નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

3000 ના'પાક' સૈનિકોને ભારે પડયા 120 ભારતીય જવાનો


>1971માં 16 ડિસેમ્બરે પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કર્યું હતું
>ભારતીય સેનાની સૌથી મોટી જીતને વિજય દિવસ તરીકે ઉજવાય છે
>લોંગોંવાલ યુદ્ધના હીરો કુલદીપસિંહ ચાંદપુરીએ યુદ્ધની યાદો જણાવી
>ભારતીય સેનાની લોંગોંવાલ મોરચે જીતને પોતાના શબ્દોમાં વર્ણવી
>3000 પાકિસ્તાની સૈનિકોને 120 ભારતીય જવાનોએ રોક્યા
>તત્કાલિન નેતૃત્વને મજબૂત ગણાવીને તેની પ્રશંસા કરી 

1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં સૌથી વધારે હોશલો વધારનારી જીત ભારતને લોગોંવાલના મોરચે મળી હતી. અહીં 23 પંજાબ રેજીમેન્ટના માત્ર 120 જવાનોએ પાકિસ્તાનના 3000 સૈનિકોનો મુકાબલો કરીને તેમને ધૂળ ચટાડી હતી. આ વાતને જાણીએ તે વખતે મોરચા પર કમાન્ડિંગ ઓફિસર તરીકે રહેલા મેજર કુલદીપ સિંહ ચાંદપુરી (સેવાનિવૃતિ વખતે બ્રિગેડિયરના પદ પર હતા)ના શબ્દોમાં...

1971ની જીત ભારતીય ફૌજ માટે ગૌરવની વાત

સેવાનિવૃત બ્રિગેડિયર કુલદીપ સિંહ ચાંદપુરીએ યુદ્ધની યાદોને તાજી કરતાં કહ્યું છે કે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાની સેનાની હાર અને ભારતીય સેનાની યાદગાર જીતમાં લોગોંવાલમાં તેનાત 23 પંજાબ રેજીમેન્ટના 120 જવાનોની ટુકડીની બહાદૂરી આજે પણ તેઓ ભૂલ્યા નથી. તેઓ વ્યક્તિગત રીતે આ ટુકડી સાથે જોડાયેલા હતા, તો તેમના માટે આ ટુકડી અને આ ટુકડીનો દરેક જવાન તેમના દિલની ઘણો જ નજીક છે. લોંગેવાલની આ જંગ દસ્તાવેજોમાં ‘ફોર્ટિન ડેઝ ઓફ વોર’ના નામથી ઓળખવામાં આવે છે. આ યુદ્ધ ત્રણ ડિસેમ્બરથી શરૂ કરીને 16 ડિસેમ્બરે ભારતીય સેનાની જીત સાથે અંજામ પર પહોંચ્યું હતું. 1971ની આ જીત હિંદુસ્તાની ફોજ માટે ગૌરવની વાત હતી. 

ચાંદપુરીએ ફૌજી લહેજામાં કહ્યું હતું કે ‘વી આર પ્રાઉડ ઓફ ઈન્ડિયન આર્મી.. અને જો ભગવાન તેમને આગલો જન્મ આપે, તો હું ભારતીય ફૌજનો હિસ્સો બનીશ અમે આ યુદ્ધમાં દુશ્મનોને કારમી હાર આપી, પરંતુ તેમા આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેયમાં કમાલનો તાલમેલ હતો. ફૌજને પહેલા જ ખબર પડી ચુકી હતી કે આગામી દિવસોમાં પાકિસ્તાન સાથે તણાવ વધી જશે. બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ખરાબ થઈ રહી હતી. પાકિસ્તાની ફૌજે સામાન્ય લોકોને લૂંટવા અને તેમના પર અત્યાચાર કરવાના શરૂ કરી દીધા હતા. ત્યાં સ્થાનિક સ્તર પર જાગૃતિ આવી ગઈ હતી. ખાસ કરીને 70ના આખરમાં લાગી રહ્યું હતું કે કંઈકને કંઈક થવાનું છે. કોઈ ઈચ્છતુ ન હતું કે જંગ થાય. હિંદુસ્તાન શાંતિ ઈચ્છતું હતું. મોટા દેશ પણ તે જ કરી રહ્યાં હતા કે પડોશી સાથે યુદ્ધ ન થવું જોઈએ. પરંતુ બહારની પરિસ્થિતિને કારણે મજબૂરી હતી.’

પાકિસ્તાને 3 ડિસેમ્બરે હવાઈ આક્રમણ કર્યું

તત્કાલિન મેજર કુલદીપસિંહ ચાંદપુરીએ હિંદુસ્તાનની યુદ્ધમાં ભૂમિકાની વાત કરતાં કહ્યું હતું કે હિંદુસ્તાને પહેલા લડાઈ શરૂ કરી ન હતી. ત્રણ ડિસેમ્બરે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ કાશ્મીરથી લઈને ગુજરાત સુધી તમામ એરપોર્ટો પર પાકિસ્તાને બોમ્બમારો કર્યો હતો. તે દરમિયાન રેડિયો પર સ્પેશ્યલ બુલેટિન આવ્યું. ખબરમાં ભારત તરફથી જંગનું એલાન કરી દેવામાં આવ્યું હતું. વેસ્ટર્ન સેક્ટર (પશ્ચિમી સરહદ)માં શાંતિ હતી. પરંતુ ઈસ્ટર્ન સેક્ટર (પૂર્વ સરહદ)માં પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ હતી. બોર્ડર બીએસએફ તેનાત હતી, પરંતુ ધીરે-ધીરે ફૌજે આગળ વધવાનું શરૂ કરી દીધું હતું. બીએસએફ ઓક્ટોબરના મધ્યમાં સીમા પરથી હટવા લાગી અને ફૌજે આગળ વધવાની શરૂઆત કરી હતી. ઓક્ટોબરના આખરી સપ્તાહમાં ફૌજે પોતાની તૈયારી કરી લીધી કે ક્યાં-ક્યાં ટારગેટ હશે?દુશ્મન ક્યાંથી આવી શકે છે? આપણે શું કરવું છે? અમે પહેલેથી તૈયાર હતા. 

વોર હીરો કુલદીપસિંહ ચાંદપુરી બાંગ્લેદેશ મુક્તિવાહીનીની ભૂમિકાની વાત કરીને લોંગોંવલામાં ભારતીય ફૌજની સ્થિતિની વાત કરતાં જણાવે છે કે મુક્તિવાહિની આપણને જણાવતી હતી કે ક્યાં શું શું થઈ રહ્યું છે? બીજી તરફ લોંગોંવાલમાં તે વખતે મેજર તરીકે મારી પાસે 120 જવાનોની કમાન હતી. અમે તો મિલિટ્રીમેન હતા, તેમ છતાં દેશના આ હિસ્સામાં શાંતિ છતાં સંપૂર્ણપણે આશ્વસ્ત થઈને બેસી શકતા ન હતા. અમારો અંદેશો 3 ડિસેમ્બરે રાત્રે સાડા સાત વાગ્યાની આસપાસ એ વખતે સાચો સાબિત થયો કે જ્યારે પાકિસ્તાની એરફોર્સે કાશ્મીરથી લઈને ગુજરાત સુધીના તમામ એરપોર્ટ પર હુમલા કરી દીધા હતા. અમે લોંગોંવાલ પોસ્ટ પર હતા, પરંતુ અમારું કામ સંરક્ષણાત્મક હતું. એટલે કે અમારે હુમલો નહીં, પરંતુ કોઈપણ હુમલામાં પોતાની પોસ્ટની રક્ષા કરીને દુશ્મનોને રોકવાનું હતું. તો 3 ડિસેમ્બરની રાત્રે લોંગોંવાલ પોસ્ટ પર કંઈ જ થયું ન હતું. આમ પણ અમે ભારત-પાકિસ્તાનની સરહદથી 16 કિલોમીટર અંદર હતા. તો અમને આગળની પાકિસ્તાની સેનાની કોઈ મૂવમેન્ટનો અંદાજો ન હતો અને પોતાની પોસ્ટ છોડીને અમે આગળ વધી શકતા ન હતા. 

પાકિસ્તાનીઓ ભારે તૈયારી સાથે આવ્યા હતા

તેમણે પાકિસ્તાની સેના દ્વારા લોંગોંવાલ પોસ્ટ પર આક્રમણની વાત વર્ણવતા કહ્યું હતું કે પાકિસ્તાની સેના ભારતીય સીમા પાર કરીને બીજા દિવસે 4 ડિસેમ્બરેની રાત્રે અમારી સામે ઉભી હતી. પાકિસ્તાની સેના બહાવલપુરથી ગબ્બર રેતી થઈને ભારતીય સીમામાં દાખલ થઈને લોંગોવાલ પહોંચી હતી. પાકિસ્તાનો હુમલો એટલો સુનિયોજીત હતો કે પાકિસ્તાન સેનાના 3 હજાર જવાન અને 45 ટેંકોએ અમને ઘેરી લીધા હતા. અહીં અમારે નિર્ણય કરવાનો હતો કે યા તો લડીને બહાદૂરી સાથે મરીએ અથવા પછી હથિયાર નાખીને બુઝદીલની જેમ મરીએ. જો કે મારા જવાનોએ કોઈપણ હાલતમાં હથિયાર નાખવાની જગ્યાએ લડવાનો નિર્ણય કર્યો હતો. 

પાકિસ્તાનને ભારે ખુવારી વેઠવી પડી

લોંગોંવાલ ખાતે પાકિસ્તાની સેના સાથે મુકાબલાની યાદો તાજી કરતાં તત્કાલિન મેજર કુલદીપસિંહ ચાંદપુરીએ કહ્યું હતું કે આખી રાત અમે પાકિસ્તાની સેનાને ત્યાં રોકી રાખી. સવારે સાડા સાત વાગ્યે ભારતીય વાયુસેનાએ અમારી સાથે મોરચો સંભાળી લીધો. ત્યાર બાદ પાકિસ્તાની ફૌજને પોતાને સંભાળવાનો મોકો મળ્યો નહીં. બપોર સુધીમાં પાકિસ્તાની ખેમામાં ભાગદોડ મચી ચુકી હતી. પાકિસ્તાની ફૌજ પાછળ હટી રહી હતી. પરંતુ અમે એરફોર્સની સાથે મળીને પાકિસ્તાની સેના પર હુમલો ચાલુ રાખ્યો. ભારતીય સીમામાંથી પાકિસ્તાની સેનાને ખદેડવામાં આવી ત્યારે 45 ટેન્કો સિવાય બેકઅપ તરીકે રાખવામાં આવેલી બીજી 13 પાકિસ્તાની ટેન્કો પણ નિશાનામાં આવી ગઈ હતી. જો કે એરફોર્સ માટે રેગિસ્તાનમાં ટેન્કોને નિશાન બનાવવું આસાન ન હતું. પરંતુ જેવી પાકિસ્તાની સેનાની ટેન્કો મૂવમેન્ટ કરતી, તો ભારતીય વાયુસેના તેમને નિશાન બનાવીને બરબાદ કરી રહી હતી. અમારી ટુકડી જમીની હુમલો કરતા પાકિસ્તાની સેનાને પાછળ ખદેડી રહી હતી. આખરમાં સાંજ સુધી અમે એરફોર્સ સાથે મળીને લોંગોંવાલ પોસ્ટ પર જીત દર્જ કરાવી હતી. અમે પણ આ યુદ્ધમાં 23 પંજાબ રેજીમેન્ટના જવાનો ખોયા. અમારા પેટ્રોલિંગમાં મદદ કરનારા ઊંટોના મોત થયા અને જીપો પણ બરબાદ થઈ હતી. પરંતુ 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાન સેના માટે લોંગોવાલમાં થયેલી લડાઈ ખૂબ મોટું નુકસાન કરી ગઈ હતી. અમે પાકિસ્તાનની 58માંથી 52 બરબાદ કરી. બાકી બચેલી 6 ટેન્કો કબ્જામાં લઈ લીધી હતી. આ યુદ્ધની યાદ મારા જહેનમાં આજે પણ તાજી છે, પરંતુ સાથે જ યાદ છે કે આ યુદ્ધમાં મારા 120 જવાનોની 3 હજાર પાકિસ્તાની ફૌજીઓને શિકસ્ત દેવાની બહાદૂરીનો દરેક કિસ્સો. 

કુલદીપસિંહ ચાંદપુરીએ પાકિસ્તાની ઈરાદાઓની બહુપ્રચારીત વાતનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે મારી આ ટુકડીએ પાકિસ્તાની સેનના લોંગોંવાલમાં બ્રેક ફાસ્ટ, જેસલમેરમાં લંચ અને જોધપુરમાં ડિનરના પ્લાનને માટીમાં મેળવી દીધો હતો. પાકિસ્તાની સેનાનો આ ડાઈનિંગ પ્લાન પાકિસ્તાની જવાનો પાસેથી જ અમને ખબર પડયો હતો. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધની જીતની યાદમાં ‘વિજય દિવસ’ પર હું મારા 120 જવાનોની બહાદૂરીને સલામ કરું છું.

મજબૂત નેતૃત્વ મળ્યું

તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ત્રણેય સેના પ્રમુખોને સંપૂર્ણ શક્તિ આપી દીધી હતી. ઈન્દિરા ગાંધીએ સેનાધ્યક્ષને સ્પષ્ટ કહી દીધું હતું કે ‘યૂ આર ધ બેસ્ટ જજ (તમે સૌથી યોગ્ય નિર્ણય લઈ શકો છો).’ આર્મી ચીફને પૂરી સત્તા આપી દેવાય હતી. તેમણે એમ પણ ન કહ્યું કે આમ ન કરો. નીચેથી લઈને ઉપર સુધી કંઈપણ કરવાની સત્તા સેનાધ્યક્ષને આપી દીધી હતી. ત્રણેય સેનાધ્યક્ષોના કોઓર્ડિનેશનને કારણે આ યુદ્ધ આપણે જીતવામાં કામિયાબ રહ્યાં હતા.

બાળપણથી જ હોશલો હતો

કુલદીપસિંહ ચાંદપુરીએ કહ્યું છે કે ‘હું બાળપણથી જ ફૌજમાં જવા ઈચ્છતો હતો. પરંતુ હું એકમાત્ર પુત્ર હોવાથી માતાને મારી ખ્વાહિશ પસંદ ન હતી. પરંતુ પિતાજીએ મારી માતાને સમજાવી અને 1962માં મે સેનામાં કમીશન હાસિલ કર્યું હતું.’

જીવનમાં દારૂને મોંથી લગાવ્યો નથી

તેમણે શિસ્તની વાત કરતાં નવી પેઢીને સંદેશો આપ્યો છે કે જીંદગીમાં શિસ્તની ઘણી જરૂર છે. જીંદગીમાં ક્યારેય પણ દારૂને મોઢે લગાડયો નથી. અરસા પહેલા નોન વેજ પણ છોડી દીધું છે. જીંદગીમાં સાદગી અને શિસ્ત ઘણી જ જરૂરી છે. તે જ આગામી પેઢીને જણાવવા માંગુ છું.

Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. thanx for remind us to our brave indian army, who protect us....thnx and hats of you guys who fight in 1971 for india and indian lives, and my gr8 salute to mr.Kuldeep sinh chandpuri...Jai Hind.

    ReplyDelete
  3. આ જંગમાં અનેક જવાનોએ શહીદી વહોરી લીધી, ત્યારે આ મુકુટ સુરક્ષિત રહી શક્યો છે, જેને યાદ કરવાનો આ દિવસ છે.

    salute to all shahid jawan... ............

    ઘ્‍નય છે એ વીર સપુતોને કે જેણે પાકીસ્‍તાની સેના સામે સામી છાતીએ હાંકી કાઢયા ભારતીય સેનાના જવાનો કયારેય પણ યુઘ્‍ઘના મેદાનમાંથી પીછેહઠ કરતા નથી PROUD TO BE INDIAN ARMY. ભારત ના તમામ વીર જવાનોને મારા વન્દેમાતરમ જયજવાન જયકિસાન

    ભારત માતાની રક્ષા માટે જે વીર શહીદો ઍ બલિદાન આપ્યુ છે તેને સલામ - Dinesh

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!