નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હે બોલિવૂડ તને લાગ્યો ગુજરાતનો રંગ

૨૦૧૧નું વર્ષ આંગણે આવીને ઊભું છે,દરવાજે ટકોરા મારી રહ્યું છે અને ૩૧મી ડિસેમ્બરે રાત્રે ૧૨ના ટકોરે આપણા કેલેન્ડર જ નહીં, જીવનના પ્રુષ્ઠ પર પણ ૨૦૧૧ લખાઇ જશે. નવા મિલેનીયમનો આમ તો પ્રથમ દાયકો આખો સમાપ્ત થઇ ગયો અને છતાં લાગે છે કે આંખે હજી પલકારો જ માર્યો હોય ! રેતાળ એવા આ સમયના પટ પર કેટલીક ઘટનાઓ પગલાંની જેમ અંકિત થઇ જાય છે. કેટલીક ઘટનાઓ, કેટલાક બનાવો એવા છે કે કાળ પણ તેના પગલા સાચવે ! આ વિત્યા વર્ષમાં ગુજરાત પણ એવી અનેક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે જેની નોંધ વિશ્વએ કે દેશે લીધી હોય. અહીં પ્રસ્તુત છે ગુજરાતમાં આવેલા અતિથિઓ તેમજ બનેલી સુખદ ઘટનાઓના સંભારણા...

કલા અને કલાકારોની ખરા દિલથી કદરદાન એવી કલાનગરી ગુજરાત વિવિધ ક્ષેત્રના દિગ્ગજોની ‘આંખે’ ચડી ગઈ છે તેવું કહેવું અતિશયોક્તિ ભર્યું નહિ ગણાય. બોલિવૂડનો મંચ હોય કે રાજકારણનું ક્ષેત્ર, રમત-ગમતની વાત હોય કે વિકાસનો સંવાદ.. રાજ્યને અવગણી ન શકાય તેની સાબિતી વીતેલા વર્ષમાં ગુજરાતની મુલાકાતે આવેલાં વિવિધ ક્ષેત્રનાં સેલિબ્રિટીઓ આપે છે. ગુજરાતમાં આવેલા મુલાકાતીઓની વીતી રહેલા વર્ષના અંતે ઊડતી ‘મુલાકાત’...

બોલિવુડ માટે ગુજરાત એક હોટ સ્પોટ સમાન બની ગયું છે. ફિલ્મના પ્રમોશન કે પછી કોઇ ટીવી શો કે પછી રિયાલિટી શો માટે અભિનેતા અને અભિનેત્રીઓ ગુજરાતના મોટા શહેરોમાં આવે છે. તો કેટલાક અભિનેતા-અભિનેત્રીઓ દ્વારા કોઇપણ પ્રકારના પ્રોમોશન વગર જ રાજ્યમાં આવીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠકો યોજવામાં આવી હતી. આ બધું 2010માં જોવા મળ્યું છે.

આ સાથે જ ગુજરાતના પ્રવાસન સ્થળોને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવવામાં પાયારૂપ યોગદાન આપીને બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને વર્ષ દરમિયાન ઘણા ચર્ચામાં રહ્યાં હતાં. તે દરમિયાન અમદાવાદના આશ્રમની મુલાકાત લીધી હતી અને પોતાની બુકમાં લખી રહ્યા હતા. અને અડાલજની વાવની પણ મુલાકાત લીધી હતી. ત્યાર બાદ બીગ બી પોરબંદર પહોંચીને ગાંધીજીના જન્મ સ્થળની પણ મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન 'પા' ફિલ્મના પ્રોમોશન માટે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવ્યાં હતાં. તે દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને 'પા' ફિલ્મ નિહાળી હતી.

બોલિવૂડના અભિનેતા અને અભિનેત્રીઓ ગુજરાતમાં આવીને મોજ મસ્તી કરી હતી અને અમદાવાદીઓને ખુશ કર્યાં હતાં. બોલિવૂડની ઘણી હસ્તિઓ ગુજરાતમાં આવીને પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે.

ગુજરાતના પ્રવાસન સ્થળોને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવવામાં પાયારૂપ યોગદાન આપીને બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને વર્ષ દરમિયાન ઘણા ચર્ચામાં રહ્યાં હતાં. આ ઉપરાંત બિગ બીએ 'ખુશ્બુ ગુજરાત કી'ના એડ ફિલ્મ શુટિંગ માટે ગુજરાતમાં અલગ-અલગ સ્થળની મુલાકાત લીધી હતી.
કોઇપણ પ્રકારના પ્રોમોશન વગર જ બોલિવૂડ અભિનેતા અજય દેગવણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળવા આવી પહોંચ્યો હતો.
ફિલ્મ 'ખેલે હમ જી જાન સે'ના પ્રોમોશન માટે બોલિવૂડના અભિનેતા અભિષેક બચ્ચને અમદાવાદની મુલાકાત લીધી હતી.
ફિલ્મ 'પા'ના પ્રોમોશન માટે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતના ગાંધીનગની મુલાકાત લીધી હતી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત લીધી હતી અને નરેન્દ્ર મોદી અને બીગ બી બન્નેએ ફિલ્મ 'પા' એકસાથે નિહાળ્યું હતું.
અમદાવાદ ખાતે રમાયેલી આઈપીએલની મેચો દરમિયાન રાજસ્થાન રોયલ્સ ટીમના માલિક અને બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા અને બહેન સ્મિતા શેટ્ટી પોતાની ટીમનો ઉત્સાહ વધારવા અને લોકો આકર્ષવા માટે અમદાવાદમાં આવી પહોંચ્યાં હતાં.
અમદાવાદમાં બનાવેલ મેરિયોટ હોટલના ઓપનિંગ માટે બોલિવૂડ અભિનેત્રી ઝરિન ખાને હાજરી આપી હતી અને ઝરિને પોતે કેટવોક પણ કર્યું હતું.
ફિલ્મ 'હાઉસફુલ'ના પ્રોમોશન માટે બોવિવૂડ અભિનેતા અક્ષય કુમાર, રિતેશ દેશમુશ અને બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ અને જીયા ખાન અમદાવાદની અને ભાસ્કરની મુલાકાત લીધી હતી.
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી અનુષ્કા શર્મા ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'ના પ્રોમોશન માટે અમદાવાદમાં આવ્યાં હતાં.
ફિલ્મ 'તીસ માર ખાં'ના પ્રોમોશન માટે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી કેટરિના કૈફે અમદાવાદની મુલાકાત લીધી હતી.
બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલન ઈશ્કિયા ફિલ્મને લઈને ખૂબ જ ચર્ચામાં રહી હતી. ફિલ્મ 'ઈશ્કિયા'ના પ્રોમોશન માટે બોલિવૂડ અભિનેતા હર્ષદ વારસી અને વિદ્યા બાલને અમદાવાદની મુલાકાત લીધી હતી.
પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાને ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'ના પ્રોમોશન માટે અમદાવાદની મુલાકાત લીધી હતી. શાહરૂખે અમદાવાદીઓને ખુશ કર્યાં હતાં.
બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ફિલ્મ 'વોટ્સ યોર રાશી'ના પ્રોમોશન માટે અમદાવાદની આવી પહોંચી હતી. અને દિવ્ય ભાસ્કરની મુલાકાત લીધી હતી.
બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી અને વિદ્યા બાલન એક ફિલ્મ 'નો વન કિલ્ડ જેસીકા'ના પ્રોમોશન માટે અમદાવાદ આવી પહોંચ્યાં હતા.
ચર્ચામાં રહેલ બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને સોહિલ ખાન ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ ખન્ના'ના પ્રોમોશન માટે અમદાવાદમાં આવી પહોંચ્યાં હતા. અને અગાઉ સલમાન ખાન એક શો રૂમના ઓપનિંગમાં પણ આવ્યો હતો.
બોલિવૂડ અભિનત્રી સોનમ કપૂર અને અભિનેતા ઈમરાન ખાને ફિલ્મ 'આઈ હેટ લવ સ્ટોરી'ના પ્રોમોશન માટે અમદાવાદની મુલાકાત લીધી હતી.
ફિલ્મ 'આક્રોશ'ના પ્રોમોશ માટે બોલિવૂડ અભિનેતા અજય દેવગણ અને અક્ષય ખન્નાએ અમદાવાદની મુલાકાત લીધી હતી.
ફિલ્મ 'ખટ્ટા મિઠ્ઠા'ના પ્રોમોશ માટે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે અમદાવાદની મુલાકાત લીધી હતી. વર્ષ 2010માં અક્ષય કુમારે ત્રણવાર અમદાવાદની મુલાકાત લીધી હતી.
ફિલ્મ 'વેલડન અબ્બા'ના પ્રોમોશન માટે બોમન ઈરાની અને બોલિવૂડ અભિનેત્રી મીનીષા લાંબાએ અમદાવાદની મુલાકાત લીધી હતી.
ફિલ્મ 'ગુજારીશ'ના પ્રોમોશન માટે બોલિવૂડ અભિનેતા રિતીક રોશને અમદાવાદની મુલાકાત લીધી હતી.
અમદાવાદના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને અભિનેતા સૈફ અલી ખાન આવી પહોચ્યાં હતાં.
એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બોલિવૂડ અભિનેતા શક્તિ કપૂર અને અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરીએ અમદાવાદમાં આવ્યાં હતાં.
એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બોલિવૂડ અભિનેત્રી સુનિલ શેટ્ટી અમદાવાદ આવી પહોંચ્યો હતો.
એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે અમદાવાદની મુલાકાત લીધી હતી.
ફિલ્મના પ્રોમોશન માટે બોલિવૂડ હોટ અભિનેત્રી મલ્લિકા શેરાવતે અમદાવાદની મુલાકા લીધી હતી.
બોલિવૂડની હોટ અભિનેત્રી નેહા ધૂપિયાએ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદ આવી પહોંચી હતી.
ફિલ્મ એક વિવાહ એસા ભીના પ્રોમોશન માટે બોલિવૂડ અભિનેત્રી ઈશા કોપીકરે અમદાવાદની મુલાકાત લીધી હતી.
શો રૂમના ઓપનિંગ માટે અભિનેત્રી મુગ્ધા ગોડસે અમદવાદાની મુલાકાત લીધી હતી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી