Posts

Showing posts from 2010

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ સાહસને દાદ તો આપવી જ રહી...

Image
આ દ્રશ્ય છે સિડનીમાં આયોજિત હોબાર્ટ રેસનું હોય હૈયે હામ અને ઈશ્વરમાં અડગ શ્રઘ્ધા, પછી બીજી જરૂર શી! કવિવર ટાગોરની પંક્તિ એકલો જાને રે અહીં યાદ આવ્યા વિના ન રહે. સિડનીમાં આયોજિત હોબાર્ટ રેસમાં નાનકડી હોડી સાથે ખલાસીએ દિલમાં મોટી હામ લઈ દરિયામાં ઝંપલાવ્યું હતું. દરિયો કયારે તોફાની બનશે, એનો અણસાર ભલે હમણાં ન હોય, પરંતુ માથે મંડરાતા તોફાની, કાળા ડિબાંગ, ધેઘૂર વાદળો તો કયારે ફાટશે, એનું નક્કી નહીં. આકાશમાંથી ગમે ત્યારે આખો દરિયો વરસી પડે તેવી નજરે દેખાતી, અનુભવાતી ક્ષણમાં પણ જરાય વિચલિત થયા વિના નાવિકે હોડી હંકારવાનું છોડયું નથી. આ સ્પર્ધામાં જીત ચાહે ગમે તે સ્પર્ધકની થઈ હોય, આ નાવિકની હિંમતને સલામ મારવાનું ચૂકવા જેવું નથી જ. હોબાર્ટ સેસની એક તસવીરી ઝલક...  

લોખંડી મનોબળ ધરાવતી મહિલા- ઇરોમ શર્મિલા !!!

>>દસ વર્ષોથી અનાજ અને પાણી વગર લડત ચલાવતી મહિલા >>છેલ્લા દસ વર્ષોથી ચુસ્ત સલામતી ધરાવતી જેલની હોસ્પિટલમાંથી લડત ચલાવે છે >>શર્મિલા મહાત્મા ગાંધીને પોતાનો આદર્શ માને છે >>જ્યાં સુધી સૈનિકોને આપેલો ખાસ સત્તા પાછી ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખશે છેલ્લા દસ દસ વર્ષો મણીપુરની ખીણમાં એક યુવાન મહિલાએ એક અનાજનો દાણો અથવા એક ટીપુંય પાણી પીધાં વગર વિતાવ્યાં છે. તે હજું જિવિત છે કારણ કે પોલીસ અને ડોક્ટરો તેને જબરજસ્તી પ્લાસ્ટિકની ટ્યુબ વડે ખોરાક તેના શરીરમાં ઢોસે છે. આ મહિલાનો છેલ્લા દાયકાનો મોટા ભાગનો સમય ચુસ્ત સલામતિ ધરાવતી હોસ્પિટલમાં એકલતામાં વિત્યો છે. એક મુલાકાતમાં મહિલાએ કબૂલ કર્યુ હતું કે તે સામાન્ય લોકોને મળી નથી શકતી તેનો તેને મોટો વસવસો છે. છેલ્લા દસ વર્ષના સમયગાળામાં આ મહિલા એક વખત પણ તેની માતાને મળી નથી. મહિલાએ દ્રઢ નિશ્વય કર્યો છે કે જ્યારે તે પોતાનું રાજકીય લક્ષ્ય સાધી દેશે ત્યાર બાદ જ તે પોતાની માતાને મળશે. લાંબા સમયથી આ હાલતમાં રહેવાના કારણે હવે તેના શરીરના અવયવો પણ કામ કરતાં અટકવા માડ્યાં છે. મહિલાને જે પ્લાસ્ટિકની નળી વડે ખાવાનું આપવામાં આવી

2010ની અજબ ગજબ ઘટનાઓ...જેમણે તમને રડાવ્યા

Image
આ ઘટનાઓએ વર્ષ 2010માં રડવા માટે મજબૂર કર્યા વર્ષ દરમિયાન ઘણી બધી એવી અજબ ગજબની ઘટનાઓ બની હતી, જે તમારા હ્રદયને સ્પર્શી ગઈ હતી. પ્રસ્તુત છે અક તસવીરી ઝલક.   બ્રિટનની બી ટોડ નામની બાળકી આજે ત્રણ વર્ષની થઈ ગઈ છે. પરંતુ તે કંઈક એવી બીમારીને લઈને જન્મી છે જેના કારણે તેના માતાપિતા તેને ઘરની બહાર લઈને જઈ શકતા નથી અમેરિકાની એક મહિલાએ હોસ્પિટલ સામે દાવો કર્યો છે. આ હોસ્પિટલના ડોક્ટરે તેને જણાવ્યા વગર જ તેના નાનકડા દીકરાની ભૂલથી સુન્નત કરી નાખી બ્રિટનમાં ડોક્ટરોએ એક અદભૂત કામગીરી બજાવીને એક માસની બાળકીના હ્રદયના ધબકારા ૩૦ મિનિટ સુધી બંધ રાખીને ઓપરેશન કર્યું હતું. આ બંનેનું માથુ જોડાયેલું હોવાના કારણે તેઓ એકબીજાની આંખોથી જ જુએ છે, એટલું જ નહીં આ બંને વિચારે છે, પણ એક સરખું જ. કેલ્વિનો ઈન્માન નામનો 17 વર્ષનો એક કિશોર છે, જેની આંખમાંથી અશ્રુરૂપે લોહી વહે છે. આ તકલીફ તેને છેલ્લા બે વર્ષથી છે એક યુવતી જેને બંને પગ પણ નથી અને એક હાથ પણ નથી તેણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. 24 વર્ષીય મેલેક અને તેનો બોયફ્રેન્ડ અત્યારે પોતાના 9 મહિનાના દીકરા સાથે સુંદર પળો માણી રહ્યા છે

બાય બાય 2010, વેલ કમ 2011

Image
નવા વર્ષને આવકારવા સર્વત્ર થનગનાટ વ્યાપી ગયો ત્યારે અમદાવાદની (કુમકુમ વિદ્યાલયમાં) યોજાયેલ કાર્યક્રમમાં ફેસ પેઈન્ટિંગસ સાથે ૨૦૧૧ને આવકારતા આવતીકાલના નાગરીકોમાં આવતીકાલની આશા છલકાઈ રહી છે. ઈતિહાસમાં જઈ રહેલું વર્ષ ૨૦૧૦ને લઈ આ બાળકોઅ કટઆઉટ કરેલું મીંડુ પાછળ લઈ લીધું છે અને તેના સ્થાને અંગ્રેજી એકનો અંક હરોળમાં ગોઠવી સાથે નવા વર્ષને આવકારી રહ્યાં છે.- કલ્પિત ભચેચ  

પેટ-માથામાં દુખાવો થાય તો ‘૧૦૪’ પર ફોન કરો

આગામી બે મહિનામાં સેવા શરૂ થશે ૧૦૮ની વધુ ૫૦ એમ્બ્યુલન્સ મુકાશે : આરોગ્યમંત્રી વ્યાસ ઇમરજન્સી કેસમાં લોકોને તાત્કાલિક સારવાર આપતી એમ્બ્યુલન્સ ‘૧૦૮’ જીવાદોરી સમાન સાબિત થઈ છે. હવે પેટમાં  કે માથાના દુખાવા જેવા નોન ઇમરજન્સી કેસમાં વ્યક્તિ ૧૦૪ નંબર ડાયલ કરીને, ડોક્ટર પાસેથી દર્દનું નિદાન અને દવાની માહિતી નિ:શુલ્ક મેળવી શકશે. રાજ્યના આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસે અમદાવાદ ખાતે આ જાહેરાત કરી હતી. કઠવાડા ખાતે નવા બનેલા ‘૧૦૮’ના સેન્ટરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વ્યાસે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોઇ વ્યક્તિને પેટ કે માથાનો દુખાવો ઉપડે ત્યારે ગંભીરતા ન હોય પણ દવા અને સલાહ લેવી જરૂરી હોય ત્યારે  વ્યક્તિ ૧૦૪ નંબર ડાયલ કરીને નિષ્ણાત ડોક્ટર પાસેથી સલાહ મેળવી શકશે. આ સેવા આગામી બે મહિનામાં શરૂ કરવામાં આવશે. ટેલી મેડિસિનના આધારિત આ સેવા દ્વારા ૮૦ ટકા નોન ઇમરજન્સી નિવારી શકાશે. ‘૧૦૪’ નંબર ડાયલ કરવાથી ડોક્ટર દર્દીની તકલીફને સમજીને તેના આધારે દર્દનું નિદાન કરીને ઓવર ધ કાઉન્ટર (ઓટીસી- પ્રિસ્કિ્રપ્શન વગર) મળતી દવા લખી આપશે. જેને પગલે હવે દર્દીને ડોક્ટરની સલાહ માટેની ફી અને સમયનો બચાવ થશે. નવા વર્ષમાં મધ

ન્યૂ યર પાર્ટીમાં ન કરવા જેવુ શું હોઈ શકે?

Image
ન્યૂ યરની પાર્ટીમાં મજા તો બહુ જ આવશે. પણ અમુક વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ...જેથી પાર્ટી પછી તમારી તબિયત ના બગડે. ફિટનેસ એક્સપર્ટ લિના મોર્ગે સૂચવે છે પાર્ટીમાં ન કરવા જેવી અમુક બાબતો. 1. ઉજવણી કરો પણ તેમાં દારૂ પીને ધૂત ન થઈ જતા. અત્યારે પાર્ટી સિઝન ચાલી રહી છે અને દરરોજ લગભગ તમારે કોઈને કોઈ પાર્ટીમાં જવાનુ થશે જ માટે આ બાબતનુ ધ્યાન રાખવુ બહુ જરૂરી છે. સમતોલન જાળવો અને દારૂના સેવનમાં ધ્યાન રાખો. 2. દારૂને કારણે તમારા શરીરમાં પાણીની કમી વધવા લાગે છે માટે તમારે દારૂના સેવન પછી પાણી પીવુ જેથી શરીર હાઈડ્રેડેટ રહે ખાસ કરીને રાત્રે દારૂ પીધા પછી. દરેક ડ્રિન્ક પછી પાણીનો એક ગ્લાસ જરૂરથી પીવો. 3. શરીરમાં પીધેલા દારૂને બહાર કાઢવા માટે બહુ કસરત કરો જેથી પસીના મારફતે તે શરીરની બહાર નીકળી જાય. 4. બની શકે તો સ્ટિમ બાથ લો જે તમારા શરીરમાંથી દારૂના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરશે. 6. કોઈ પણ પાર્ટીમાં જતા પહેલા ભારે કસરત ન કરવી. કારણ કે કસરત કરવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે અને તે પછી જો તરત દારૂનુ સેવન અને ડાન્સ કરવામાં આવે તો તેના કારણે સ્નાયુ પર વધુ જોર પડે છે જે શરીર માટે યોગ્ય નથી. 6

આજે એકલા છો તો નો પ્રોબેલ્મ!

આજે ન્યૂ યરની પાર્ટીમાં તમારી સાથે આવવા માટે કોઈ જ નથી અને તમે એકલા એકલા પાર્ટીમાં જવા માંગતા નથી. ઘરમાં બેસીને એકલા બોર થવા કરતા તમારા મગજને સેટ કરો અને એન્જોય કરો નવા વર્ષની આ સાંજને કંઈક અલગ કરીને. 1. મૂવી મજા: થિયેટરમાં એકલા બેસીને મૂવી જોવા કરતા તો સારુ છે કે ઘરમાં શાહી અંદાજમાં એકલા મૂવી જુઓ. બહારથી કંઈક નાસ્તો ઓર્ડર કરો જેમ કે પિઝા અથવા બર્ગર. તમને ગમતી કે ન જોઈ હોય એવી ફિલ્મની ડીવીડી લગાડીને બેસી જાવ તમારા પ્રાઈવેટ હોમ થિયેટરની સામે. ફિલ્મ જોતા જોતા તમને યાદ પણ નહીં રહે કે આજે ન્યૂ યરની પાર્ટી હતી અને તમે એકલા હોવાને કારણે કોઈ પાર્ટીમાં જઇ ન શક્યા. 2. નાઈટ આઉટ: તમારા મિત્રોને ફોન કરો જે તમારી જેમ એકલા એકલા ક્યાય બહાર ન જઈ શક્યા. તેમને તમારા ઘરે બોલાવો અથવા તમે તેમના ઘરે પહોંચી જાવ. ગેમ્સ રમો અને ડ્રિન્ક કરો. 3. ડ્રાઈવ પર જાવ: પાર્ટીના મોસમાં ડ્રાઈવ પર જવુ થોડુ અલગ છે પણ એકલા રહેવા કરતા ગાડીમાં મિત્રો સાથે મ્યુઝિક સાંભળતા સાંભળતા ડ્રાઈવ પર જવાની મજા પણ અલગ હોય છે. હા, પણ ડ્રિન્ક કરીને ડ્રાઈવ કરવાની ભૂલ ક્યારેય ન કરશો. 4. કુકિંગ કરો: બની શકે કે તમને કંઈ પણ કુક કરતા ન આવડતુ હો

રાજ્યમાં SP માટે હવે બે વર્ષની ટ્રેનિંગ ફરજીયાત

- પોલીસ ટ્રેનર એકેડેમી ઉપરાંત રાજ્યમાં ટ્રેનિંગ લીધા પછી નિમણુંક - હોદ્દો સ્વીકારતા પહેલાં આધુનિક ટેકનોલોજીના પાઠ ભણવા પડશે - નક્સલવાદ, આતંકવાદ તેમજ સાયબર ક્રાઇમે પોલીસનો બોજ વધાર્યો પોલીસની નોકરીમાં જોડાવા માટે હવે પરીક્ષામાં પાસ થવું માત્ર જરૂરી નથી પણ તાલીમ લેવી અગત્યની બની ગઇ છે. કેન્દ્રના આદેશને પગલે હવે જિલ્લામાં ફરજ ઉપર મૂકવામાં આવતા સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ માટે બે વર્ષનો તાલીમ પિરીયડ નક્કી કરવામાં આવ્યો છે. સામાન્યરીતે આઇપીએસ અધિકારી હોય તેમને એસપીનો હોદ્દો આપવામાં આવે છે. પહેલાં એક વર્ષની તાલીમ લઇને નવા એસપીને પોસ્ટિંગ આપવામાં આવતું હતું. ભારતીય પોલીસ દ્વારા ૧૮૬૧ થી અત્યાર સુધીમાં એસપી રેન્કના અધિકારીઓને એક વર્ષની તાલીમ આપવાની જોગવાઇ કરવામાં આવી હતી. તે સમયે વર્તમાન સમય જેવા ગુનાઓ બનતા ન હતા તેથી તાલીમ પિરીયડ મયાર્દા તે પ્રમાણે નક્કી કરવામાં આવી હતી. હવે દેશમાં નકસલવાદ અને ત્રાસવાદનો ફેલાવો વધી રહ્યો છે. પૂર્વોત્ત્તર રાજ્યોમાં પોલીસ ઉપર હુમલા કરવાના બનાવો વધી ગયા છે. નકસલવાદી અને આતંકવાદી પ્રવૃત્તિઓને ધ્યાને લઇને એસપી માટે કેન્દ્રએ બે વર્ષની તાલીમ ફરજીયાત બનાવી છે અને

Shayari

હસીનો ને હસીન બનકે ગુનાહ કિયા, ઔરો કો તો ઠીક હમ કો ભી તબાહ કિયા, પેશ કિયા જબ ગઝલો મેં ઉનકી બેવફાઈ કો, ઔરો ને તો ઠીક ઉન્હોને ભી વાહ વાહ કિયા. કહેતા તો કહી દીધું તમે કે જીવી લેજો મારા વિના, પણ એ તો કહેતા જાવ કેમ જીવશે મારા વિના, નથી સાચવી શકતા પોતાની જાત ને એક પલ માટે, તો કેમ સાચવશો આખી ઝીંદગી ખુદ ને મારા વિના, હું જાણું છું કે નથી અટકતી ઝીંદગી કોઈના વિના, …પણ શું ચાલશે તમારી ઝીંદગી મારા વિના, શું મારું કહેવું જરૂરી હતું કે, “હું પ્રેમ કરું છું તમને” કેમ તમે ના સમજી શકો કઈ કહેવા વિના, લખેલા શબ્દો તો કોઈ પણ વાંચી લે, પણ તમેજ કહો કોણ લખશે કવિતા એક મા અગર ટેન્સન કા તાલુક દિમાગ સે હૈ તો હાર્ટ અટેક કયું હોતા હૈ……..? ઔર અગર લવ કા તાલુક દિલ સે હૈ તો ઇશ્ક મેં લોગ પાગલ કયું હોતે હૈ………..? સમયની અછત તો ઈશ્વર ને પણ હતી, પણ ફુરસદ લઇ ને ઈશ્વરે તમને બનાવ્યા, ખ્યાલ આવ્યો હશે એમને મારી એકલતાનો, એટલે જ તો નસીબે તમને અમારી સાથે મલાવ્યા. ઝખમ દેને કા અંદાઝ કુછ ઐસા હે ઝખમ દેકર પૂછતે હે અબ હાલ કૈસા હે, કિસી એક સે ક્યાં ગીલા કરે સારી દુનિયા કા મઝાક એક જૈસા હૈ. મેરી ખુશી કો લૌટા દે કોઈ

ફેસબૂકમાં પણ ‘વાયબ્રન્ટ ગુજરાત’

પાંચમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટને હવે બે અઠવાડિયા જેટલો જ સમય બાકી છે ત્યારે રાજ્ય સરકાર આ ઇવેન્ટ અંગે જાગૃકતા ફેલાવા અને તેનો પ્રચાર કરવામાં કોઇ કસર છોડવા માગતી નથી. જેનું તાજુ ઉદાહરણ ફેસબૂક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પરને વાયબ્રન્ટ ગુજરાતના એકાઉન્ટ પરથી જોવા મળે છે. ફેસબૂક, ટ્વિટર, લિંકદિન અને ફ્લિકર જેવી કેટલીક સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ વાયબ્રન્ટ ગુજરાત સમિટના પ્રચાર માટે કરવામાં આવી રહ્યો છે. ઉક્ત સાઇટ્સ પર વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઇટ અને તેની સાથે જોડાયેલી અન્ય વેબસાઇટની લીંક મુકવામાં આવી છે. જેમાં સમિટ અંગેની સૂપર્ણ માહિતી તથા વિવિધ સેક્ટર અને ઇન્ડસ્ટ્રીઝની માહિતી પૂરી પાડવામાં આવી છે. ફેસબૂક પર વાયબ્રન્ટ ગુજરાતના પેજ (www.facebook.com/vibrantgujarat)ને તમે જોશો તો તેમાં તમને ગુજરાતમાં રોકણ કરનારા ઉદ્યોગપતિના કોટ જોવા મળશે. ઉપરાંત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કોટ અને સંબોધનો અને વાયબ્રન્ટ ગુજરાત સમિટના ફોટોગ્રાફ્સ જોવા મળશે. નામ ન બતાવવાની શરતે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, જે રીતે સોશિયલ નેટવર્કિંગ સાઇટની લોકપ્રિયતાનો વ્યાપ વધી રહ્યો છે. તેને જોતા લોકોમાં જાગૃક

એશિયામાં ગુજરાતની પહેલ,સોલારપાર્કનો આરંભ

ભારત-પાક. આંતરરાષ્ટ્રિય સરહદ નજીક આવેલા પાટણ જિલ્લાના ચારણકામાં રૂ.૧૨૪૭ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા એશિયાના પ્રથમ સોલાર પાર્કનું મુખ્યમંત્રી મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયું >> એશિયામાં ગુજરાતની પહેલ : પ૦૦ મેગાવોટના સોલાર પાર્કનો આરંભ >> વિવિધ ૧૪ કંપનીઓને સોલાર પ્લોટના મંજૂરીપત્ર અર્પણ કરાયા ગુરુવારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામે રૂ.૧૨૪૭ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા ગુજરાત સોલાર પાર્કનું ઉદ્ઘાટ કરતાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતના ભાગ્યોદયનો આરંભ ચારણકાની ધરતી પરથી થઇ રહ્યો છે તેમ જણાવ્યું હતું. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા ૧૦૮૦ એકર પડતર જમીનમાં એશિયાના પ્રથમ અને દેશના સૌથી મોટા સોલાર પાર્કનું નિર્માણ કરાઇ રહ્યું છે. તેમણે સોલાર પાર્કને સ્વર્ણિમ સૂર્યતીર્થ નામ આપવાની જાહેરાત કરી હતી. ગુજરાત સરકારે અમેરિકાના ક્લિન્ટન ફાઉન્ડેશન-ક્લિન્ટન કલાઇમેટ ઇનિસિયેટિવ સાથે સપ્ટેમ્બર ર૦૦૯માં સોલાર પાર્ક વિકસાવવા સમજૂતી કરાર કર્યા હતા. જેના અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે નિમાયેલી જીપીસીએલ દ્વારા પ્રથમ તબક્કામાં ચારણકા ગામની જમીન પસંદ કરાઇ હતી. જેમાં ૧૦૮૦ એકર પડ

જમ્મુ-તાવી અને જયપુર એકસ.ના સમયમાં ફેરફાર

ગુર્જર આંદોલનને કારણે કુલ ૧૮ ટ્રેનાનાં રૂટ બદલવામાં આવ્યા છે. તે પૈકી ૯ જેટલી ટ્રેનોના રૂટ સીધા સુરતને સ્પશેg છે. રેલવે સતાધીશો દ્વારા હાલમાં તા.૨ જાન્યુઆરી સુધીમાં દેહરાદુન એકસપ્રેસ અને ફિરોઝપુર જનતા ટ્રેન રદ કરી દેવામાં આવી છે. આ ટ્રેનોના રૂટ ડાઇવર્ટ કરાયા છે ટ્રેનનું નામ ઉપડશે પહોંચશે ડાયવટર્ડ રૂટ ગોલડન ટેમ્પલ સેન્ટ્રલ અમૃતસર નાગદા-ભોપાલ-ઝાંસી રાજધાની એકસ. સેન્ટ્રલ ન્યુ દિલ્હી નાગદા-ભોપાલ-ઝાંસી ઓગસ્ટ ક્રાંતિ સેન્ટ્રલ નઝિામુદીન નાગદા-ભોપાલ-ઝાંસી સ્વરાજ એકસ. બાંન્દ્રા જમ્મુ તાવી નાગદા-ભોપાલ-ઝાંસી ગરીબ રથ બાન્દ્રા નઝિામુદીન નાગદા-ભોપાલ-ઝાંસી પશિ્ર્વમ એકસ. બાન્દ્રા અમૃતસર નાગદા-ભોપાલ-ઝાંસી અવધ એકસ. બાન્દ્રા મુઝફફરપુર નાગદા-ભોપાલ-ઝાંસી અવધ એકસ. મુઝફફરપુર બાન્દ્રા ગ્વાલિયર-ગુના-કોટા રાજધાની ન્યુ દિલ્હી સેન્ટ્રલ બીના-ઉજજૈન-નગદા સમયમાં ફેરફાર થયેલી ટ્રેનો ટ્રેનનું નામ ઉપડશે પહોંચશે બદલાયેલો સમય જયપુર સુપરફાસ્ટ સેન્ટ્રલ જયપુર ૧૧:૦૦ ૩૧ ડિસે. બાન્દ્રા-અમૃતસર બાન્દ્રા અમૃતસર ૧૮:૫૦ ૩૦ ડિસે. જમ્મુ તાવી બાન્દ્રા જમ્મુ તાવી ૧૧:૩૫ ૩૧ ડિસે. બાન્દ્રા-જયપુર બાન્દ્રા જયપુર ૦૫:૩૫ ૩૧ડિસે.

Happy New Year

jocks (શું બનીશ?)

સોનુ : મોટો થઇને તું શું કરીશ? મોનુ : લગ્ન. સોનુ : અરે, શું બનીશ? મોનુ : પતિ. સોનુ : મારો કહેવાનો અર્થ એ છે કે, તું મોટો થઇને શું મેળવીશ? મોનુ : પત્ની.

હે બોલિવૂડ તને લાગ્યો ગુજરાતનો રંગ

Image
૨૦૧૧નું વર્ષ આંગણે આવીને ઊભું છે,દરવાજે ટકોરા મારી રહ્યું છે અને ૩૧મી ડિસેમ્બરે રાત્રે ૧૨ના ટકોરે આપણા કેલેન્ડર જ નહીં, જીવનના પ્રુષ્ઠ પર પણ ૨૦૧૧ લખાઇ જશે. નવા મિલેનીયમનો આમ તો પ્રથમ દાયકો આખો સમાપ્ત થઇ ગયો અને છતાં લાગે છે કે આંખે હજી પલકારો જ માર્યો હોય ! રેતાળ એવા આ સમયના પટ પર કેટલીક ઘટનાઓ પગલાંની જેમ અંકિત થઇ જાય છે. કેટલીક ઘટનાઓ, કેટલાક બનાવો એવા છે કે કાળ પણ તેના પગલા સાચવે ! આ વિત્યા વર્ષમાં ગુજરાત પણ એવી અનેક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે જેની નોંધ વિશ્વએ કે દેશે લીધી હોય. અહીં પ્રસ્તુત છે ગુજરાતમાં આવેલા અતિથિઓ તેમજ બનેલી સુખદ ઘટનાઓના સંભારણા... કલા અને કલાકારોની ખરા દિલથી કદરદાન એવી કલાનગરી ગુજરાત વિવિધ ક્ષેત્રના દિગ્ગજોની ‘આંખે’ ચડી ગઈ છે તેવું કહેવું અતિશયોક્તિ ભર્યું નહિ ગણાય. બોલિવૂડનો મંચ હોય કે રાજકારણનું ક્ષેત્ર, રમત-ગમતની વાત હોય કે વિકાસનો સંવાદ.. રાજ્યને અવગણી ન શકાય તેની સાબિતી વીતેલા વર્ષમાં ગુજરાતની મુલાકાતે આવેલાં વિવિધ ક્ષેત્રનાં સેલિબ્રિટીઓ આપે છે. ગુજરાતમાં આવેલા મુલાકાતીઓની વીતી રહેલા વર્ષના અંતે ઊડતી ‘મુલાકાત’... બોલિવુડ માટે ગુજરાત એક હોટ સ્પોટ સમાન બની ગ