નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગર્ભનિરોધક ગોળી કેવી રીતે લેવી જોઇએ?

 
સમસ્યા: મારી ઉંમર ૨૨ વર્ષની છે. મારાં લગ્ન ટૂંક સમયમાં થવાનાં છે. તેથી મારી પત્ની ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કેવી રીતે કરી શકે તે જાણવા ઇચ્છું છું. તે માટે કેટલાક પ્રશ્નો છે:

૧. જે દિવસે કે રાતે સંભોગ કરવા ઇચ્છતા હોય તેના કેટલા સમય પહેલા ગોળી લેવી જોઇએ?
૨. કેટલી ગોળી લેવી?
૩. ગોળી લીધા પછી પણ ગર્ભ રહેવાની શક્યતા ખરી?
૪. ૨૪ કલાકમાં એકથી વધારે જેમ કે ચારથી પાંચ વાર, ૩-૩ કલાક પછી સંબંધ રાખવામાં આવે તો કેટલી ગોળી લેવી?
૫. કેટલીક સારી ગોળીનાં નામ જણાવશો.

ઉકેલ: નવપરિણીતો માટે ગર્ભનિરોધક સલાહ લેવી ખૂબ જ આવશ્યક છે કારણ કે ઘણીવાર અનિચ્છનીય ગર્ભ રહેવાથી યુગલમાં અકારણ માનસિક તાણ ઊભી કરે છે. લગ્ન પછીનાં બે-ચાર વર્ષ સુધી કોઇપણ યુગલ બાળકનો વિચાર ન કરે તે ઇચ્છનીય છે. આ સમયમાં તેઓ એકબીજાને ઓળખવામાં અને સમજવામાં વીતાવવો જોઇએ, જેથી આ સમય દરમિયાન ગભૉવસ્થા અટકાવવા સચોટ આયોજન જરૂરી છે. નવપરિણીતો આધુનિક ગર્ભનિરોધક ગોળીઓ, ટુડે જેવા યોનિમાર્ગમાં મૂકવાના પદાર્થો અથવા નિરોધનો ઉપયોગ કરી શકે છે. ગર્ભનિરોધક ગોળીઓ દરરોજ લેવાની હોય છે. આ ગોળીઓ માસિકના દિવસથી શરૂ કરવાની હોય છે.

જો એકપણ દિવસ દવા લેવાની રહી જાય તો તેની અસરકારકતા ઘટી જાય છે. આ ગોળીના નિયમિત સેવન બાદ તમે દિવસ-રાત, ગમે તે સમયે, ગમે તેટલી વાર જાતીય સંબંધનો આનંદ બાળક રહેવાની ચિંતા વગર માણી શકો છો. જો ગોળી નિયમિત લીધેલી હોય તો નવ્વાણું ટકા બાળક રહેવાની શક્યતા રહેતી નથી અને આજના સમયની આ આધુનિક ગોળી લેવાથી આડઅસર પણ નહીંવત્ જ જોવા મળે છે. ટુડે જેવી ગોળી સંબંધ પૂર્વે યોનિમાર્ગમાં મૂકવાની હોય છે. જ્યારે નિરોધ પુરુષે સમાગમ પૂર્વે વાપરવાનું હોય છે. આ માટે તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લઇને જ દવા લેવી હિતાવહ છે.

સમસ્યા: મારી ઉંમર ૨૮ વર્ષની છે. અમે બંને ઓરલ સેક્સ કરીએ છીએ. તે પછી તે ગુદામૈથુન કરવાનું કહે છે. પરંતુ તેમાં પત્નીને તકલીફ પડે છે. તો એના માટે જેલી વિશે જણાવશો. બજારમાં તે કયા નામે મળે છે?

