નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ન્યૂયર પાર્ટીમાં જોવા મળશે રેટ્રો થીમ

૭૦ના દાયકામાં લોકો જેવો લુક ધરાવતા કપડાં પહેરતા હતા. કેવી સ્ટાઇલ અપનાવતા હતા. તે સમયમાં કેવી ફિલ્મો બનતી હતી અને કેવા પ્રકારના ગીતો બનતા હતા. તે તમામ વસ્તુનું કોમ્બિનેશન આ વખતે ન્યૂયરની થીમમાં જોવા મળશે. આ વખતે ન્યૂયર પાર્ટીમાં પણ વિવિધ હોટેલો અને અન્ય જગ્યાઓએ રેટ્રો થીમ આધારિત પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની એક જાણીતી હોટેલના ઓર્ગેનાઇઝર અબરાર કાદરીએ જણાવ્યું કે, લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે અમારે પાર્ટીની થીમ રાખવી હતી. તેના માટે અમે આ વખતે રેટ્રો નાઇટ્સનું આયોજન કર્યું છે. જેમાં ખાસ બોમ્બેની ઇવેન્ટ કંપની દ્વારા ડેકોરેશન કરવામાં આવશે. જેને ૭૦ના દાયકાની ફેશનને રીલેટેડ તૈયાર કરવામાં આવશે. આ સિવાય બોમ્બેના ડી.જે ૭૦ના દાયકાની હિટ ફિલ્મોના ફિલ્મોના ગીતો વગાડશે. અન્ય એક હોટેલના ઓર્ગેનાઇઝર વિશાલે જણાવ્યું કે, આ વખતે એકશન રિપ્લે ફિલ્મની અસર યંગસ્ટર્સના માનસપટ પર વધારે જોવા મળે છે. તેના કારણે અમે આ વખતે ૭૦ના ટ્રેન્ડ આધારિત થીમ રાખી છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી