નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નિતનવા આકર્ષક દુપટ્ટા

વર્તમાન ફેશનના યુગમાં જ્યારે દરેક બાબતે નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, ત્યારે ડ્રેસ પરના દુપટ્ટા અને ઓઢણીમાં પણ નવી ડિઝાઈન અને તેના વિવિધ ઉપયોગ જોવા મળે છે. હવે ડ્રેસની ઉપર હેવી દુપટ્ટા પહેરવાની ફેશને માઝા મૂકી છે. બજારમાં પણ અનેક ડિઝાઈનની ઓઢણી અને હેવી વર્ક અને મટિરિયલના દુપટ્ટા મળે છે. થોડા સમય પહેલાં જ્યોર્જટ, પોલીએસ્ટર, સુતરાઉ જેવા મટિરિયલના દુપટ્ટાઓનો ઉપયોગ વધારે થતો હતો, પણ આજના બદલાતા વાતાવરણમાં દુપટ્ટાના કારણે યુવતીઓના પહેરવેશનું રૂપ બદલાયું છે.

બદલાતી ફેશનની સાથે ફક્ત ડ્રેસની ઉપર જ નહી, પણ જીન્સની ઉપર કુર્તીની સાથે પણ હવે દુપટ્ટા પહેરવામાં આવે છે. દુપટ્ટામાં તેના કારણે જ વિવિધતા આવી છે. ડ્રેસના દુપટ્ટા હવે જીન્સ ઉપર પહેરવામાં આવતા દુપટ્ટામાં પણ ઘણો તફાવત છે. જેમાં અનોખા પ્રકારના અલગ અલગ વેરાયટીના દુપટ્ટા જોવા મળે છે. ફિલ્મોમાં જે રીતે દુપટ્ટાનો ઉપયોગ કરવામાં આવે તે પ્રકારે જ યુવતીઓ પણ રોજીંદા જીવનમાં તેનો ઉપયોગ કરતી જોવા મળે છે.

જીન્સ, ટોપ અને ફેશનેબલ વસ્ત્રોની દુનિયામાં દુપટ્ટાએ આજે પણ તેનું સ્થાન જાળવી રાખ્યું છે અને પોતાની એક અલગ ઓળખ જાળવી રાખી છે. સુંદર દુપટ્ટો જ્યારે હવામાં લહેરાતો હોય છે ત્યારે સુંદરમાં સુંદર વિદેશી વસ્ત્રો પણ તેની સામે ઝાંખા લાગે છે. તેનું આકર્ષણ જ અલગ છે જે દરેકને પોતાની તરફ આકર્ષે છે. ફ્લોરલ પ્રિન્ટ, બાટીક પ્રિન્ટ, વેજીટેબલ પ્રિન્ટ, પેચ વર્કના અને બ્રાસોના દુપટ્ટાઓ ખૂબ જ આકર્ષક લાગે છે.

વળી તેમાં જો દુપટ્ટાની બોર્ડર પર હેવી લેસ અથવા વર્કવાળી લેસ હોય તો પછી પૂછવાનું જ શું? હાલમાં બજારમાં ઘણાબધા પ્રકારના દુપટ્ટાઓ મળે છે, જેમાં કરાંચી દુપટ્ટા, કોટન ક્રોશિયો દુપટ્ટા, હેવી કોટન બ્રોકેટ દુપટ્ટા અને જગિજેગ દુપટ્ટાની ઘણી માગ છે. તેમાં પણ બંધેજ દુપટ્ટા તો યુવતીઓની પસંદગીમાં હરહંમેશ પ્રથમ સ્થાને રહેલા છે. આ પ્રકારમાં જ રંગબેરંગી રંગોના અને હંવી વર્ક વાળા ફુલકારી વર્કના દુપટ્ટા પણ પસંદગીના સ્થાનમાં છે.

બનજારા, જામા અને બાંધણીના દુપટ્ટા યુવતીઓમાં સૌથી વધુ લોકપ્રિય છે. એટલા બધા રંગબેરંગી સુંદર દુપટ્ટાઓ બજારમાં મળે છે કે જો તેને ઓઢી લેવામાં આવે તો જાણે ઇન્દ્રઘનુષને ઓઢી લીધું હોય.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !