નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

'2-જી કૌભાંડમાં સોનિયા ગાંધીને ૩૬,૦૦૦ કરોડ મળ્યા'


- અમદાવાદમાં ડૉ. સુબ્રમણ્યમ સ્વામીનો ધડાકો

- જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં રાજાની સાથે સોનિયા અને કરુણાનિધિનાં નામ પણ દાખલ કરાશે

કેન્દ્રમાં આચરાયેલા રૂપિયા ૬૦ હજાર કરોડના ૨જી સ્પેકટ્રમ કૌભાંડમાં ૩૫ ટકા મુજબ કમિશન મળ્યું છે. જેમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજાને માત્ર ૧૦ ટકા લેખે ૬ હજાર કરોડ મળ્યાં છે,બાકીના ૧૮ હજાર કરોડ કરુણાનિધિને મળ્યાં છે,જ્યારે ૩૬ હજાર કરોડ કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ સોનિયા ગાંધીના હિસ્સે આવ્યાં છે. 

જે તેમણે તેમની બે બહેનોને વિદેશ મોકલી આપ્યાં છે એટલે તેના ટ્રાન્ઝેક્શનની વિગત અમેરિકા પાસેથી મંગાવવામાં આવી છે.જે મળી ગયા બાદ જાન્યુઆરી-૨૦૧૧માં સુપ્રીમ કોર્ટમાં રાજાની સાથોસાથ કરુણાનિધિ અને સોનિયા ગાંધીના નામો પણ દાખલ કરવામાં આવશે.

અમદાવાદમાં ભારતીય વિચાર મંચના ઉપક્રમે ‘શું ભ્રષ્ટાચાર ભારતની સૌથી મોટી સમસ્યા છે?’ એ વિષયમાં ટુ-જી સ્પેકટ્રમ ટેલિકોમ કૌભાંડને સંદર્ભ બનાવીને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા જનતા પાર્ટીના સાંસદ અને પક્ષ પ્રમુખ ડૉ. સ્વામીએ પ્રવચન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ૨જી સ્પેકટ્રમ ટેલિકોમ કૌભાંડમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજાએ તેમણે અગાઉથી નક્કી કર્યા મુજબની બે કંપનીઓને લાયસન્સ આપ્યા હતા. જેમણે ૮ ગણી રકમ લઈને બે વિદેશી કંપનીઓને આ લાઇસન્સ વેચી નાંખ્યાં છે. જેના કારણે રાષ્ટ્રિય સુરક્ષાનો પ્રશ્ન ઉભો થયો છે. 


ડૉ.સ્વામીના કહેવા મુજબ સીએજીએ એવી જાહેરાત કરી છે કે જો લિલામ કરીને આ લાઇસન્સ અપાયા હોત તો રૂ.૧.૭૬ લાખ કરોડ જેટલી રકમ મળી શકી હોત એટલે કે આટલી મોટી રકમથી તો દેશની ત્રણ ગણી ખાધ ભરપાઈ કરી શકાય તેમ છે. હવે કૌભાંડમાં આંતરરાષ્ટ્રિય ધોરણો મુજબ ૩૫ ટકા લેખે કમિશન મળે છે અને એ પ્રમાણે ૬૦ હજાર કરોડ કમિશન પેટે મેળવાયા છે. જેમાંથી પૂર્વ કેન્દ્રિય મંત્રી રાજાને ૧૦ ટકા લેખે ૬ હજાર કરોડ મળ્યાં છે.

કરુણાનિધિને ૧૮ હજાર કરોડ અને સોનિયા ગાંધીને ૩૬ કરોડ મળ્યાં છે. સોનિયાએ આ રકમ પૈકીના ૧૮-૧૮ હજાર કરોડ રૂપિયા તેમની વિદેશમાં રહેતી બે બહેનોને મોકલાવી આપ્યાં છે. જોકે આવા ટ્રાન્ઝેક્શનની નોંધ અમેરિકા દ્વારા રખાતી હોવાથી ડૉ.સ્વામીએ તેની વિગતો અમેરિકા પાસેથી મંગાવી છે. જે મળી ગયા પછી તેઓ આગળની કાર્યવાહી હાથ ધરશે. ડૉ.સ્વામીએ કહ્યું હતું કે તેમણે અત્યારે સુપ્રીમ કોર્ટમાં જે કેસ કર્યો છે. તેમાં રાજાના નામને સામેલ કર્યો છે. 

હવે અમેરિકા પાસેથી મંગાવેલી વિગતો મળી ગયા પછી તેઓ કેસમાં સોનિયા અને કરુણાનિધિના નામો દાખલ કરશે. સુપ્રીમ કોર્ટમાં તેમણે પોતે પબ્લિક પ્રોસિક્યુટરની હેસિયતથી ઉપસ્થિત થવાની માગણી કરી છે. જે સ્વીકારાઈ છે એટલે તેઓ કોર્ટમાં આ બાબતે સંડોવાયેલાઓને સજા મળે તેવા પ્રયત્ન કરશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !