નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઉત્તર કોરિયાને આંચ આવશે તો ચીન ધમાલ મચાવી દેશે!


-ક્ષેત્રિય વિવાદોને નજર-અંદાજ કરી શકાય નહીં
-ચીનનું સૈન્ય કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા તૈયાર
-ઉત્તર અને દક્ષિણ કોરિયાના વિવાદ પર ચીનની નજર 

ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ત્યારે ચીને કહ્યું છે કે ક્ષેત્રીય વિવાદોને નજરઅંદાજ કરી શકાય નહીં તેમજ તેના 23 લાખ સૈનિકો કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા માટે સંપૂર્ણ તૈયાર છે. ચીનના રક્ષા મંત્રી જનરલ લિયાંગ ગુઆંગલીએ કહ્યું હતું કે ચીન એક રાષ્ટ્રીય અને વેશ્વિક શક્તિના રૂપમાં ઉભરી આવ્યું હોવા છતાં આતંરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ ખૂબ જ જટિલ બની છે.

સરકારી સમાચાર એજન્સી શિન્હુઆને આપેલી મુલાકાતમાં ગુઆંગલીએ કહ્યું હતું કે હાલમાં એવી સ્થિતિ નથી કે કોઈ યુદ્ધમાં પુરા દેશે ભાગ લેવો પડે, પરંતુ આવી કોઈ ઘટના ઘટી શકે છે જેનાથી ક્ષેત્રિય વિવાદ આગળ વધે. આવી સ્થિતિમાં અમે અમારી રાષ્ટ્રીય સંપ્રભુતા અને સુરક્ષાને સૌથી ઉપર રાખવા માગીશું. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાનું પણ આવું જ માનવું છે. 

ચીનના રક્ષા મંત્રીએ કહ્યું હતું કે અમારી પાસે 23 લાખ તાલિમ પામેલા સૈનિકો છે, જે અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે. કોઈ પણ ક્ષેત્રિય વિવાદ વખતે અમારું સૈન્ય સંપૂર્ણ તૈયાર છે. ક્ષેત્રિય વિવાદોને નજર અંદાજ કરી શકાય નહી. ગુઆંગલીના જણાવ્યા પ્રમાણે દક્ષિણ અને ઉત્તર કોરિયા વચ્ચે ચાલી રહેલા વિવાદ પર ચીન નજર રાખી રહ્યું છે. બેઈજિંગ ઉત્તર કોરિયાનું રણનીતિક ભાગીદાર છે. 

ચીને વાતચીત દ્વારા બંનેને તણાવ ઓછો કરવાની તેમજ વિવાદિત પ્રશ્નોનું સમાધાન લાવવાની સલાહ આપી છે. રક્ષા મંત્રીએ કહ્યું હતું કે એશિયાની પ્રમુખ તાકાત બનીને ઉભરેલું ચીન 30 વર્ષમાં કોઈ યુદ્ધ અથવા મોટા વિવાદમાં સામેલ નથી થયું, પરંતુ આ સમય દરમિયાન પીપલ્સ લિબરેશન આર્મી ખૂબ મજબૂત બની છે. પીપલ્સ લિબરેશન આર્મીની તૈયારી ચાલું છે તેમજ અમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયાર છીએ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી