ગુજરાતમાં ચાલતા તબીબી, ઇજનેરી અને એગ્રિકલ્ચરના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ધો-૧૨ વિજ્ઞાન પાસ તથા પરીક્ષા દેનાર વિદ્યાર્થી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-૨૧૧ માટે હાલ અરજી કરી શકે છે. પરીક્ષા તા. ૭-૪-૨૦૧૧ને ગુરુવારના રોજ યોજાશે.
અરજીપત્ર: વિશેષ માહિતી માટે ક્લિક: www.gseb.org. છેલ્લી તા. ૨૭-૧૨-૨૦૧૦ છે.
સ્ટાફ સિલેકશન દ્વારા કલર્કની ભરતી: આ માટે યોગ્યતા ધોરણ-૧૦ પાસ. વય: ૧૮થી ૩૫ વર્ષ. લેખિત પરીક્ષા: તા. ૨૭-૨-૨૦૧૧ના રોજ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ખાતે યોજાશે. ક્લિક: www.ssc.nic.in. છેલ્લી તા. ૩૧-૧૨-૨૦૧૦ છે.
નૌકાદળમાં લોજિસ્ટિક કેડરમાં ભરતી: નૌકાદળની એક્ઝિક્યુટિવ શાખામાં શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર તરીકે અપરિણીત ઉમેદવારોની ભરતી થઇ રહી છે.
વયમર્યાદા: સાડા ૧૯થી ૨૫ વર્ષ હોવી જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા: સર્વિસ સિલેકશન બોર્ડ દ્વારા સમાવિષ્ટ ઉમેદવારોને જાન્યુ-જુલાઇ-૨૦૧૧માં બેંગ્લોર/ ભોપાલ/કોઇમ્બ્તુર ખાતે ટેસ્ટ માટે બોલાવાશે. www.nausena-bharti.nic.in. છેલ્લી તા. ૨૭ ડિસે.
દેના બેન્કમાં ઓફિસર્સ ભરતી: દેના બેન્ક દ્વારા પ્રોબેશનરી ઓફિસરની ૧૦૦ જગ્યાઓ પર ૨૧થી ૨૫ વર્ષના ગ્રેજ્યુએટ ઉમેદવારોની ભરતી થઇ રહી છે. લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૨૭-૨-૨૦૧૧ના રોજ અમદાવાદ ખાતે યોજાશે.
અરજીપત્ર: ક્લિક: www.dena-bank.com. છેલ્લી તા. ૨૮-૧૨-૨૦૧૦ છે.
ઓલ ઇન્ડિયા પ્રિ-મેડિકલ ટેસ્ટ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ઓલ ઇન્ડિયા પ્રિ-મેડિકલ/ પ્રિ-ડેન્ટલ એન્ટ્રન્સ એકઝામિનેશન (AIPMT)-૨૦૧૧ યોજાનાર છે. આ પરીક્ષા દ્વારા ઓલ ઇન્ડિયાની સરકારી/ ગ્રાન્ટ ઇન એઇડ કે મ્યુનિસપિલ હસ્તકની મેડિકલ/ ડેન્ટલ કોલેજોમાં ૧૫ ટકા બેઠકો પર પ્રવેશ આપવામાં આવે છે. બાયોલોજી ગ્રૂપના વિદ્યાર્થીઓ આ પરીક્ષા દ્વારા મેડિકલ/ ડેન્ટલમાં પ્રવેશની તક ઝડપી શકે છે.
પરીક્ષાપદ્ધતિ: સૌપ્રથમ પ્રિલિમિનરી ટેસ્ટ તા. ૩ એપ્રિલ, ૨૦૧૧ના રોજ ગુજરાતમાં અમદાવાદ ખાતે યોજાશે. ઓનલાઇન અરજી માટે ક્લિક: www.aipmt.nic.in. છેલ્લી તા. ૭-૧-૨૦૧૧ છે.
કોલેજ ઓફ એગ્રિ બિઝનેસ મેનેજમેન્ટ: જી. બી. પંત યુનિ. ઓફ એગ્રિકલ્ચર એન્ડ ટેક્નોલોજી, સંલગ્ન કોલેજ ઓફ એગ્રિ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે બે વર્ષમાં પૂર્ણ સમયના એગ્રિકલ્ચર તથા ઇજનેરી અભ્યાસ સંબંધિત એમબીએમાં પ્રવેશ માટે અરજી કરી શકાય છે.
પ્રવેશપ્રક્રિયા: આઇઆઇએમ-કેટ, ૨૦૧૦ના સ્કોરને આધારે પ્રવેશ અપાશે. www.cabm.ac.in. છેલ્લી તા. ૩૧-૧૨-૧૦ છે.
ભારતીય નૌકાદળમાં ભરતી: નૌકાદળમાં સિનિયર સેકન્ડરી અંતર્ગત ભરતી: ભારતીય નૌકાદળમાં સિનિયર સેકન્ડરી રિક્રુટ્સ અંતર્ગત અપરિણીત પુરુષ ઉમેદવારોની ભરતી થઇ રહી છે.
યોગ્યતા: મેથ્સ અને ફિઝિકસ તથા કેમિસ્ટ્રરી/બાયોલોજી/કોમ્પ્યૂટર સાયન્સમાંથી કોઇ એક વિષય સાથે ધો-૧૨ પાસ અરજીપાત્ર છે.
વયમર્યાદા: ઉમેદવારનો જન્મ તા.૧ ઓગસ્ટ, ૧૯૯૦થી ૩૧ જુલાઇ, ૧૯૯૪માં થયો હોવો જરૂરી છે.
અરજીપત્ર: ક્લિક: www.nausena-bharti.nic.in.. છેલ્લી તા. ૨૫-૧૨-૨૦૧૦ છે.
રેલવે ગ્રુપ-ડીમાં એક્સ-સર્વિસમેનની ભરતી: વેસ્ટર્ન રેલવે, રિક્રુટમેન્ટ સેલ દ્વારા ઇન્ડિયન નેશનલ એક્સ-સર્વિસમેનની ભરતી ટ્રેડમેન/ગેંગમેન/હેલ્પરની ગ્રુપ-ડીની જગ્યાઓ પર ૧૮થી ૩૩ વર્ષના ઉમેદવારોની ભરતી થઇ રહી છે.
અરજીપત્ર: ક્લિક: www.wr.indinarail. gov.in. અરજીની છેલ્લી તા.૨૭-૧૨-૨૦૧૦ છે.
મહારાષ્ટ્રમાં પીજી મેડિકલ/ડેન્ટલ પ્રવેશ: મહારાષ્ટ્રની અનએઇડેડ પ્રાઇવેટ મેડિકલ એન્ડ ડેન્ટલ કોલેજિસમાં ચાલતા એમડી/એમએસ/એમડીએસ તથા અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) યોજાનાર છે.
ક્લિક: www.amupmdc.org. છેલ્લી તા.૨૪-૧૨-૨૦૧૦ છે.
દેના બેન્ક દ્વારા કલર્કની ભરતી
અહીં ૧૮થી ૨૮ વર્ષના ઉમેદવારોએ ૬૦ ટકા સાથે ધો-૧૨ પાસ અથવા સ્નાતક હોવું જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા: લેખિત પરીક્ષા ૬ માર્ચ, ૨૦૧૧ના રોજ ગુજરાતમાં અમદાવાદ ખાતે યોજાશે.
Comments
Post a Comment