નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પેટ-માથામાં દુખાવો થાય તો ‘૧૦૪’ પર ફોન કરો

આગામી બે મહિનામાં સેવા શરૂ થશે
૧૦૮ની વધુ ૫૦ એમ્બ્યુલન્સ મુકાશે : આરોગ્યમંત્રી વ્યાસ


ઇમરજન્સી કેસમાં લોકોને તાત્કાલિક સારવાર આપતી એમ્બ્યુલન્સ ‘૧૦૮’ જીવાદોરી સમાન સાબિત થઈ છે. હવે પેટમાં  કે માથાના દુખાવા જેવા નોન ઇમરજન્સી કેસમાં વ્યક્તિ ૧૦૪ નંબર ડાયલ કરીને, ડોક્ટર પાસેથી દર્દનું નિદાન અને દવાની માહિતી નિ:શુલ્ક મેળવી શકશે. રાજ્યના આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસે અમદાવાદ ખાતે આ જાહેરાત કરી હતી.

કઠવાડા ખાતે નવા બનેલા ‘૧૦૮’ના સેન્ટરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વ્યાસે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોઇ વ્યક્તિને પેટ કે માથાનો દુખાવો ઉપડે ત્યારે ગંભીરતા ન હોય પણ દવા અને સલાહ લેવી જરૂરી હોય ત્યારે  વ્યક્તિ ૧૦૪ નંબર ડાયલ કરીને નિષ્ણાત ડોક્ટર પાસેથી સલાહ મેળવી શકશે.

આ સેવા આગામી બે મહિનામાં શરૂ કરવામાં આવશે. ટેલી મેડિસિનના આધારિત આ સેવા દ્વારા ૮૦ ટકા નોન ઇમરજન્સી નિવારી શકાશે. ‘૧૦૪’ નંબર ડાયલ કરવાથી ડોક્ટર દર્દીની તકલીફને સમજીને તેના આધારે દર્દનું નિદાન કરીને ઓવર ધ કાઉન્ટર (ઓટીસી- પ્રિસ્કિ્રપ્શન વગર) મળતી દવા લખી આપશે. જેને પગલે હવે દર્દીને ડોક્ટરની સલાહ માટેની ફી અને સમયનો બચાવ થશે.

નવા વર્ષમાં મધર-ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ

વર્ષ-૨૦૧૧ના અંત સુધીમાં સમગ્ર રાજ્યને ‘મધર-ચાઇલ્ડ ટ્રેકિંગ’ સિસ્ટમ હેઠળ આવરી લેવાશે તેમ આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું. આ સિસ્ટમથી  રાજ્યની સગભૉ માતાથી માંડીને ચાર વર્ષ સુધીનાં બાળકનો તમામ ડેટા કમ્પ્યૂટરમાં ઓનલાઇન ઉપલબ્ધ કરાશે. જેનાથી સગભૉ માતાની ડિલિવરી પહેલાં અને પછીની સારવાર, બાળકને રસી આપવા જેવી મેડિકલ અને પેરામેડિકલ સેવા પૂરી પાડવા આગોતરું આયોજન કરાશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !