નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સિટી બેંક કૌભાંડ : મુખ્ય આરોપી શિવરાજ પુરીની ધરપકડ

સિટી બેંકની ગુડગાંવ બ્રાંચમાંથી રૂપિયા 250 કરોડ ખંખેરી લેનારા મુખ્ય ભેજાબાજ શિવરાજ પુરીની પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે પુરીને ગુડગાંવ ડિસ્ક્ટ્રીક્ટ કોર્ટમાં હાજર કર્યો હતો. શિવરાજ પુરીએ કોર્ટ સમક્ષ પોતાને નિર્દોષ ગણાવતા કહ્યું હતું કે મને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે અને ટૂંક સમયમાં જ હકીકત બહાર આવી જશે.

32 વર્ષના મૃદુભાષી એવા નવયુવાન શિવરાજ પુરીને પહેલી નજરે જોતા કોઈ કહી જ ન શકે કે તેણે આટલુ મોટુ કૌભાંડ આચર્યું હશે. પરંતુ સિટી બેંકના સ્ક્વોયર બિલ્ડિંગના આસિસ્ટંટ વાઈસ પ્રેસિડેન્ટ બીનૂ સોમનની ફરિયાદના આધારે બેંકના રિલેશનશિપ મેનેજર શિવરાજ પુરી, તેમની માતા દીક્ષા પુરી, નાના પ્રેમનાથ અને નાશી શીલા દેવી વિરૂદ્ધ છેતરપીંડિ તથા ષડયંત્ર રચવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ સંદર્ભે એસીપી ડીએલએફ દલવીર સિંહે જણાવ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ મહિનાથી કેટલાક સંકાસ્પદોના બેંક ખાતાઓમાં દર મહિને કરોડો રૂપિયાના ટ્રાંજેક્સન થતા હતાં. ત્યાર બાદ હાથ ધરવામાં આવેલી તપાસના આધારે આ કૌભાંડનો ખુલાસો થયો હતો.

પોલીસે હાથ ધરેલી તપાસમાં એક મહત્વનો પ્રશ્ન એ ઉભો થાય છે કે ખાનગી બેંકોમાં વર્ષમાં બે વાર ઓડિટ કરવાં આવતી હોવા છતાં ઘણા સમયથી ચાલી આવી રહેલા આ કૌભાંડથી બેંક અધિકારીઓ અજાણ્યા કેવી રીતે રહી શકે? તેથી આ કેસમાં બેંકના અન્ય અધિકારીઓની આરોપી રિલેશનશીપ મેનેજર પુરી સાથે મિલીભગત હોઈ શકે છે. આ કેસમાં બેંકના અન્ય અધિકારીઓ પણ શંકાના ઘેરામાં આવી શકે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી