Posts

Showing posts from February, 2012

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને ખુલ્લો પત્ર

Image
  પરીક્ષામાં કોઈ ચમત્કારો થતા જ નથી. એટલે પૂજા-પાઠ, દેવદર્શન તમારામાં શ્રદ્ધા પ્રગટાવી શકે, પણ તેનાથી તમારા પેપરમાં કે પરિણામમાં કોઈ ચમત્કાર સર્જાય તેવું હરગિજ ન માનતા. મારા પ્રિય અને નવયુવાન પરીક્ષાર્થી મિત્રો, આગામી તા. ૫મી માર્ચથી શરૂ થઈ રહેલી ગુજરાત રાજ્ય સેકન્ડરી અને હાયર સેકેન્ડરી સ્કૂલની પરીક્ષામાં તમે સૌ ઉમેદવાર છો. આ પ્રસંગે તમને શુભેચ્છા પાઠવવા માટે તથા આ નિમિત્તે તમારી સાથે કશુંક વહેંચવા માટે આ ખુલ્લો પત્ર આપ સૌને પાઠવું છું. તમારામાંથી જે મિત્ર અભ્યાક્રમનાં પુસ્તકો સિવાયનાં પુસ્તકો વાંચવાના આદિ હશે કે પરિપક્વતાના પ્રદેશમાં પ્રવેશી ચૂક્યા હશે તે સર્વેને (કદાચ) મેં ઉપર કરેલું સંબોધન વાગશે! ‘અમને વિદ્યાર્થીને બદલે પરીક્ષાર્થી કેમ કહ્યા?’ આવો પ્રશ્ન જો તમને થાય તો તેને હું આ યુગનું આશ્ચર્ય અને મારું સદ્ભાગ્ય ગણીશ. આશ્ચર્ય એ માટે કે અભિવ્યક્તિમાં પ્રગટતી વેદના સમજવાની સંવેદના આપણે હવે ગુમા

શોખથી થયા પૂરા દરેક અરમાન

કોમલ નાની હતી, ત્યારથી એને પ્રકૃતિ અતિશય પસંદ. એને લીલીછમ વનરાજી, પક્ષીઓ, વરસતો વરસાદ, ઘેરાયેલા વાદળા, કળા કરતો મોર, વગેરે જોવાનું ખૂબ ગમતું. એની ઇચ્છા હતી કે પોતે કંઇક એવું કામ કરે કે લોકોને પણ આજના દોડધામભર્યા સમયમાં પ્રકૃતિનો સાથ મળી રહે. સવાલ એ થતો કે શું કરવું? આવા વિચારોમાં ને વિચારોમાં એણે સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો અને કોલેજમાં આવી. કોલેજમાં એણે પોતાની બહેનપણી જીજ્ઞાને પોતાના મનની વાત કહી. જીજ્ઞાના પપ્પા ચિત્રકાર હતા. તેમને એવી ઇચ્છા હતી કે પોતાની દીકરી ચિત્રકાર બને, પણ જીજ્ઞાને એટલો રસ નહોતો. એ તો મસ્તપણે જીવવામાં માનતી હતી. જ્યારે કોમલની વાત એણે સાંભળી, ત્યારે એને થયું કે કોમલને પોતાના પપ્પા કદાચ યોગ્ય માર્ગદર્શન આપી શકે. એ કોમલને પોતાના ઘરે લઇ ગઇ અને પપ્પા સાથે એનો પરિચય કરાવતાં કોમલની ઇચ્છાની વાત કરી. જીજ્ઞાના પપ્પાએ કોમલને કહ્યું, ‘બેટા, તારે જો દરેકને પ્રકૃતિ સુધી પહોંચાડવા હોય તો એક કામ કર. તું ચિત્રો દોરતાં શીખી જા. પછી તને જે દ્રશ્ય ગમે તે કેનવાસ પર ઉતારીને તું પ્રકૃતિને લોકો સુધી પહોંચાડવાની સાથે કાયમ માટે તારા અંતરમાં પણ ઉતારી શકીશ.’ કોમલે જવાબ આપ્યો,

માતા-પિતાનું જીવન જોઇને લગ્નની ઇચ્છા નથી થતી

Image
    પ્રશ્ન : હું મારા માતાપિતાની એકમાત્ર દીકરી છું. મારી ઇચ્છા લગ્ન કરવાની નથી. જ્યારે મારા માતાપિતા ઇચ્છે છે કે મારા લગ્ન થઇ જાય કેમ કે તેઓ નહીં હોય ત્યારે મારું કોણ? મારે એમને કેવી રીતે સમજાવવા? ઉત્તર : માતાપિતા કાયમ સંતાનનું ભવિષ્ય સુખમય બને એવું ઇચ્છતાં હોય છે. આથી તેઓ તમારા ભવિષ્યનો વિચાર કરી તમારા લગ્ન કરાવવાનો આગ્રહ રાખે છે. તમે તેમને શાંતિથી સમજાવો કે તમારી લગ્ન કરવાની ઇચ્છા નથી અને આજની છોકરીઓ એટલી સક્ષમ તો હોય જ છે કે એકલી રહીને પણ પોતાની રીતે શાંતિથી સુખી જીવન જીવી શકે. પ્રશ્ન : હું મારા પરિવારમાં સૌથી નાની છું. ઘરમાં આર્થિક રીતે થોડી તકલીફ છે. મારી નોકરી કરવાની ઇચ્છા છે, પણ મારા બે ભાઇઓ મને એ માટે ના કહે છે. મારે શું કરવું? હું મારા પરિવારને મદદરૂપ થવા માગું છું. ઉત્તર : તમારો વિચાર સારો છે, પણ જો ભાઇઓ નોકરી કરવાની ના કહેતાં હોય તો તમે ઘરમાં બેસીને પણ એવું કોઇ ક

નાની નાની ભૂલો

Image
    હંમેશાં નાની નાની ભૂલોથી બચવાનો પ્રયાસ કરો. કારણ કે માનવી પહાડો સાથે નહીં પરંતુ નાના નાના પથ્થરો સાથે અથડાય છે.-અજ્ઞાત

બનાવો 'પહાડી આલુ'ની સબ્જી

Image
    બનાવો ચટપટા 'પડાહી આલુ' સામગ્રી 600 ગ્રામ બટાકા 5 ગ્રામ અધકચરાપીસેલા કાળા મરી 10 ગ્રામ કુટેલી આખું લાલ મરચું 10 ગ્રામ વરીયાળી અધકચરી કરેલી 75 ગ્રામ દાડમના દાણાનો પાવડર 10 ગ્રામ જીરા પાવડર 5 ગ્રામ હીંગ 3 ગ્રામ કાળામરી પાવડર 5 ગ્રામ લીલી ઈલાયચીનો પાવડર 2 ગ્રામ તજનો પાવડર 3 ગ્રામ સૂંઠનો પાવડર 25 ગ્રામ જીણી સમારેલી 10 ગ્રામ ધાણાજીરુ પાવડર 75 ગ્રામ મધ 25 ગ્રામ દહીં 25 ગ્રામ આમલી બી વગરની તળવા માટે તેલ 50 ગ્રામ દેસી ઘી 5 ગ્રામ ચાટ મસાલો 2 ગ્રામ લવીંગ અને 2 ગ્રામ હળદર મીઠું સ્વાદઅનુસાર રીત -બટાકાને છોલી તેને ધોઈ સમાન ટુકડા કરી લો -એક કડાઈમાં તેલ ગરમ કરો અને બટાકાને ગોલ્ડન થાય ત્યાં સુધી તળો -એક વાટકીમાં મધ અને આમલી અને બાંધેલું દહીં (મખમલના કપડાંમાં બાધેલું દહીં) મિક્સ કરો -હવે ચાટ મસાલા સીવાય ઉપર જણાવેલ બધો જ મસાલો મિક્સ કરી લો -હવે ફ્રાઈડ બટાકા ઉપર આ બધો જ મસાલો મિક્સ કરી લો -થોડા સમય માટે તેને એમનેમ રહેવા દો -બાદમાં 10 મીનિટમાટે તેને ગરમ કરો અને વાસણ ઢાંકીને તેને પકવા દો -હવે તેને ગેસ પરથી ઉતારી ચાટમસાલો ઉમેરી લીલી ચટણી સાથે સર્વ કરો.

દેશની સૌથી ખ્યાતનામ સંસ્થાને મળ્યા ગુજરાતના 'મહા' નાયક

Image
  - એલએન્ડટીના ચેરમેન અનિલ નાયકની આઇઆઇએમ-એના ચેરમેન તરીકે વરણી - 1965થી તેઓ એલએન્ડટીમાં કાર્યરત છે અને હાલ તેઓ નિવૃત્તિના આરે - ડૉ.વિજયપત સિંઘાનિયાની ચેરમેન પદ તરીકેની મુદત 28મી માર્ચના રોજ સમાપ્ત થવા જઇ રહી છે. દેશ અને દુનિયામાં પ્રખ્યાત બનેલી શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (આઇઆઇએમ-એ)ને પ્રથમ ગુજરાતના ચેરમેન મળશે. કેન્દ્રીય માન સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા લાર્સન એન્ડ ટુબ્રો લિ.ના મેનેજિંગ ડિરેકટર અને ચેરમેન અનિલ નાયકના નામની પસંદગી નવા ચેરમેન તરીકે કરવામાં આવી છે. નાયક આગામી 28મી માર્ચ બાદ આઇઆઇએમ-એ સોસાયટી અને બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન તરીકે ત્રણ વર્ષ માટે કાર્યભાર સંભાળશે. 1942ની સાલમાં નવસારી જિલ્લાના એંઘલ ગામમાં એ.એમ.નાયકનો જન્મ થયો હતો. તેઓએ ગણદેવી તાલુકાના નાનકડા ગામની સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન વિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાંથી બી.ઇ.મિકેનિકલ, એન્જિનિયર બન્યા હતા. ત્યારબાદ 1965થી તેઓ એલએન્ડટીમાં કાર્યરત છે અને હાલ તેઓ નિવૃત્તિના આરે છે. આઇઆઇએમ-એના હાલના ચેરમેન ડૉ.વિજયપત સિંઘાનિયાની ચેરમેન પદ તરીકેની મુ

બનાવો મેથીના ઢેબરા

Image
    બનાવો મેથીના ઢેબરા સામગ્રી : મેથીની ભાજી (બારીક સમારેલી )-૧ ઝૂડી લીલાં મરચાં-૨ નંગ તલ -૧ ચમચી હળદર -પા ચમચી બાજરીનો લોટ -૨૫૦ ગ્રામ મીઠું -સ્વાદ મુજબ દહીં -જરૂર મુજબ રીત : -મેથીની ભાજીનાં પાનને બારીક સમારી પાણીમાં સારી રીતે ધોઇ,નિતારીને કાઢી લો. -પછી તેમાં લીલાં મરચાંની પેસ્ટ,તલ,હળદર,મીઠું ઉમેરીને મસળો -જેથી મેથીનાં પાન એકદમ કુમળાં થઇ જશે. -હવે બાજરીના લોટમાં દહીં ભેળવી જરૂર પૂરતું પાણી ઉમેરી કણક બાંધો. -તેના પોચા હાથે લૂઆ બનાવી થેપલાં વણો. -લોઢી ગરમ કરી બંને બાજુએ સહેજ તેલ મૂકી આછા બ્રાઉન રંગનાં શેકી લો.  

રૂ. ત્રણ લાખમાં થયો હતો શેહલાના જીવનો સોદ્દો

Image
મધ્યપ્રદેશના બહુચર્ચીત શેહલા મસૂદ હત્યાકાંડમાં એક મહિલા  આર્કિટેક્ટ સહિત ત્રણ શખ્સોની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સાથે જ તેના પતિ સહિત ત્રણની પૂછપરછ કરવા માટે અટકાયત કરવામાં આવી છે. આ તમામને બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. -પ્રોપર્ટી, પૈસા અને સેક્સના કોકટેલે લીધો શેહલાનો જીવ -શેહલા-પતિના આડા  સંબંધોના પગલે ઝાહિદાએ બહેનપણીની કરાવી હત્યા સીબીઆઈના દાવા પ્રમાણે આ કેસનું કોકડું ઉકેલાઈ ગયું છે. પ્રવક્તા ધારિણી મિશ્રાના કહેવા પ્રમાણે, જાહિદાએ શેહલાની હત્યા માટે ઉત્તર પ્રદેશથી શૂટર્સ મંગાવ્યા હતા. શેહલા અને પતિ વચ્ચેના કથિત આડા સંબંધોના પગલે ઝાહિદાએ તેણીની હત્યા કરાવી હતી સીબીઆઈએ ભોપાલ સ્થિત ઝાહિદાના એમપી નગર સ્થિત નિવાસસ્થાનને સીબીઆઈ દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે. જેમાંથી કેટલાક અગત્યના દસ્તાવેજ પણ સીબીઆઈને મળ્યા હતા. કાનપુરના એસપી ક્રાઈમ અશફાક અહમદના કહેવા પ્રમાણે, જાહિદાના પતિ અસદ સહિત બે અન્યની અટકાયત પણ કરવામાં આવી છે અસદ બે પેટ્રોલ પમ્પનો માલિક પણ છે. પોલીસ દ્વારા કાનપુરના શૂટર્સ અને ઝાહિદાની વચ્ચે કડી બનનારા લોકોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. રૂ. ત્રણ લ

ભારતનો એક એવો વિસ્તાર જ્યાં લગ્ન વીના સ્ત્રી-પુરૂષ રહે છે સાથે

Image
  પાકુડ. એક બાજુ સરકાર જ્યાં લુપ્ત થઈ રહેલી આદિવાસી જનજાતિને મુખ્ય ધારા સાથે જોડવા પ્રતિવર્ષ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહીં છે, ત્યાંજ કઇંક એવી સામાજીક માન્યતાઓ આ જ રસ્તે આજે પણ અવરોધ બનીને ઊભી છે. દુરદુરના પહાડોમાં રહેનારા આ લોકોમાં વિવાહ અને ભોજન માટે અનોખી પરંપરા છે, જે તેઓને સામાજીક માન્યતા પ્રદાન કરે છે. - પુરૂષ તેમજ મહિલા લગ્ન કર્યા વીના જ વર્ષો સુધી એક બીજાની સાથે રહે છે - રીતિ-રિવાજો પ્રમાણે ભોજનમાં ઓછામાં ઓછું ભાત અને હડિયા દારૂ જરૂરી છે - તેમની વચ્ચે તાલમેલ નથી બેસતો તો આ લોકો એક બીજાથી અલગ પણ થઈ જાય છે - આ મહિલાઓને અન્ય મહિલાઓની જેમ જ સિંદૂર નહીં લગાવી શકવાનું દુઃખ તો છે જ શુ છે માન્યતા? અહીંના સમાજમાં પુરૂષ તેમજ મહિલા લગ્ન કર્યા વીના જ વર્ષો સુધી એક બીજાની સાથે રહે છે, આ દરમિયાન તેમના બાળકો પણ થાય છે. સામાજીક ભોજન વીના મહિલાઓ ના તો સિંદૂર લગાવે છે, કે ના તો તેઓને વૈવાહિક માન્યતા મળે છે.

જાણો લિપ યરની રોમાંચક વાતો!

Image
  મિલેનિયમ વર્ષ શરૂ થયા પછી ૨૦૧૨ ત્રીજું લિપ યર છે ગ્રેગોરિયન કેલેન્ડરમાં ૨૯ ફેબ્રુઆરી વર્ષનો સાંઇઠમો દિવસ હોય છે. ગ્રેગોરિયન કેલેન્ડરમાં લિપ ડે તરીકે ઓળખાતો દિવસ ૨૯ ફેબ્રુઆરી મોટેભાગે એવી જ સાલમાં આવતો હોય છે જેને ચાર વડે ભાગી શકાય. જેમ કે ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૧૨, ૧૨૧૬ વગેરે. મિલેનિયમ વર્ષ શરૂ થયા પછી ૨૦૧૨ ત્રીજું લિપ યર છે. ગ્રેગોરિયન કેલેન્ડરમાં ૨૯ ફેબ્રુઆરી વર્ષનો સાંઇઠમો દિવસ હોય છે. આધુનિક કેલેન્ડર્સમાં ૩૬૫ દિવસ હોય છે, સૂરજની આસપાસની એક પ્રદક્ષિણા પુરી કરવામાં અંદાજે ૩૬૫ દિવસ અને ૬ કલાક લાગતા હોય છે. દર ચાર વર્ષે સુર્યની દેખીતી સ્થિતિને જાળવવા માટે એક વધારાનો દિવસ વર્ષમાં ઉમેરવામાં આવે છે જેમાં ૩૬૫ દિવસ ઉપરનાં છ કલાક ગુણ્યા ચાર વર્ષ લેખે એક દિવસ ઉમેરવામાં આવે છે. જો કે અલ્ફોનસાઇન ટેબલ્સ મુજબ પૃથ્વી સુર્યની આસપાસ એક ચક્કર પુરું કરવામાં ૩૬૫ દિવસ, પાંચ કલાક અને ૪૯ મિનિટ અને ૧૬ સેકન્ડ લાગે છે.

આજે ૨૯ ફેબ્રુઆરી, મોરારજીભાઇનો ‘૨૯મો’ જન્મ દિવસ

વલસાડના ભદેલી ગામની શાળામાં આજે પણ મોરારજીભાઈની બાળપણની સ્મૃતિ સચવાયેલી છે વલસાડથી ચારથી પાંચ કિલો મિટરના અંતરે ભદેલી ગામમાં માજી વડા પ્રધાન મોરારજીભાઇના બાળપણની સ્મૃતિ હજી જળવાયેલી જોવા મળે છે. દર ચાર વર્ષે મોરારજીભાઇનો જન્મ દિવસ ઉજવવાનો અવસર આવે છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ૨૯ ફેબ્રુઆરીના રોજ તેમનો જન્મ ભદેલીમાં મોસાળમાં થયો હતો. આ વર્ષે તેમનો ૨૯મો જન્મ દિવસ છે. આમ ૧૧૬મો જન્મ દિવસ પણ જો ચાર વર્ષે એક વખત ઉજવણી થતી હોય તો બરાબર ૨૯મો જન્મ દિવસ ગણાય. વલસાડમાં રામવાડીમાં રહેતા મોરારજીભાઇના ભાણેજ મહેશભાઇના કહેવા પ્રમાણે મોરારજીભાઇ વડાપ્રધાન હતા ત્યારે લંડનમાં એક પત્રકારે તેમને કેટલાં વર્ષના થયા તેવો સવાલ કર્યો હતો, ત્યારે તેના જવાબમાં હાજર જવાબી મોરારજીભાઇએ કહ્યું હતું તમારા (અંગ્રેજી) કેલેન્ડર પ્રમાણે ૨૦ વર્ષનો. જોકે ખૂદ મોરારજીભાઇ તેમનો જન્મ દિવસ તિથિ પ્રમાણે ધૂળેટીના દિવસે ઉજવતા હતા. તેમની હયાતી નથી ત્યારે તેમની જન્મજયંતીની ઉજવણી પણ વલસાડમાં ધૂળેટીના દિવસે થતી આવી છે. સોમવારે ભાસ્કરની ટીમે મોરારજીભાઇના જન્મ સ્થળના ગામ ભદેલીની મુલાકાત લઇ ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવાનો પ્રયા

બનાવો 'કેરીનું ગળ્યું અથાણ ું'

Image
  આવી કેરીની સિઝન શીખો, ગળ્યું અથાણું સામગ્રી: 1 કિલો કાચી કેરી 400 ગ્રામ ખાંડ 200 ગ્રામ રાઇના કુરિયા 50 ગ્રામ મેથીના કુરિયા 100 ગ્રામ ધાણાના કુરિયા મરચું- સ્વાદ મુજબ મીઠું- સ્વાદ પ્રમાણે હળદર- જરૂર પ્રમાણે વઘાર માટે: 1 ટીસ્પૂન હિંગ 2-4 લવિંગ 3-4 મરી 2 ટેબલસ્પૂન તેલ રીત: - કેરીને છોલીને તેના ટુકડા કરી હળદર અને મીઠામાં ચોળીને ચાર કલાક રાખ્યા પછી એકાદ કલાક તડકામાં સૂકવો. - હવે ટુકડાને એક તપેલામાં લઇ તેમાં ખાંડ નાખીને તપેલા ઉપર સફેદ કપડું બાંધીને છ-સાત દિવસ સુધી તડકે રાખો. - પછી તેમાં રાઇ, મેથી અને ધાણાના કુરિયા અને મરચું ભેળવી દો. - હવે એક કડાઇમાં તેલ લઇને તેમાં હિંગ, લવિંગ અને મરીનો વઘાર કરવો. - વઘાર ઠંડો પડે એટલે તેમાં કેરીના ટુકડા અને ફરીથી રાઇ, મેથી અને ધાણાના કુરિયાનું મિશ્રણ નાખીને બરાબર મિક્સ કરીને બરણીમાં ભરી લેવું. - આ અથાણું બનાવ્યા પછી બીજા જ દિવસે ખ

સાવધાન...! બિન્દાસ યુવતીઓ સાથે શિવાની જેવું બની શકે

  કોઇ યુવતી બિન્દાસ રીતે યુવાન સાથે વાત કરે કે તેની પાસે કંઇ માગે તો તેમાં યુવાનો પોતાનું જ હિત કેમ વિચારતાં હશે? શું વિજાતીય વ્યક્તિ સાથે નિખાલસ અને નિર્દોષ સંબંધોની સંભાવના જ મરી પરવારી છે? ભલે એ ગમે તેટલી બિન્દાસ હોય, પુરુષમિત્રો સાથે સારું બનતું હોય, પણ એણે મજાક કરતી વખતે એટલું યાદ રાખવાની જરૂર હતી કે પોતે જેની સાથે મજાક કરી રહી છે એ એક વિજાતીય વ્યક્તિ છે. એની મજાકને એ ગંભીર રીતે લઇ શકે છે પ્રિય વાચકો, અત્યાર સુધી આ કોલમમાં તમે પ્રેમ, પ્રેમીઓ, દંપતી, દાંપત્યજીવન, અંગત સંબંધો વગેરે સંબંધિત અનેક પાસાં અંગે વાંચ્યું છે. આજે હું તમને મારી ખાસ બહેનપણી શિવાની વિશે કહેવા માગું છું. શિવાની અત્યંત દેખાવડી તો ન કહી શકાય, પણ જોવી ગમે. તેના કેટલાક અવગુણને બાદ કરીએ, તો કોઇ પણ યુવાનને ગમી જાય એવી, પરંતુ લગ્નના નામે એણે શરૂઆતથી જ માતાપિતાને ના કહી દીધેલી. ના, એવું રખે માનતાં કે શિવાનીને કોઇ કડવો અનુભવ થયો હશે. એના મિત્રવર્તુળમાં એને ય

BSNL ટેબલેટ માટે ત્રણ દિવસમાં 3 લાખ બુકિંગ!

- બીએસએનએલ 3499 રૂપિયાથી 12500 રૂપિયાની રેન્જમાં ત્રણ ટેબલેટ લાવી રહ્યું છે - આ ટેબલેટ પેન્ટેલ ટેક્નોલોજીના સહયોગથી નોકિયા દ્વારા બનાવામાં આવી રહ્યા છે - પ્રી બુકિંગવાળા ટેબલેટ્સની ડિલીવરી પાંચ માર્ચ બાદ શરૂ થશે - આ ટેબલેટ માટે ફોન અને ઓનલાઇન એક લાખથી વધુ પ્રી બુકિંગ ઓર્ડર મળ્યા - સહારા ઇન્ડિયાની તરફથી બે લાખ ટેબલેટનો ઓર્ડર આવ્યો છે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ની તરફથી તાજેતરમાં જ લોન્ચ કરાયેલા સસ્તા ટેબલેટની જબરજસ્ત માંગ છે. આ ટેબલેટ માટે ત્રણ દિવસમાં જ અંદાજે ત્રણ લાખ બુકિંગ થઇ ગયું છે. બીએસએનએલ 3499 રૂપિયાથી 12500 રૂપિયાની રેન્જમાં ત્રણ ટેબલેટ લાવી રહ્યું છે. આ ટેબલેટ પેન્ટેલ ટેક્નોલોજીના સહયોગથી નોકિયા દ્વારા બનાવામાં આવી રહ્યા છે. પ્રી બુકિંગવાળા ટેબલેટ્સની ડિલીવરી પાંચ માર્ચ બાદ શરૂ થશે. જ્યારે રિટેલ સ્ટોર્સ અને બીએસએનએલ આઉટલેટ્સ પર પહેલી માર્ચથી ઉપલબ્ધ થશે. પેન્ટેલ ટેક્નોલોજીના એમડી વિરેન્દ્ર સિંગે કહ્યું કે આ ટેબલેટ માટે ફોન અને ઓનલાઇન એક લાખથી વધુ પ્રી બુકિંગ ઓર્ડર મળ્યા છે. તેમને કહ્યું કે ગ્રાહકોની દિલચસ્પની તો આ ટેબલેટને લઇને જોવા મળી જ રહી છે, કોર્પો

આવા સંબંધો હોય તો પરિવારમાંથી ક્યારેય ખુશીઓ જતી નથી

- પુત્રી કર્તવ્યના ભાવથી જોવામાં આવે છે અને વહુ અધિકારભાવથી આધુનિક પરિવારમાં આપસી સંઘર્ષ વધવાથી સંબંધોની સંવેદનાઓ અને મર્યાદાઓનું પતન થયું છે. ઘરની મોટી મહિલાઓ વહુ અને પુત્રીના સંબંધોમાં ખૂબ જ અંતર રાખે છે. પુત્રી કર્તવ્યના ભાવથી જોવામાં આવે છે અને વહુ અધિકારભાવથી. આ સ્થિતિ જ લગભગ બધા જ સંબંધોની છે, કોઈ આપણાથી ગમે એટલો જોડાયેલ હોય તેનું પણ તેનું માન નથી રહ્યું. રક્ત સંબંધો પણ એવા નથી રહ્યા. પરિવાર કેવો હોવો જોઈએ. તેની અંદરના બધા સંબંધો ગમે એટલા સંવેદનશીલ હોય, તે રામાયણથી શીખી શકાય છે. આ કથા પરિવારની છે. પરિવારના ઊંચા સિદ્ધાંતો અને આદર્શોની કથા છે. એક સંવેદનશીલ પ્રસંગમાં ચાલે છે જ્યાં પારિવારિક મૂલ્યોની શિક્ષા મળે છે. શ્રીરામજીના વનવાસ જવાનું હતું. તેઓ ઈચ્છતા હતા કે સીતાજી પણ કૌશલ્યાની પાસે રોકાઈ જાય. સીતાજી તેમની સાથે રહેવા જવા માગતી હતી. કૌશલ્યાજી પણ ઈચ્છતા હતા કે સીતા ન જાય. સાસુ, વહુ અને પુત્ર, એવો ત્રિકોણ અહીં પેદા થયો હતો. દુનિયામાં આ સંબંધોને અનેક ઘર બનાવી દીધા અને બગાડી પણ દીધા. પરંતુ રામજીના ધૈર્ય, સીતાજીની સમજ અને કૌશલ્યાજીની સમજને રઘુવંશનો ઈતિહાસ બદલી દીધો.

સાત અજાયબીને પણ પાછી પાડે તેવી બ્યુટી, જુઓ તસવીરોમાં

Image
આઈસલેન્ડમાં આવેલા સૌથી વિશાળ તેમજ ગ્લેશિયર્સ ધરાવતા ખારા પાણીના સરોવરમાં એક ફોટોગ્રાફરે ગાત્રો થિજવી નાખતી ઠંડીમાં એલેક્ઝાન્ડર ડેસ્કાઉમસ નામના ફોટોગ્રાફરે અદ્દભૂત ફોટોગ્રાફી કરીને ગ્લેશિયર્સના અગાઉ ક્યારેય ન જોવાયા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. નવાઈની વાત એ છે કે આ સરોવરમાં જામેલા બરફ તેમજ ગ્લેશિયર્સ તાપમાન અનુસાર સતત વધતા તેમજ ઘટતા રહે છે અને તેમના આકારમાં તેમજ દેખાવમાં પરિવર્તન આવતા રહે છે. આ ઘટના અહીં ખૂબજ ટૂંકાગાળામાં બને છે. દર વર્ષે જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં આ ગ્લેશિયર્સ ઓગળવાનુ શરૂ થાય છે જેના કારણે આ લગૂનમાં નવા જ દ્રશ્યો સર્જાય છે અને આ સાથે જ જાણે આઈસલેન્ડ પર જાણે નવા જીવનની શરૂઆત થાય છે. એલેક્ઝાન્ડર ડેસ્કાઉમસ એક સાહસિક ફોટોગ્રાફર છે અને તે ફ્રેંચ નાગરિક છે. આ ફોટોગ્રાફર આ લગૂનના પ્રેમમાં એવો પડ્યો હતો કે તેણે તેના ગ્લેશિયર ઓગળતા હોય તેવા સમયે સતત ત્રણ વર્ષ સુધી તેની મુલાકાત લઈ ફોટોગ્રાફીનો પ્લાન બનાવ્યો હતો અને આ વર્ષે તેની ફોટોગ્રાફી કરી હતી. એલેક્ઝાન્ડરે કહ્યુ હતુ કે હું આ સ્થળના કુદરતી સૌંદર્યથી ખાસ્સો પ્રભાવિત થયો છું. વેરાન પરંતુ ભવ્ય

…અને જોતજોતામાં અજગર, ખૂંખાર મગરને ગળી ગયો!

Image
અત્યાર સુધી લાખો લોકો આ વીડિયો જોઈને ડરી ચૂક્યા છે આપણને સામાન્ય રીતે એવું લાગતું હોય છે કે મગર કે એલિગેટર એ ખૂંખાર જીવ છે, પણ તેના કરતાંય ખતરનાક જીવ હોય છે. અજગર અને મગરનો આ વીડિયો જોઇને તમને પણ એ વાતની પાક્કી ખાતરી થઈ જશે. આ વીડિયોમાં એક અજગર જોતજોતાંમાં મગરને પોતાનો કોળિયો બનાવી રહ્યો છે.

ફટાફટ ઉતારો 'મેંદુવડા'

Image
    3 વ્યક્તિઓ માટે બનાવો જિંજર મેંદુવડા સામગ્રી -2 કપ અડદની દાળ -2 ટે. સ્પૂન સોજી -1 ટે સ્પૂન જીણી સમારેલી કોથમીર -7-8 લીલા મરચાં -ટુકડો આદુ જીણું સમારેલુ -1/2 કપ દહીં -તળવા માટે તેલ રીત -અડદની દાળને 6 કલાક સુધી પલાળી રાખો બાદમાં તેને દહીં સાથે મિક્સ કરી અધકચરુ પીસી લો -પિસેલી દાળમાં સોજી મેળવી તેને સારી રીતે ફેટી લો અને મીઠું ઉમેરો -વ્યવસ્થિત રીતે આ મિક્સચર ફેટાઈ જાય એટલે તેમાં લીલુ મરચું, આદુ કટરમાં ક્રશ કરી ભેળવી લો -હવે હથેળીમાં પાણી લગાવી આ ખીરાના મોટા મોટા ગોટા લઈ તેમાં વચ્ચે કાણું પાડી તેને ડીપ ફ્રાય કરો -ગરમ ગરમ વડા તૈયર છે તેને નારિયળની ચટની સાથે સર્વ કરો

ખભાના દુખાવામાં રાહત આપતી અસરકારક ટિપ્સ

Image
  કામના લાંબા કલાકો અને ભાગદોડ ભર્યા જીવનને કારણે શરીરના અમુક ભાગોમાં દુખાવો સામાન્ય બની ગયો છે. તેમા ખાસ કરીને ખભાનો દુખાવો. કામના દબાણ અને વધતી જવાબદારીઓને કારણે તણાવ અને દુખાવામાં પરિણમે છે. ખભાના સાંધાના દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો વધતો જાય ત્યારે નીચે આપેલી અમુક ટિપ્સને અનુસરવી. - સૂવાનો પોશ્ચર: જ્યારે તમે બાજુ પર એટલે કે પડઘુ ફેરવીને સૂઓ ત્યારે જ તકિયો રાખો. તમારુ માથું અને શરીર એક જ સ્તર પર હોવા જોઈએ ખાસ કરીને સૂતી વખતે. પીઠ પર સૂતી વખતે તકિયો રાખીને સૂવાથી ઘણા લોકોને ગરદન અને પીઠનો દુખાવો થઈ જાય છે. - બેસવાનો પોશ્ચર: જ્યારે ખુરશીમાં બેસો ત્યારે તમારા ઉપરના શરીરને યોગ્ય રીતે રાખીને બેસવાની ટેવ પાડો. પીઠ ટટ્ટાર પણ હળવી રાખીને બેસો જેથી કમ્પ્યૂટરમાં જોવા માટે તમારે માથું આગળ ન લાવવું પડે. તમે ઈચ્છો તો ખોળામાં એક તકિયો કે ગાદી રાખી શકો છો. - મસાજ: ખભાનો જે ભાગ દુખતો હોય તેના પર મસાજ કરો. મસાજ કરવાથી શરીરના તે ચોક્કસ ભાગમાં ગરમી થાય છે અને રક્ત પરિભ્રમણ વધે છે અને દુખાવો ઓછો થાય છે. - કસરત: શરીરના સ્નાયુઓ ખેંચવાની કસરત પીઠ અને ખભાના દુખાવામાં રાહત આપે છે. આ

