નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઝુકી ગયું ચીન: કાશ્મીરીઓને સ્ટેપલ વીઝા આપવાનું બંધ કર્યું


>સ્ટેપલ વીઝા મુદ્દે ચીન ઝુકી ગયું
>જમ્મુ-કાશ્મીરના લોકોને સામાન્ય વીઝા જારી કરશે
>ચીને આધિકારીક ઘોષણા કરી નથી
>ભારત તરફથી નિવેદન જારી થયું નથી

જમ્મુ-કાશ્મીરના લોકો માટે ચીને હવે સ્ટેપલ વીઝા આપવાનું બંધ કર્યું છે. ચીને આ પગલું કોઈપણ પ્રકારની આધિકારીક ઘોષણા વગર ઉઠાવ્યું છે. ઉચ્ચ સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ચીને તેની આધિકારીક ઘોષણા એટલા માટે કરી નથી, કારણ કે તે જાહેર થવા દેવા માંગતુ નથી કે આ પગલું ભારતના દબાણમાં ઉઠાવવામાં આવ્યું છે.

ભારત તરફથી નિવેદન જારી થયું નથી

નવી દિલ્હીના એક ઉચ્ચ સરકારી સૂત્રનું કહેવું છે કે સ્ટેપલ વીઝા મામલાની સંવેદનશીલતાને જોતાં ભારત તરફથી પણ આ સંદર્ભે આધિકારીક રીતે નિવેદન જારી કરવામાં આવી રહ્યું નથી.

ચીનના વડાપ્રધાન વેન જિયાબાઓની યાત્રા દરમિયાન ચર્ચા નહીં

ચીનના વડાપ્રધાન વેન જિયાબાઓએ 15-17 ડિસેમ્બરે ભારતની યાત્રા દરમિયાન વડાપ્રધાન મનમોહન સિંહે વાતચીત વખતે સ્ટેપલ વીઝાનો મામલો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ મુદ્દો અધિકારીઓ વચ્ચે વાતચીતથી ઉકેલી લેવાશે. આ પ્રકારે ચીનના વડાપ્રધાને એમ કહેવાની કોશિશ કરી હતી કે તે એટલો મોટો મુદ્દો નથી કે તેના પર બે વડાપ્રધાનો વચ્ચે વાતચીત થાય. જો કે અહીંના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે ચીને કોઈપણ સાર્વજનિક એલાન વગર જમ્મુ-કાશ્મીરના લોકોને સામાન્ય વીઝા જારી કરવાનું શરૂ કરી દીધું છે.

એશિયન ગેમ્સ પહેલા આપ્યા હતા, સામાન્ય વીઝા

વાસ્તવમાં વડાપ્રધાન વેન જિયાબાઓના ભારત આવતા પહેલા ચીને એશિયાઈ ગેમ્સ માટે જમ્મુના એક કલાકારને સામાન્ય વીઝા જારી કર્યો હતો. પરંતુ ત્યારે તેને એશિયન ગેમ્સ સાથે જોડીને જોવામાં આવ્યું હતું અને અહીં ચીની દૂતાવાસના પ્રવક્તા તરફથી આ સંદર્ભે જવાબ આપવામાં આવ્યો હતો કે ચીનની વીઝા નીતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી.

કાશ્મીરને ચીને વિવાદાસ્પદ ગણાવ્યું હતું

ચીને ગત કેટલાંક વર્ષોથી જમ્મુ-કાશ્મીરના લોકોને પાસપોર્ટ પર સ્ટેપલ વીઝા જારી કરવાનું શરૂ કર્યું હતું. કારણ કે ચીને જમ્મુ-કાશ્મીરને એક વિવાદાસ્પદ વિસ્તાર ગણાવ્યો હતો. પરંતુ આ વર્ષે જુલાઈમાં જ્યારે ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના વડા લેફ્ટિનેન્ટ જનરલ બી. એસ. જસવાલને જમ્મુ-કાશ્મીરમાં તેનાત હોવાના કારણે ચીને સ્ટેપલ વીઝા આપવાની કોશિશ કરી, તો ભારતે જસવાલની આગેવાનીમાં ચીન જઈ રહેલા સૈન્ય શિષ્ટમંડળની યાત્રા જ રદ્દ કરી દીધી હતી. ત્યાર બાદ ભારતે ચીન સાથે સંરક્ષણ સંબંધો સ્થગિત કરવાની ઘોષણા કરી હતી.

સંરક્ષણ સંબંધો બહાલ થવાની પ્રબળ શક્યતા

ચીને ભારત સાથે સંરક્ષણ સંબંધ બહાલ કરવામાં રસ દેખાડયો છે. માટે હવે ભારતની સ્ટેપલ વીઝા સંદર્ભેની ફરીયાદ માની લેવાયા બાદ આશા કરવામાં આવી રહી છે કે સંરક્ષણ આદાન-પ્રદાન ફરીથી શરૂ થશે. ભારત અને ચીને નૌસૈનિક યુદ્ધ જહાજદોને એકબીજાને ત્યાં સદભાવના યાત્રા પર મોકલવાની શરૂઆત કરી હતી અને સંયુક્ત પેસેજ કવાયત પણ કરી છે. આ સિવાય બંને દેશોની સેના વચ્ચે પણ 2008 અને 2009માં સંયુક્ત અભ્યાસ થઈ ચુક્યો છે. આ સિવાય બંને દેશોની સેનાના શિષ્ટમંડળો એકબીજાને ત્યાં યાત્રા પર આવતાં રહ્યાં છે.

વિવાદને કારણે સંબંધોમાં જટિલતા આવી

જમ્મુ-કાશ્મીરને લઈને ચીન હાલ તટસ્થ વલણ અપનાવી રહ્યું છે. પરંતુ જમ્મુ-કાશ્મીરના લોકો માટે સ્ટેપલ વીઝાનો મુદ્દો ઉઠાવીને ચીને સંબંધોને વધુ જટિલ બનાવી દીધા છે. ચીનના આ વલણે ભારત માટે ચિંતા ઉપજાવી છે. માટે ભારતીય વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણાને ચીને સપ્ટેમ્બર માસમાં થયેલી યાત્રામાં એમ કહેવું પડયું હતું કે ચીન માટે જે પ્રકારે તિબેટ અને તાઈવાન સંવેદનશીલ મુદ્દા છે, તેવી રીતે જમ્મુ-કાશ્મીર પણ ભારત માટે રાષ્ટ્રીય મહત્વનો મુદ્દો છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી