ આવવા સાથે તેમને તાલીમ પણ મળશે.

ફરવા ગયાં હો, ત્યાંના ફોટોગ્રાફ લીધા હોય તો રોલ ધોવા આપવા અને ફોટોગ્રાફ કલેકટ કરી, તેને આલબમમાં ગોઠવવાનું કામ બાળકોને સોંપી દો. બાળકોને આવા કામ કરવાનો આનંદ આવવા સાથે તમારું કામ પણ થઇ જશે. તમે નોકરી કરતાં હો, તો રોજિંદા સમય કરતાં થોડા વહેલા ઊઠીને વધારાનું કામ પૂરું કરો. બહારગામ લઇ ગયેલા કપડાં ડ્રાયકલીનિંગમાં આપ્યા હોય તે વ્યવસ્થિત ગોઠવી દો. કામ કરવા માટે બાઇ આવતી હોય તો તમે ઓફિસે ગયા બાદ તેણે શું કામ કરવાનું છે તે અંગે બાઇને સૂચના આપવાની સાથે બાળકોને પણ સૂચના આપો કે આજે આટલું કામ પૂરું થઇ જાય તેનું ધ્યાન તમારે રાખવાનું છે.

તમે બહારગામથી જે વસ્તુ ઘરસજાવટ માટે લાવ્યા હો, તે બાળકોને આપી તેમને તે ગોઠવવા દો. નવા વર્ષમાં જેમને મળવા ન જઇ શક્યાં હો, તેમને ફોન કરીને મળવા જાવ. આ રીતે સામાજિક સંબંધો પણ જળવાઇ રહેશે. હવે તો વેકેશન પૂરું થવાને થોડા જ દિવસો બાકી હોવાથી બાળકોને દિવસ દરમિયાન થોડો અભ્યાસ કરવાનું જણાવી દો. જેથી સ્કૂલ શરૂ થાય ત્યાં સુધીમાં તેમને પોતે અત્યાર સુધીમાં જે ભણ્યા તે ફરી યાદ થઇ જાય.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !