નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આજે એકલા છો તો નો પ્રોબેલ્મ!

આજે ન્યૂ યરની પાર્ટીમાં તમારી સાથે આવવા માટે કોઈ જ નથી અને તમે એકલા એકલા પાર્ટીમાં જવા માંગતા નથી. ઘરમાં બેસીને એકલા બોર થવા કરતા તમારા મગજને સેટ કરો અને એન્જોય કરો નવા વર્ષની આ સાંજને કંઈક અલગ કરીને.

1. મૂવી મજા: થિયેટરમાં એકલા બેસીને મૂવી જોવા કરતા તો સારુ છે કે ઘરમાં શાહી અંદાજમાં એકલા મૂવી જુઓ. બહારથી કંઈક નાસ્તો ઓર્ડર કરો જેમ કે પિઝા અથવા બર્ગર. તમને ગમતી કે ન જોઈ હોય એવી ફિલ્મની ડીવીડી લગાડીને બેસી જાવ તમારા પ્રાઈવેટ હોમ થિયેટરની સામે. ફિલ્મ જોતા જોતા તમને યાદ પણ નહીં રહે કે આજે ન્યૂ યરની પાર્ટી હતી અને તમે એકલા હોવાને કારણે કોઈ પાર્ટીમાં જઇ ન શક્યા.

2. નાઈટ આઉટ: તમારા મિત્રોને ફોન કરો જે તમારી જેમ એકલા એકલા ક્યાય બહાર ન જઈ શક્યા. તેમને તમારા ઘરે બોલાવો અથવા તમે તેમના ઘરે પહોંચી જાવ. ગેમ્સ રમો અને ડ્રિન્ક કરો.

3. ડ્રાઈવ પર જાવ: પાર્ટીના મોસમાં ડ્રાઈવ પર જવુ થોડુ અલગ છે પણ એકલા રહેવા કરતા ગાડીમાં મિત્રો સાથે મ્યુઝિક સાંભળતા સાંભળતા ડ્રાઈવ પર જવાની મજા પણ અલગ હોય છે. હા, પણ ડ્રિન્ક કરીને ડ્રાઈવ કરવાની ભૂલ ક્યારેય ન કરશો.

4. કુકિંગ કરો: બની શકે કે તમને કંઈ પણ કુક કરતા ન આવડતુ હોય પણ આજે જેમ કે તમે એકલા છો તો રાત્રે કેક બનાવવાનો પ્રયત્ન કરો અથવા તમને ભાવતી કોઈ એકાદ ડિશ પર તમારો હાથ અજમાવી જુઓ.

5. જૂના મિત્રોને યાદ કરો: ફેસબુક પર એવા મિત્રોની યાદી બનાવો જેને તમે ઘણા સમયથી મળ્યા ન હોવ અથવા વાત ન કરી હોય. બની શકે કે તેમાંથી પણ કોઈ તમારી જેમ આજે એકલા હોય. જૂના દિવસોને યાદ કરો, જૂના મિત્રોને મળો.

6. ડાન્સ ડાન્સ: ભલે તમારી સાથે કોઈ ન હોય પણ તમને ડાન્સ કરવો ગમતો હોય તો કોઈ પણ ડિસ્કો થેકમાં પહોંચી જાવ અને મન મૂકીને નાચો. બધા પોતાની મસ્તીમાં મસ્ત હશે એટલે તમને જોવા કોઈ નવરુ નહીં હોય અને જો કોઈ હશે તો તમને તેનો સાથ મળી જશે.

7. સરપ્રાઈઝ આપો: કોઈ યુવતી કે યુવક તમને પસંદ કરે છે પણ તમે કોઈ બીજાને પસંદ કરો છો. હવે તમને ગમતી વ્યક્તિ તો તમારી સાથે આજે નથી તો જે વ્યક્તિ તમને પસંદ કરે છે તેની સાથે બહાર જાવ અને તેને સરપ્રાઈઝ આપો.

8. બ્લોગ લખો: આખા વર્ષ દરમિયાન તમને ઘણુ બધુ કહેવાનુ મન થયુ હશે પણ કહી નહીં શક્યા હોવ. અરે આજે જ ક્યાંક ન જઈ શકવાનો પણ ગુસ્સો મનમાં હશે. તો ગુસ્સાને મનમાં રાખવાનો કોઈ અર્થ નથી માટે લખો. બ્લોગ લખો, ફેસબુક ઉપર સ્ટેટસ શેર કરો, ટ્વિટર પર ટ્વિટ કરો....

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !