Posts

Showing posts from September, 2011

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બનાવો ચટાકેદાર 'આલુ ચાટ'

Image
    નાસ્તામાં બનાવો 'આલુ ચાટ' સામગ્રી : 250 ગ્રામ નાની બટાટી (બાફીને છાલ ઉતારી લીધેલી), 1 ઝૂડી ફૂદીનો, 1 ચમચી લીંબુનો રસ 8-10 લીલા મરચાં ઝીણા સમારેલાં 2 ચમચી જીરૂનો બારીક ભૂકો 2 ચમચી ચાટ મસાલો, 2 મોટા ચમચા ઝીણી સમારેલી કોથમીર, 6 ચમચા બાંધેલું દહીં, આદુનો એક નાનો ટુકડો 1 ચમચી સંચળ 50 ગ્રામ કાજુ. રીત : -ગેસ પર નોન સ્ટીક પેન મૂકી તેલ ઉમેરો, -તેલ બરાબર ગરમ થાય એટલે બટાટા સહેજ સોનેરી થાય એ રીતે તળી લો. -બહારની સાઈડે થોડા કકરા દેખાવવા જોઈએ. -કાજુ, ફુદીનાનાં પાંદડાં, લીલાં મરચાં, દહીં, આદું, સંચળ સ્વાદ માટે, થોડું મીઠું ઉમેરી શકાય. -આ બધાને મિશ્ર કરી પેસ્ટ બનાવો. પછી પેસ્ટ બાજુ પર મૂકો. -બાજુ પર મૂકેલા બટાટાને એક મોટા બાઉલમાં લઈને તેના પર પેસ્ટ અને સૂકો -મસાલો જેવો કે જીરૂનો ભૂકો, ચાટ મસાલો, મીઠું વગેરે ભભરાવો -બટાટા પર આ બધાનું આવરણ થાય એ રીતે હલાવો. -તેમાં લીંબુનો રસ ઉમેરો. ગરમગરમ પીરસો. -ઉપરથી થોડો ચાટ મસાલો, ઝીણા સમારેલા ધાણા તેમજ ફૂદીનો, ઝીણું સમારેલું લીલું મરચું વગેરે ભભરાવી ગાર્નિશ કરોઆ ચાટ ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. ટૂથપિક લગાવી સર્વ કરો.

આ કાર પર મળી રહ્યું છે 1.30 લાખ રૂપિયાનું મોટું ડિસ્કાઉન્ટ!

Image
-ફિઆટ કંપનીએ બજારમાં પોતાનું વેચાણ વધારવા માટે બંપર છૂટની જાહેરાત કરી છે - આ કંપનીની સેડાન લીનીયા પર 1.30 લાખ રૂપિયાનું ભારે ભરખમ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે - ફિઆટની હેચબેક પુંટો પર પણ કંપની 75,000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે તહેવારી સીઝનને જોતા થયેલા તમામ પ્રકારની કંપનીઓ દ્વારા ઓફર્સ અને ડિસ્કાઉન્ટની રજૂઆત કરવામાં આવી રહી છે. અને આ મામલામાં કાર કંપનીઓ પણ પાછળ નથી. ખાસ કરીને ફિઆટ કંપનીએ બજારમાં પોતાનું વેચાણ વધારવા માટે બંપર છૂટની જાહેરાત કરી છે. આ કંપનીની સેડાન લીનીયા પર 1.30 લાખ રૂપિયાનું ભારે ભરખમ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેના અંતર્ગત માત્ર 1 રૂપિયામાં ઇન્શયોરન્સ, ગિફ્ટ ચેક, 50 મહિનાઓ માટે મફ્તમાં રોડ સાઇડ મેઇન્ટેનન્સ અને 20 હજાર રૂપિયાના એક્સચેન્જ બોનસનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. ત્યારે ફિઆટની હેચબેક પુંટો પર પણ કંપની 75,000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. આ કાર પર પણ 1 રૂપિયામાં ઇન્શયોરન્સ, ગિફ્ટ ચેક, 50 મહિનાઓ માટે મફ્તમાં રોડ સાઇડ મેઇન્ટેનન્સ અને 15,000 રૂપિયાની એક્સચેન્જ બોનસની ઓફર રજૂ કરવામાં આવી છે. કંપનીને આશા છે કે આ ઓફર લોકોને ઘણી પસંદ

જાણો શું હોય છે આઇપેડ

Image
    આઇપેડ એક પ્રકારનું ટેબલેટ કોમ્પયુટર છે, જેને અમેરિકન કંપની એપ્પલે બનાવ્યું છે અને આ દેખાવમાં લેપટોપ કરતા નાનું અને સ્માર્ટફોન કરતા મોટું હોય છે. આ મૂળરૂપથી ઓડિયો-વીડિયો મીડિયા ખાસ કરીને ઇ બુક્સ વગેરેને લઇને શ્રેષ્ઠ છે. આ સિવાય તે ફિલ્મો જોવામાં, ગેમ્સ રમવામાં અને વેબ કન્ટેન્ટ માટે પણ ઉપયોગી હોય છે. આઇફોન અને આઇપોડની જેમ જ આ મલ્ટીટચ ડિસ્પ્લે નિયંત્રિત હોય છે. આ પેહલાં ટેબલેટ કોમ્પ્યુટરોમાં આ સુવિધા પહેલાં નહોતી. એપ્પલે પહેલા આઇપેડ 2010માં રિલીઝ કરી હતી. પરંતુ અંદાજે 80 દિવસોમાં તેને ત્રીસ લાખ આઇપેડ વેચી દીધા હતા.

આ છે અમેરિકાના ટોપ 5 સ્માર્ટફોન

Image
    અમેરિકામાં મોબાઇલ ફોનનો જબરદસ્ત ક્રેઝ છે અને ત્યાં તેનું જબરદસ્ત બજાર છે. સ્થિતિ એ છે કે લોકો ફોન ખરીદવા માટે આખી રાત લાઇનમાં ઉભા રહે છે, જેમકે આઇફોનના મામલામાં થયું હતું. હવે અમે તમને બતાવીએ કે ત્યાં ક્યાં મોબાઇલ ફોન સૌથી વધુ લોકપ્રિય છે. જી હા, પહેલાં નંબર પર છે આઇફોન 4-32 જીબી. આ સ્માર્ટફોન પોતાની સ્લીક ડિઝાઇન, ફીચર અને સુવિધાઓના લીધે ટોપ પર છે. અમેરિકામાં તેની કિંમત 299 ડોલરથી 700 ડોલર સુધીની છે. આ એટીએન્ડટીના નેટવર્ક પર ત્યાં કામ કરે છે. બીજા નંબર પર છે એચટીસી સેંસેશન 4જી (ટી-મોબાઇલ). ખૂબસૂરત ડિઝાઇન, યુઝર એક્સીરિયંસ અને શ્રેષ્ઠ પ્રદર્શનના લીધે આ અંડ્રોડય ફોન ગ્રાકોની પસંદગીનો છે. તેની કિંમત 199 ડોલરથી લઇને 579 ડોલર સુધીની છે. ત્રીજા અને ચોથા નંબર પર છે મોટોરોલાના બે હેન્ડસેટ, બ્રૂટ આઇ686 અને ડ્રોયડ બાયોનિકા. બ્રૂટ પોતાની મજબૂતીના લીધે પસંદ કરાયો છે. આ વોટરપ્રૂફ છે. તેની કિંમત ત્યાં 119.99 ડોલર છે તથા આ સ્પ્રિંટ નેક્સટેલ દ્વારા વેચાઇ જાય છે. ડ્રાયડમાં તે તમામ ખૂબીઓ છે જે એક સ્માર્ટફોન ગ્રાહકોને જોઇએ. આ વેરિઝોન વાયરલેસ દ્વારા વેચાય છે તથા તેની કિંમત 299.99 ડોલર છે. પાંચ

ફરસાણમાં બનાવો 'સેન્ડવિચ ઢોકળા'

Image
    ચટપટા સેન્ડવિચ ઢોકળા સામગ્રી: 1 કપ તૂવેર દાળ 1 કપ ચણાની દાળ 1/2 કપ મગની દાળ 1/2 કપ અડદની દાળ 6 કપ ચોખા અથવા ચોખાનો લોટ 2 ટેબલસ્પૂન આદુ-લસણ-મરચાંની પેસ્ટ 2 કપ ખાટું દહીં 1 ટીસ્પૂન ફ્રેશ યિસ્ટ 1 ટીસ્પૂન હળદર 1 ટેબલસ્પૂન તેલ 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર વઘાર માટે 2 ટેબલસ્પૂન તેલ 1 ટીસ્પૂન રાયના દાણા 1 ટીસ્પૂન તલ 1/2 ટીસ્પૂન હીંગ ચટણી માટે 1 જૂડી લીલા ધાણા 3-4 મધ્યમ કદના લીલા મરચાં 2 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ 1 ટેબલસ્પૂન છીણેલું નારિયેળ 1 ટીસ્પૂન લીંબુન રસસ્વાદ અનુસાર મીઠું રીત: - બધી દાળ અને ચોખાને 6-8 કલાક પલાળીને રાખો. - હવે આ મિશ્રણમાં યિસ્ટ અને ખાટું દહીં મિક્સ કરીને ગ્રાઈન્ડ કરીને આથો આવવા માટે મૂકી દો. - આદુ-લસણ-મરચાંની પેસ્ટને આ આથામાં મિક્સ કરો. તેમજ હળદર અને મીઠું મિક્સ કરો. - એક નાના પેનમાં તેલ ગરમ કરો અને બેકિંગ પાવડર ઉમેરો. - જ્યારે આથામાં નાના પરપોટા જોવા મળે ત્યારે આ મિશ્રણને આથામાં મિક્સને બરાબર હલાવો. - ત્યાર બાદ ચટણીની બધી સામગ્રીને મિક્સ કરીને ગ્રાઈન્ડ કરી લો. ચટણી તૈયાર છે. - હવે ઢોકળાની થાળીમાં થોડું તેલ લગાડીને આથો તેમાં પાથરો.

ચટાકેદાર 'રીંગણનો ઓળો'

Image
    બનાવો રીંગણનો ઓળો સામગ્રી: 6 લીલા મરચા, સમારેલા 4 ટેબલસ્પૂન તેલ હીંગ, ચપટી 8 લીલી ડુંગળી, સમારેલી 2 મધ્યમ કદના ટમેટા 1 કીલો રીંગણ 1/2 ટીસ્પૂન હળદર મીઠું સ્વાદ અનુસાર લીલા લસણની કળી, 12, સમારેલી 1 ટીસ્પૂન જીરુ રીત: - રીંગણની છાલ બળી જાય ત્યા સુધી તેને આગ પર શેકો. - તેને પાણીમાં નાંખીને ઠંડા થવા દો અને પછી તેની છાલ ઉતારી લો. - તેના ગરનો માવો કરી લો. - તેલ ગરમ કરો, તેમાં જીરુ નાંખીને સાંતળો. - હવે તેમાં સમારેલું લસણ, ડુંગળી અને લીલા મરચા ઉમેરો. - બે મિનીટ સુધી હલાવો. - ત્યાર બાદ તેમાં સમારેલા ટમેટા, હળદર, હીંગ, મીઠું અને રીંગણનો માવો ઉમેરો. - હવે તેને થોડી ક્ષણો માટે પકાવો અને પછી બાજરીના રોટલા સાથે ગરમ ગરમ સર્વ કરો

જીવનને કંઇક આ દ્રષ્ટિથી જુઓ, દુનિયા જ બદલાઇ જશે!

Image
જીવનમાં સફળ થવા માટે દરેક જણને પોતાનો અલગ દ્રષ્ટિકોણ હોય છે અને આ જ દ્રષ્ટિકોણ તેમનાં જીવનનાં વિકાસને આગળ ધપાવે છે. જો સકારાત્મક દ્રષ્ટિથી સમગ્ર દુનિયાને જોઇએ તો તે દરેક વસ્તુમાં રહેલી શક્તિને પિછાણી શકશો. આવો જાણીએ આ વાતને એક કથા દ્વારા.. મેળામાં એક વૃદ્ધ માણસ જાતજાતના ફુગ્ગા વેચતો હતો. હિલિયમ ગેસ ભરેલા એ ફુગ્ગા આકાશમાં ઊડતા હતા. સ્વાભાવિક છે કે બાળકોને તેનું જબરું આકર્ષણ હોય, તેને ઘેરી વળેલા એક હબસી બાળકે ફુગ્ગાવાળાને પૂછ્યું ‘દાદા, આ જુદા જુદા રંગના બધા ફુગ્ગા આકાશમાં ઊંચે ઊડે છે પણ તેમાં કાળા રંગનો ફુગ્ગો કેમ નથી? કાળા રંગનો ફુગ્ગો ઊડી ન શકે? વૃદ્ધે જીવનની લીલીસૂકી જોઈ હતી, તે હબસી બાળકનો ભાવ સમજી ગયો અને તેને કહ્યું’ બધા જ રંગના ફુગ્ગા ઊડી શકે, કાળા રંગનો ફુગ્ગો પણ ઊડી શકે. પણ દીકરા, ફુગ્ગા તેના રંગના કારણે નહીં, પણ તે ફુગ્ગામાં જે શક્તિ અને વિશ્વાસ ભર્યા છે તેના કારણે ઊડે છે. વૃદ્ધનું તત્વજ્ઞાન બાળક કેટલું સમજયો હશે તે કોને ખબર પણ તેને સંતોષ થયો કે કાળા રંગનો ફુગ્ગો પણ ઊડી શકે છે. વૃદ્ધે નાનીશી કહેલી વાત કેટલી સારગર્ભિત છે! સાચું પૂછો તો મનુષ્યની તેની પ્રગતિની ઉડાનમાં

જીવનના દરેક પગલે સબક લેતા જાઓ, હનુમાન પાસેથી

Image
બાળપણની સરળતા આપણે હનુમાનજી પાસેથી શીખીએ છીએ. જવાનીની સક્રિયતા તેમના પરાક્રમની જ કહાની છે. પ્રૌઢતામાં જે સમજ હોવી જોઈએ, તે પણ હનુમાનજી આપણે શીખવશે. અને વૃદ્ધાવસ્થા સફળ બને છે પૂર્ણ સમર્પણથી. ભારતીય સંસ્કૃતિમાં ચારની સંખ્યાનું ઘણુ મહત્વ છે. ચાર વર્ણ, ચાર યુગ અને ચાર અંતઃકરણને ઘણીવાર યાદ કરવામાં આવે છે. તુસલીદાસજીએ શ્રીહનુમાનચાલીસાની ચાલીસ ચોપાઈઓમાં પણ ચારને આંકડાને એક જગ્યાએ યાદ કર્યો છે. 29મી ચોપાઈમાં લખે છે.... चारों जुग परताप तुम्हारा। है परसिद्ध जगत उजियारा।। અર્થાત્ જગતને પ્રકાશિત કરનાર તમારા નામનો પ્રતાપ ચારેય યુગો(સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ)માં છે. શ્રીહનુમાન પવનસૂત છે અને પવન ન માત્ર ચારેય યુગમાં છે, પણ પ્રત્યેક સ્થાન ઉપર છે. વિદેશમાં પાણી અલગ મળી શકે, ધરતી અલગ મળી શકે, ત્યાં ભોજન અલગ મળી શકે, પરંતુ હવા આખી દુનિયામાં એક જ જેવી પ્રાપ્ત થાય છે. પાણી, અગ્નિને રોકી શકાય છે. પરંતુ તમે હવાને ક્યારેય કોઈ ભાગોમાં ન વહેંચી શકો. ચારેય યુગનો એક બીજો અર્થ છે... આપણા જીવનની ચાર અવસ્થાઓ છે-બાળપણ, જવાની, પ્રૌઢતા અને વૃદ્ધાવસ્થા. પ્રતાપનો એક સાધારણ અર્થ હોય છે યોગ્યતા. આ ચાર ઉંમરમા

જો જિંદગીમાં નિરાશાનો સમય આવે, તો સૌથી પહેલા આવું કરજો!

Image
અનેક પ્રકારે બળશાળી લોકો પણ માનસિક દુર્બળતાના શિકાર થયેલા જોવા મળે છે. આપણા સંત-મહાત્માઓએ તો માનસિક બળ ઉપર ખૂબ જ ભાર આપ્યો છે અને કામ પણ કર્યું છે. જ્યારે પણ જીવનમાં નિરાશા આવે, પોતાના જૂના સડેલા-વિચારોને ત્યાગી દો. વિચાર પણ લગાતાર રહેવાથી વાસી થઈ જાય છે, તેને માંજવા પડે છે, તેની પણ સાફ-સફાઈ કરવી પડે છે. થોડો સમય પોતાને વિચારશૂન્ય રાખવા પણ વિચારોની જ સાફ-સફાઈ છે. આ શૂન્યતા ખોટા વિચારોને પીઘળાવે છે. ત્યારબાદ આવનાર વિચાર દિવ્ય અને સ્પષ્ટ હશે. વિચારશૂન્ય હોવાની સ્થિતિનું નામ ધ્યાન છે. થોડો સમય પોતાના વિચાર, પોતાના દ્વારા, પોતાના જ વિચારોનું આક્રમણ રોકો. થોડા લોકો ઘણો સમય ધ્યાન વિધી શોધવામાં લાગાવી દે છે. કંઈ વિધિથી ધ્યાન કરીએ તેમા જ તેના જીવનનો મોટો ભાગ ખર્ચ થઈ જાય છે. થોડું સમજો ધ્યાનની કોઈ વિધી નથી હોતી. ધ્યાનમાં બાધાઓ આવે છે, આ બાધાઓને હટાવવા-સમાપ્ત કરવાની વિધિઓ જરૂર હોય છે. ધ્યાન એક એવો હોશ છે, જે પોતાની શૂન્યતાથી વિચારોને ધોઈ દે છે. તાજા અને પ્રગતિશીલ વિચાર રોમ-રોમમાં સમાય છે અને તેના નિયમિત પ્રયોગથી કલા પણ આવી જાય છે. દરેક વિધિ એક રસ્તો છે, પણ બાધાને હટાવવા માટે તેને જ ધ્યા

આ 7ને ઊંઘમાંથી જગાડવા એટલે ખતરાની ઘંટડી વગાડવી

Image
જીવનને સુખી અને શાંત બનાવી રાખવા માટે શાસ્ત્રોમાં અનેક અચૂક નિયમ અને ઉપાય બતાવવામાં આવે છે. આ ઉપાય અને નિયમોનું પાલન કરનાર માણસને ક્યારેય પણ દુઃખોનો સામનો કરવો પડતો નથી. તે લોકો દરેક વખતે સુખી અને ચિંતાઓથી મુક્ત રહે છે. જીવનમાં સફળતાઓ પ્રાપ્ત કરવા માટે અનેક વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. આ બાબતે આચાર્ય ચાણક્ય દ્વારા અનેક સટીક સૂત્ર બતાવવામાં આવ્યા છે. આ સૂત્રમાંથી જ એક સૂત્ર છે ... સાંપ, નૃપ(રાજા), સિંહ ડંખ માનરનાર જીવ, નાના બાળકો, બીજાના કૂતરા અને મૂર્ખ આ સાતોને ઊંઘમાંથી ક્યારેય જગાડવા ન જોઈએ. આ સાતેય જ્યારે સૂઈ રહ્યા હોય તો આ અવસ્થામાં રહેવા દેવા તે જ લાભદાયક રહે છે. જો કોઈ સૂતેલા સાંપને જગાડવામાં આવે તો તે આપણને ચોક્કસપણે ડંખ મારશે. કોઈ રાજાને જગાડવાથી રાજાનો ક્રોધ સહન કરવો પડી શકે છે. જો કોઈ સિંહને જગાડવામાં આવે તો તે તમને ચોક્કસ મૃત્યુના મુખમાં જ લઈ લે છે. કોઈ ડંખ મારનાર જીવનને જગાડવાથી પણ મૃત્યુનું સંકટ ઊભું થઈ શકે છે. જો કોઈ નાનુ બાળક સૂઈ રહ્યું હોય તો તેને જગાડવાથી પણ તેને સંભાળવું મુશ્કેલ બની જાય છે. બીજાના કૂતરાને જગાડવામાં આવે તો તે ભસવાનું શરૂ કરી દેશે, અને

શું હોય છે હેકિંગ નામની 'બલા' તમે જાણો છો?

Image
    - કોમ્પ્યુટરોની દુનિયામાં હેકિંગ સામાન્ય વાત થઇ ગઇ છે અને હાલમાં આના સમાચારો બહુ મોટાપાયે આવતા રહે છે - લોકોને પર્સનલ એકાઉન્ટથી ડેટા ગાયબ કરવાથી લઇને બગાડવા સુધીના સમાચાર આવતા રહે છે - આ બધુ હેકિંગ દ્વારા થાય છે - હેકિંગનો મતલબ છે અન્ય કોઇના કોમ્પ્યુટર નેટવર્ક કે એકાઉન્ટમાં સંમતિ વગર કે ગેર કાયદેસર રીતે ઘૂસવું કોમ્પ્યુટરોની દુનિયામાં હેકિંગ સામાન્ય વાત થઇ ગઇ છે અને હાલમાં આના સમાચારો બહુ મોટાપાયે આવતા રહે છે. લોકોને પર્સનલ એકાઉન્ટથી ડેટા ગાયબ કરવાથી લઇને બગાડવા સુધીના સમાચાર આવતા રહે છે. આ બધુ હેકિંગ દ્વારા થાય છે. હેકિંગનો મતલબ છે અન્ય કોઇના કોમ્પ્યુટર નેટવર્ક કે એકાઉન્ટમાં સંમતિ વગર કે ગેર કાયદેસર રીતે ઘૂસવું. કોઇપણ હેકર પહેલાં સરળતાથી ટાર્ગેટ શોધે છે અને પછી તેનો સહારો બનાવીને કોમ્પ્યુટરોને નિશાન બનાવે છે. આ હુમલા પાછળ તેનો ઉદેશ પૂરી સિસ્ટમ પર કબ્જો કરવાનો હોય છે. તેનાથી તે આ સિસ્ટમમાં એડિટ, ડીલિટ, ઇન્સટોલ કે પછી કોઇપણ ફાઇલ અન્ય યુઝરના ફાઇલમાં મૂકી શકે છે. તેના માટે હૈકસ સોફટવેર બેગનો ઉપયોગ કરે છે. તે ઘણા બધા પ્રકારની બેગનો ઉપયોગ કરીને અન્યના કોમ્પ્યુટરોમાં ઘૂસી જાય છે

ભારતમાં ટ્વિટરના ઉપયોગકર્તાઓ માટે સારા સમાચાર

Image
    ભારતમાં ટ્વિટરના પ્રશંસકો તથા ઉપયોગકર્તાઓ માટે સારા સમાચાર એ છે કે આ માઇક્રોબ્લોગિંગ ફર્મ શીધ્ર જ પોતાની સર્વિસ હિંદીમાં પણ રજૂ કરશે. હાલ દુનિયાભરમાં 10 કરોડ લોકો સક્રિય રીતે ટ્વિટરનો ઉપયોગ કરી રહ્યા છે. કંપનીના બ્લોગમાં કહેવામાં આવ્યું છે કે આવનારા સપ્તાહોમાં હિંદી, ફિલિપિનો, મલય તથા સરળ અને પારંપરિક ચીની ભાષામાં રજૂ કર્યા બાદ ટ્વિટર 17 વિભિન્ન ભાષાઓમાં ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર અને ફેસબુક ભારતમાં ઘણી લોકપ્રિય છે. ફેસબુકિ હિન્દી સિવાય તમિલ, મલાયલમ, પંજાબી, તેલુગુ અને બંગાલામાં પણ ઉપલબ્ધ છે. અનુમાનો પ્રમાણે ટ્વિટરમાં અંદાજે 20 કરોડ રજીસ્ટર્ડ છે. ટ્વિટર પર ઉપયોક્તાને વધુમાં વધુ 140 શબ્દો વાળો સંદેશ રજૂ કરવાની સંમતિ છે.

ફક્ત બે વર્ષમાં જ તમારું કોમ્પ્યુટર બની જશે સુપર કોમ્પ્યુટર

Image
    - હવે તે દિવસ દૂર નથી જ્યારે તમારું કોમ્પયુટર આજની સરખામણીમાં 1000 ગણું ઝડપી ચાલશે - કોમ્પ્યુટર બનાવનાર કંપની આઇબીએમ તેના માટે હાઇટેક ચિપ તૈયાર કરવામાં લાગી ગઇ છે જી હા, ફક્ત બે વર્ષની અંદર કોમ્પ્યુટર જગતમાં ક્રાંતિ આવવાની છે. હવે તે દિવસ દૂર નથી જ્યારે તમારું કોમ્પયુટર આજની સરખામણીમાં 1000 ગણું ઝડપી ચાલશે. કોમ્પ્યુટર બનાવનાર કંપની આઇબીએમ તેના માટે હાઇટેક ચિપ તૈયાર કરવામાં લાગી ગઇ છે. કંપની તેના માટે એક સ્કાઇસ્ક્રેપર કોમ્પ્યુટરનું નિર્માણ કરી રહી છે. આ કોમ્પ્યુટરમાં સિલિકોન ચિપને એકની ઉપર એક ચિપકાવીને લગાવામાં આવી રહી છે ત્યારબાદ સિલિકોન ચિપને એક નાનકડા સંઘટકમાં હજારો વખત લપેટીને તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં કોમ્પ્યુટર ચિપ બનાવનાર કંપની આઇબીએમ 3 એમ નામ કંપનીની મદદ લઇ રહ્યા છે. તેના દ્વારા ચિપ તૈયાર કરવામાં આવી રહી છે. તેનાથી કોમ્પ્યુટરની સ્પીડ 1000 ઘણી વધી જશે. કંપનીના મતે આ કોમ્પ્યુટર 2013ના વર્ષમાં બજારમાં આવી જશે. કંપની હાલ જે ચિપ બનાવે છે તેનો ઉપયોગ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ અને ટેપ બનાવામાં કરાય છે. હવે જો કંપની ચિપ તૈયાર કરી રહી છે તે આવતી પેઢીના કોમ્પ્યુટરો

' અમારા જેવો સ્વિમિંગ પુલ તો કોઈનો પણ ન હોય!'

Image
    અત્યારે ભાદરવો મહીનો ચાલી રહયો છે. ત્યારે તાપ સામે રક્ષણ મેળવવા માટે માનવી તો પંખા કે એસી કે સ્વિમિંગ પુલનો ઉપયોગ કરી લેતા હોય છે. જ્યારે તસવીરની ભેંસો ભાદરવાના આકરા તાપથી રક્ષણ મેળવવા કુદરતી સ્વિમિંગ પુલનો ઉપયોગ કરી ઠંડક મેળવા પ્રયત્ન કરી રહી છે.

બેઇજિંગ પાસે દુનિયાનું સૌથી મોટુ એરપોર્ટ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે

Image
    બેઇજિંગ પાસે દુનિયાનું સૌથી મોટુ એરપોર્ટ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે તે લંડનના હીથ્રો એરપોર્ટ કરતા પણ ખાસ્સુ મોટુ હશે ભારતના પાડોશી દેશ ચીન સાથે ટૂંક સમયમાં જ એક ખાસ ઓળખ જોડાવાની છે. વાસ્તવમાં ચીનમાં બેઇજિંગ પાસે દુનિયાનું સૌથી મોટુ એરપોર્ટ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ એરપોર્ટનું મોડલ પણ તૈયાર કરી લેવામાં આવ્યું છે. અહેવાલ પ્રમાણે આ એરપોર્ટ ઉપર 9 રનવે બનાવવામાં આવશે. આ એરપોર્ટની ડિઝાઇન સર નોરમેન ફોસ્ટરે તૈયાર કરી છે. તે લંડનના હીથ્રો એરપોર્ટ કરતા પણ ખાસ્સુ મોટુ હશે અને તેનું નામ હશે બેઇજિંગ ડેક્સિંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ. આ એરપોર્ટ ઉપર પાંચ ટર્મિનલ બનાવવામાં આવશે અને અહીંથી દરરોજ 3.70 લાખ યાત્રીઓ આવ-જા કરી શકે તેવી સુવિધા હશે. આ એરપોર્ટ 21 સ્ક્વેર માઇલમાં ફેલાયેલુ હશે અને અહીંયા બનનારા કુલ 9 રનવેમાંથી એકનો ઉપયોગ તો માત્ર મિલિટ્રી જ કરશે. જો કે આ એરપોર્ટ ક્યારે બનીને તૈયાર થઈ જશે તે હજુ સુધી નક્કી થઈ શક્યુ નથી.

હવેથી પોર્ન સાઇટ્સનું ડોમેઇન થઈ જશે .XXX

Image
    જો આપ આપના નામ પર કોઈ અશ્લિલ વેબસાઈટને શરૂ થતી અટકાવવા માંગો છો તો તરત જ .xxx વેબ ડોમેનની માલિક કંપની આઈસીએસ રજિસ્ટ્રીનો સંપર્ક કરો. ગુરૂવારથી કંપનીઓ અને જાણીતા લોકો પોતાના નામનો દુરૂપયોગ થતો રોકવા માટે .xxxના નામ રજિસ્ટરવાળી ડોમેન નેમ કંપની આઈસીએમ રજિસ્ટ્રીનો સંપર્ક કરી શકે છે. .xxx શરૂઆત ઈન્ટરનેટ પર એડલ્ટ મટિરિયલ સરળતાથી શોધવા અથવા તો તેનાથી બચવા માટે કરવામાં આવી રહી છે. આઈસીએમ રજિસ્ટ્રીનું માનવું છે કે .xxxથી ઈન્ટરનેટ પર એડલ્ટ સામગ્રીને લઈને ગંભીરતા આવશે. કંપનીઓ ઉપરાંત કોઈપણ વ્યક્તિ પોતાનું નામ રોકવા માટે આવતા 50 દિવસમાં આઈસીએમ રજિસ્ટ્રીને અરજી આપી શકે છે. આ પ્રકારના લોકો અથવા કંપનીઓ પોતાનું નામ અશ્લિલ સામગ્રી વેચનારાઓથી બચવા ચાહતા અથવા પોતાના નામ પર કાંઈક રજિસ્ટર કરાવવા ઈચ્છે છે તેમને એકવાર 150થી 300 ડોલરની ફી ચુકવવાની રહેશે.

બાળપણ અભણ કેમ રહી જાય છે?

Image
    બાળકો માટે મફત શિક્ષણની અનેક યોજના હોવા છતાં યોગ્ય માર્ગદર્શન અને સહાય યોજનાનું અમલીકરણ હજી કેમ થતું નથી? ભારતીય બંધારણે ૬થી ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકનો સમાવેશ કરેલ છે અને માનવ વેચાણ, ભિક્ષા મંગાવવી કે વેઠ કરાવવી તેના ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. તે છતાં આપણી આસપાસ નજર નાખીશું તો અનેક એવા બાળકો જોવા મળશે જેઓનું કોઇ નથી, જેઓ રસ્તા ઉપર ભટકતાં હોય છે કે ભીખ માગતાં હોય છે કે તેની વયને અનુરૂપ ન હોય તેવી કામગીરી કરતાં હોય છે. આપણા સમાજે આ હકીકત સહજપણે જાણે સ્વીકારી લીધી છે. એક બાજુ આપણે એક પ્રગતિશીલ દેશની વાત કરીએ છીએ અને બીજી બાજુ આ કડવી વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરીએ છીએ. બાળકને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળે તે અંગેનો કાયદો આપણે ત્યાં સને ૧૯૬૧થી છે અને આ કાયદા નીચે ‘બાળક’ માટે ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઇ કરવાની દરેક સ્થાનિક સત્તાધિકારીની ફરજ રહેશે તેવી પણ જોગવાઇ કરવામાં આવેલ છે. બાળકને શાળામાં મોકલવાની માતા-પિતાની જવાબદારી હોવાનું પણ ઠરાવેલ છે અને જો માતા-પિતા બાળકને શાળામાં મોકલવાના હુકમનો ભંગ કરે તો તેમને દંડ કરવાની જોગવાઇ પણ કરેલ છે. રાજ્યના સામાજિક ન્

સારા ભણતર અને સ્કોલરશીપ માટે જાપાન બેસ્ટ ઓપ્શન

Image
    જો આપ બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે પછી ન્યૂઝીલેન્ડ અને કેનેડા કરતા જાપાન જઈને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં રસ ધરાવતા હો તો આપના માટે જાપાનની કેટલીક યુનિવર્સિટીઓ શિક્ષણની અનેક સુવિધા ઉપરાંત સારામાં સારી સ્કોલરશીપ પણ ઓફર કરે છે. વળી, આપ જાપાની ભાષાના અભ્યાસથી લઈને ટેકનિકલ કોર્સીસમાં પણ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન ઉપરાંત રિસર્ચમાં પણ સ્કોલરશીપ મેળવી શકો છો. જાપાનની સરકાર ઉપરાંત અનેક યુનિવર્સિટીઓ, ખ્યાતનામ ફાઉન્ડેશન્સ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ઓફર કરે છે. અહીં આ પ્રકારની કેટલીક સ્કોલરશીપની યાદી આપી છે જેમાં આપના રસના અથવા આપ જેનું બેકગ્રાઉન્ડ ધરાવતા હો તે વિષયમાં અપાતી સ્કોલરશીપની આપ માહિતી મેળવી શકો છો. 1. આઈચી પ્રેફેક્ચ્યુરલ ગવર્નમેન્ટ- આઈચી સ્કોલરશીપ પ્રોગ્રામ આ સ્કોલરશીપ શિક્ષણને લગતા વિષય પર અપાય છે જેમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ પણ સામેલ છે વધુ માહિતી આપ http://www.pref.aichi.jp/kokusai/ પર મેળવી શકો છો. 2. ઓકિનાવા પ્રિફેક્ચર ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ પ્રોગ્રામ જાપાન સિવાયના એશિયન દેશોના વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશીપ ઉપલબ્ધ છે. જોકે, આ સ્કોલરશીપ એવા વિદ્ય