લ્યો હવે, માત્ર 8 સેકન્ડમાં સ્ટાર્ટ થઈ શકશે તમારુ લેપટોપ

Image
  નવો એન્ડ્રોઇડ-4 હવે સ્માર્ટફોન અને ટેબલેટ માટે કોમન રહેશે. આ પહેલાના વર્ઝન હનીકોમ્બનો પ્રયોગ માત્ર ટેબલેટ માટે થતો હતો. એન્ડ્રોઇડ-4માં વિઝેટ્સની સાઇઝને ઓછી કે વધારે કરી શકાશે. પોતાની પસંદગીની એપ્લીકેશનને શોધવી પણ સરળ રહેશે. આઇફોનની જેમ એપ્લીકેશન્સને ફોલ્ડરમાં સેવ પણ કરી શકાશે. તેમાં ચહેરાની ઓળખથી પણ ફોન લોક થઈ શકશે. આ સિવાય ઈનકમિંગ કોલના સમયે ફોનને અનલોક કર્યા વગર મેસેજ પણ મોકલી શકાશે. ઓપન માઇકની મદદથી સરળતાથી બોલીને કન્ટેન્ટ પણ લખી શકાશે. ઓફલાઇન સર્ચથી 30 દિવસ સુધી જૂના મેલ ચેક કરી શકાશે. આ રીતે લેપટોપ માત્ર 8 સેકન્ડમાં સ્ટાર્ટ થશે અને તમારુ માઉસ સ્કેન પણ કરશે.

આ છે ભારતના સૌથી ધનિક અને સૌથી ગરીબ મુખ્યમંત્રી

Image
    જો ભારતના સૌથી ધનિક અને સૌથી ગરીબ સીએમની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતી દેશના સૌથી ધનિક સીએમ છે. જ્યારે પશ્ચિમ બંગાળના સીએમ બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સૌથી ગરીબ મુખ્યમંત્રી છે. માયાવતી - ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રીનો તાજ જાય છે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બહેન માયાવતીને. બહેનજીની પાસે 86 કરોડ રૂપિયાની સંપત્તિ છે. બહુજન સમાજ પાર્ટીના મુખિયા માયાવતીની પાસે 75 કરોડ રૂપિયાની ખાનગી સંપત્તિ છે, જેમાં ઓખલામાં એક 15.5 કરોડ રૂપિયાનું કોમર્શિયલ સેન્ટર અને સરદાર પટેલ રોડ પર એક 54 કરોડ રૂપિયાનો પ્લોટ સામેલ છે. આ સિવાય બહેનજીની પાસે 90 લાખ રૂપિયાની જ્વેલરી પણ છે. પ્રકેશા સિંહ બાદલ - પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદ દેશના બીજા નંબરના સૌથી ધનિક મુખ્યમંત્રી છે. બાદલની પાસે 8.6 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે 4 કરોડ રૂપિયાની ફાર્મલેન્ડ અને અંદાજે 2 કરોડ રૂપિયાની ખાનગી સંપત્તિ છે. આ સિવાય 38 લાખની જ્વેલરી પણ બાદલની સંપત્તિમાં સામેલ છે. એન કિરણકુમાર રેડ્ડી - આંધ્રપ્રદેશના સીએમ કિરણ કુમાર રેડ્ડી પણ આ લિસ્ટમાં સામેલ છે. રેડ્ડી દેશના ત્રીજા સૌથી ધનિક મુખ્યમંત્રી છે. ત

જાણવું છે, ગુજરાતમાં મુસલમાનો કેવી રીતે આવ્યા?

Image
ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની 26મી ફેબ્રુઆરીએ જન્મજંયતિ હતી. અમદાવાદની 601મી જન્મજયંતિ નિમિત્તે દિવ્યભાસ્કર ડોટ કોમ અમદાવાદ શહેરનો પહેલો લેખિત ઈતિહાસ અંગે જણાવી રહ્યું છે. ગુજરાત વનૉક્યુલર સોસાયટીએ સન ૧૮૫૦માં ‘અમદાવાદનો ઈતિહાસ’ લખાવીને ઈનામ આપવાનો ઠરાવ કર્યો હતો અને જેનું લખાણ પસંદગીને પાત્ર થાય તેને રૂ.૫૦-૦૦નું ઈનામ આપવાનું નક્કી થયું હતું, એ માટે સ્પર્ધા શરૂ થઈ,  અનેક લોકોએ યોગદાન આપ્યું હશે, પણ વનૉક્યુલર સોસાયટીના સહાયક મંત્રી મગનલાલ વખતચંદે લખેલો ઈતિહાસ ઈનામને પાત્ર બન્યો. ૧૮૫૧માં સોસાયટીએ લિથોપ્રેસમાં છપાવીને એ પ્રસિદ્ધ કર્યો. આ ગ્રંથ શહેર વસ્યું ત્યારથી લઈને ૧૮૫૦ સુધીના સમયગાળાને આવરી લેતો હતો. ત્રણ ભાગમાં લખાયેલ આ ગ્રંથનો પહેલો ભાગ શહેરના વર્ણનથી શરૂ થાય છે. ગુજરાતમાં મુસલમાનો કેવી રીતે આવ્યા ત્યાંથી લઈને અકબર પછીના સુબેદારોની વિગત પહેલા ભાગમાં આપવામાં આવી છે, જે માટે ‘મિરાતે અહેમદી’નો બર્ડ કૃત તરજુમો તથા એ સમયે પ્રચલિત વાતો અને નજરે જોયેલી હકીકતોનો ઉપયોગ કર્યો છે. બીજા ભાગમાં ગાયકવાડ અને પેશ્વાના હાથમાં અમદાવાદ કેવી રીતે આવ્યું તેની  હકીકતથી શરૂ કરીને

હવે થશે આપની ઈંતેજારીનો અંત, આવશે વિન્ડોઝ 8

Image
-29 ફેબ્રુઆરીએ મર્યાદિત સમય માટે રજુ થશે વિન્ડોઝ 8 માઈક્રોસોફટે તેની ઓપરેટિંગ સીસ્ટમ વિન્ડોઝ-૮નું બીટા વર્ઝન લોન્ચ કરવાની તૈયારી આદરી છે. ૨૯મી ફેબ્રુઆરીએ તે મર્યાદિત સમય માટે રજૂ કરવામાં આવશે અને તે સમયગાળા દરમિયાન લોકો તેને ડાઉનલોડ પણ કરી શકશે. વિન્ડોઝના નવા વર્ઝન કરતાં આ વર્ઝનમાં કંઈક અલગ ફીચર્સ રજૂ કરવામાં આવશે તેમાં કોઈ શંકા નથી. જો કે નવા વર્ઝનના આઈકોન, સિગ્નેચર કલર થીમ અને ડિઝાઈન અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર પાડવામાં આવી નથી. જો કે સાઈબર વર્લ્ડમાં દરેક વ્યકિતએ આ અંગે પોત-પોતાની રીતે અટકળો લગાવવાની શરૂ કરી દીધી છે અને કેટલાકે તો વિન્ડોઝ-૮ના ફોટોગ્રાફસ પણ ઈન્ટરનેટ પર મૂકયા છે.

આ છે દુનિયાનો સૌથી નાની ઉંમરનો 'ધનિક વ્યક્તિ'

Image
ધ ઈકોનોમિસ્ટ દ્વારા દુનિયાના સૌથી ધનિક વ્યક્તિની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમની ઉંમર અને આવકના રેશિયો દ્વારા આ યાદી તૈયાર કરવામાં આવી છે. અને તે પ્રમાણે ફેસબૂક ઓનર માર્ક ઝુકરબર્ગ બની ગયો છે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ. ફેસબૂક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ એ પહેલેથી જ ધનિક હતો. વર્ષ 2011માં ફોર્બ્સ મેગેઝિનની યાદી પ્રમાણે તેની આવક $13.5 બિલિયન હતી. જે મુજબ તે દુનિયાનો 52મો સૌથી ધનિક વ્યક્તિ હતો. પણ હવે તેની આવ વધીને $ 28.4 બિલિયન થઈ ગઈ છે. તેમજ હાલમાં જ તેની કંપની ફેસબૂકે $199 બિલિયનના શેર જાહેર કર્યાં છે. જેને કારણે તે ગત વર્ષના અંતમાં તેને દુનિયાનો નવમો સૌથી ધનિક વ્યક્તિ જાહેર કરવામાં આવ્યો હતો. 27 વર્ષની નાની ઉંમરે આટલો મોટો માર્જીન સાથે આવક ધરાવનારની લિસ્ટમાં તે ટોપ પર છે. આ લિસ્ટમાં ગુગલના કો-ફાઉન્ડર લેરી અને સેર્જી બ્રિન પણ શામે લ છે. તેઓની ઉંમર 40ની અંદર છે. 'ધ ઈકોનોમિસ્ટ ઓનલાઈન' એ જાહેર કરેલી યાદી પ્રમાણે માર્ક ઝુકરબર્ક દુનિયાનો સૌથી નાની વયનો ધનિક વ્યક્તિ છે. *ટોપ 10 વ્યક્તિઓ જે માર્ક ઝુકરબર્ગની સાથે આ લિસ્ટમાં શામેલ છે. 1. માર્ક ઈલોઈટ ઝુકરબર્ગ- અમેરિકન

સ્ટિવ જોબ્સની iChoice હતી એક ગુજરાતી વ્યક્તિ...!

Image
આજે દુનિયાને i-phone, i-pad, i-podeથી માહિતગાર કરાવનારા સ્ટિવ જોબનો જન્મ દિવસ છે. 24 ફેબ્રુઆરી 1955ના દિવસે જન્મેલા સ્ટિવ જોબ્સનાની પસંદ પણ એક ગુજરાતી હતી. ચાલો ત્યારે આજે દુનિયા જે જોબ્સને ચાહતી હતી તે ગેજેટ કિંગની i-Choice કોણ હતું ? આ સવાલનો જવાબ જાણીને તમને આશ્ચર્ય થશે કે તેઓ એક ગુજરાતીને વ્યક્તિગત રીતે પસંદ કરતા હતા. -એક ગુજરાતી હતા સ્ટિવ જોબ્સની iChoice -એક લિડીંગ મેગેઝીનને આપેલા ઈન્ટર્વ્યુમાં એપલના સ્થાપકે કરેલો ખુલાસો વર્ષ 1999માં એપલના સ્થાપકને પુછવામાં આવ્યું હતું કે, વીસમી સદીમાં તમે કઈ વ્યક્તિને સૌથી વધુ પસંદ કરો છો. ત્યારે જોબ્સે જવાબ આપ્યો હતો કે, "મોહનદાસ ગાંધી. એ શખ્સ 'પર્સન ઓફ ધ સેન્ચૂરી' છે. કારણ કે, તેમણે આપણા માનવ સ્વભાવની ખંડનાત્મક બાજુ દેખાડી હતી.'' જોબ્સના મતે ગાંધીજી 'ક્રિએટિવ પર્સનાલિટિ' હતા. કારણ કે, તેમણે દુનિયાને આક્રમક બનવા માટેનો નૈતિક માર્ગ દેખાડ્યો હતો. એ જ ઈન્ટર્વ્યુમાં જોબ્સે ઉમેર્યું હતું કે, "ગાંધીએ દેખાડ્યું કે નૈતિક કાર્યો દ્વારા આપણે પરિવર્તન લાવી શકીએ છીએ. શારીરિક આક્રમકતાના બદલે નૈતિક કાર્ય

મોદી સરકારના બજેટની આ છે 10 સૌથી મોટી ખાસિયતો

Image
    ગાંધીનગરઃ ગુજરાતના નાણાં પ્રધાન વજુભાઈ વાળાએ આજે શુક્રવારે વર્ષ 21012-12 માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું, અપેક્ષા મુજબ આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બજેટમાં આમ આદમીને રાહતોની લ્હાણી કરવામાં આવી છે, જો કે ઉદ્યોગજગત માટે કોઈ મોટી રાહતો જાહેર નહીં કરતા ઉદ્યોગજગતે નિરાશા વ્યક્ત કરી હતી. 722.27 કરોડની પુરાંતવાળા બજેટમાં મુખ્યત્વે ટેક્સમાં 700 કરોડની રાહતો જાહેર કરવામાં આવી છે, આ ઉપરાંત વેપારી આલમની માગણીને સ્વીકારતા વેટમાં પણ 200 કરોડની છુટછાટ આપવામાં આવી છે. (બજેટની 10 મહત્વની ખાસિયતો માટે ક્લિક કરો એક નંબરનો રીલેટેડ આર્ટીકલ) વિવિધ ક્ષેત્રોને રાહતોની લ્હાણી બજેટના પ્રારંભમાં નાણાં પ્રધાને કૃષિ ક્ષેત્રને અનેક ફાળવણીઓ કરી હતી. જેમાં ખાસ તો ખેડૂતોને રૂ.3,000 કરોડની વ્યાજ સબસિડી જાહેર કરવામાં આવી હતી, આ ઉપરાંત નવા વીજ જોડાણો માટે 500 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, સરકારે આ વર્ષે એક લાખ નવા વીજ કનેક્શન આપવાની જાહેરાત કરી હતી. બજેટમાં શિક્ષણ જગત માટે ખુશ ખબર છે, નવી શાળા કોલેજોની સ્થાપના ઉપરાંત સરકારે 10,000 વધુ શિક્ષકોની ભરતી કરવાનું એલાન કર્યું હતું. ગુજરાત સરકા

તમારા Facebook અકાઉન્ટને ડિલીટ કરતા પણ શીખો..!

- ફેસબુક એકાઉન્ટને ડિલીટ કરવા માટે તમે www.facebook.com/help/contact.php?show_form=delete_account લિંક પર જવું પડશે - ત્યારબાદ અહીં હાજર સબમિટ બટન પર ક્લિક કરો - આમ કરતાં સમયે ધ્યાન રહે કે 2 સપ્તાહ બાદ સુધી તમારા એકાઉન્ટને લોગ-ઇન ન કરો જો તમને પૂછવામાં આવે કે સોશ્યલ નેટવર્કિંહ સાઇટ ફેસબુક પરથી એકાઉન્ટ ડિલીટ કરવાની કોઇ પદ્ધતિ છે, તો મોટાભાગના લોકોનો જવાબ હોય છે કે ફેસબુકમાંથી તો એકાઉન્ટ ડિલીટ થતું જ નથી. જો તમે પણ આમ વિચારતા હો તો તમે બિલકુલ ખોટા છો. જી હા, હવે ફેબસુકથી ઉબકાઇ ગયેલા લોકો આ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પરથી પોતાના એકાઉન્ટ સરળતાથી ડિલીટ કરી શકશે. સાથો સાથ એકાઉન્ટ બંધ કરીને આનન-કાનનમાં સેંકડોની સંખ્યામાં જોડાયેલા ફેસબુક ફ્રેન્ડસમાંથી પણ છુટકારો મળી શકશે. હજુ ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવાના મામલામાં લાખો યુઝર્સ પોતાને અસહાય માને છે. દિલચસ્પ છે કે એકાઉન્ટ ડિએક્ટિવેટ થવા પર અન્ય લોકો તમારૂં એકાઉન્ટ તો નહીં જોઇ શકે, પરંતુ તમારો ડેટા, પિક્ચર અને પોસ્ટ ફેસબુકના સર્વર પર જ બની રહેશે. ગભરાઓ નહીં, અમે તમને બતાવી રહ્યા છે કે ફેસબુક પરથી તેને પણ કંઇ રીતે ડિલિટ કરી શકાય છે.

"એ સાડી મને આપજો, મારા મૃતદેહ પર લપેટવાની છે"

Image
  -કસ્તુરબા ગાંધીજીના પ્રત્યેક કાર્યના સૂક્ષ્મનિરીક્ષક અને પારખું હતાં -સુતરાઉ કાપડની પટ્ટીને બદલે ખરબચડી ખાદીની પટ્ટી ઘા પર બાંધી -ખાદી પ્રત્યે બાને પ્રેમ થઈ ગયો હતો કસ્તુરબા આમ તો ઝાઝું ભણેલા ન હતાં પણ એમની સમજશક્તિ અપૂર્વ અને સૂક્ષ્મ હતી. ગાંધીજીના વિચારોનાં તેઓ કર્મઠ આચાર્યા તો હતાં જ પણ બાપુની પ્રત્યેક કાર્યની નાડનાં તે સૂક્ષ્મનિરીક્ષક અને પારખું હતાં. ડગલે ને પગલે બા નાં કાર્યોમાં બાપુની ખરી જીવનસંગિનીનાં દર્શન થતાં. બાપુનાં વ્રતોએ બાનાં વ્રતો. બાપુના વિચારોએ બાના આચારો. બાપુની પસંદગી એ બાની પસંદગી. આથી જ પોતાના પહેરવેશ અને કપડાંની પસંદગીમાં પણ બા બાપુને જ અનુસર્યાં. બાએ 1919-20માં ખાદી ધારણ કરી હતી એટલું જ નહીં ખાદી ધારણ કરવાની બાની સંકલ્પના કેવળ અનુકરણ ન હતું. પણ ખાદી પ્રત્યે બાને પ્રેમ થઈ ગયો હતો. એક વખત બાને ટચલી આંગળીએ વાગ્યું એટલે બા સહજભાવે ખાદીનો પાટો બાંધતા હતાં. ત્યાં એક બહેને ઝીણા સુતરાઉ કાપડની પટ્ટી લાવી આપી. બાએ એ પટ્ટી બાંધવાની તો ના પાડી પણ કહ્યું - મારે તો ખાદીનો પાટો જ ખપે. એ ખરબચડી હશે તો પણ મને નહીં ખૂંચે. બીજો એક પ્રસંગ છે. આગાખાન મહેલમાં

ફરસાણ ખાનારાઓને તો બજેટે કરાવી દીધા જલસા

Image
    રાજ્ય સરકારે બજેટ 2012.13ના અંદાજપત્રમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓ, સ્ત્રી સંસાધનોની સાથો સાથ બાળકોને પણ મોજે મોજ કરાવી દીધી છે. ગાંઠીયા, સેવ-ખમણી, સમોસા, વગેરે સહિતનું ફરસાણ ખાનારાઓને તો જલસા પડી ગયા છે. કેમકે આજે રાજ્ય સરકારે બજેટમાં ફરસાણ, ચીકી, રેવડી, દાળિયા વગેરે પરનો વેરો માફ કરી દીધો છે. તેના લીધે હવે બધી વસ્તુઓના ભાવમાં ઘટાડો થઇ જશે. તદઉપરાંત દૂધ, પનીર, ચોકલેટ, માખણ પરનો વેરો 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધો છે. 

બનાવો 'અજમા ભાખરી'

અજમાવાળી બિસ્કિટ ભાખરી સામગ્રી: 2 કપ ઘઊંનો લોટ 1 ટીસ્પૂન અજમો લાલ મરચાંનો પાવડર સ્વાદ અનુસાર મીઠું 2 ટેબલસ્પૂન તેલ 2 ટીસ્પૂન હળદર 2 tspn રીત: - બધી સામગ્રીને મિક્સ કરીને તેમાં તેલ ઉમેરીને પાણી સાથે કઠણ કણક બાંધો. - હવે બાંધેલા કણકમાંથી લુઆ વાળો. - દરેક લુઆમાંથી રોટલી કરતા થોડી જાડી ગોળ ભાખરી વણી લો. - તવાને ગરમ કરીને તેના પર દરેક ભાખરીને ધીમી આંચે શેકી લો. - બન્ને બાજુ બરાબર શેકાઈ જાય એટલે ભાખરી નીચે ઉતારી લો. - ભાખરી પર ઘી લગાડીને ચા કે દહીં સાથે ખાઈ શકો છો.