ઉકેલ: યોનિમાર્ગની જેમ ગુદા માર્ગમાં કોઇ નેચરલ લ્યૂબ્રિકન્ટ હોતું નથી. ઉપરાંત ગુદામાર્ગની દીવાલ બારીક હોય છે માટે તેમાં બહારથી ચીકાશ લગાવવી જરૂરી થઇ જાય છે. આ માટે આપ ઘરમાં રહેલું કોઇ પણ ક્રીમ અથવા તેલનો ઉપયોગ કરી શકો છો. સૌથી ઉત્તમ વોટર બેઝ લ્યુબ્રિકેશન છે, જે કોઇ પણ શહેરની દવાની દુકાનમાં મળી શકે છે. આ લ્યુબ્રિકેશનનું નામ કે.વાય જેલી છે. ગુદામૈથુન વખતે નિરોધનો ઉપયોગ કરવો હિતાવહ છે. ભારત દેશમાં હજી ગુદામૈથુન ગેરકાનૂની કૃત્ય છે તે યાદ રાખવું પણ જરૂરી છે.

સમસ્યા: સમાગમ બાદ કેટલા સમય પછી અને કેટલા અંતરે ગર્ભનિરોધક ગોળી ખાવી જોઇએ? ગર્ભનિરોધક ગોળી ખાવાથી શું ૧૦૦ ટકા ગર્ભ ન રહે? કયા પ્રકારની ગોળી શારીરિક રીતે હિતાવહ છે? આ ગોળીથી શું નુકસાન થાય?

ઉકેલ: આપ જે ગોળીની વાત કરો છો તેને ઇમરજન્સી ગર્ભ નિરોધક ગોળી કહેવામાં આવે છે. આ ગોળી ડોક્ટરની સલાહ બાદ સમાગમના બોતેર કલાકની અંદર લેવાની હોય છે. આ ગોળી રોજિંદી લેવી ના જોઇએ. આ માત્ર ઇમરજન્સી માટે જ છે. આ ગોળી બાદ ઘણી સ્ત્રીઓમાં માસિક અનિયમિત થતું જોવા મળેલું છે. આ ગોળી નિયત સમયની અંદર લેવાથી મોટેભાગે ગર્ભ રહેતો નથી. પરંતુ સૌથી ઉત્તમ રસ્તો દરરોજ લેવાવાળી ગર્ભનિરોધક ગોળી અથવા નિરોધ છે. બાળક થયેલું હોય તો ‘કોપર-ટી’ પણ સારો વિકલ્પ છે. બાકી આવી ઇમરજન્સી ગર્ભનિરોધક ગોળીઓ અને ત્યાં સુધી નિયમિત ન લેવી જોઇએ.‘

યાદ રાખો:

-જો શિશ્નની અગ્રત્વચા નીચે સહેલાઇથી ઊતરી ન શકતી હોય તો ઇલાજ કરાવવો જરૂરી છે.

-મા-બાપ જો બાળકોના સેક્સ વિષયક પ્રશ્ન પરત્વે ચીડ અથવા અકળામણ વ્યક્ત કરશે તો બાળકના મનમાં સેક્સ તિરસ્કાર પ્રેરક ચીજ છે એવું જ ઠસવા માંડશે. જે લાંબો ગાળે તેના જીવન માટે મુશ્કેલીરૂપ નીવડશે.
મંદબુદ્ધિના યુવકનું સેક્સ્યુઅલ પરફોર્મન્સ નોર્મલ હોઇ શકે છે.

- ટૂંકાગાળામાં બે વાર સમાગમ કરવાથી જોડિયા બાળકો અવતરતા નથી.

- રોજ હરપલ પોતાના શૈયા સહભાગીને કામસંતોષ આપવા પોતે સમર્થ હોવું જરૂરી નથી.

- સમાગમ પછી યોનિમાર્ગમાંથી વીર્ય બહાર નીકળવું એ નોર્મલ વાત છે. જે દરેક સ્ત્રી અનુભવે છે અને તેમને ગર્ભ પણ ચોક્કસ રહે છે.

Comments

  1. સ્ત્રી પ્રેગનેટ થઇ જાય અને ગોળી આપવાનો સમય પુરો થઇ જાય તો 72 કલાક પછી કયા સમયે ગોળી આપી શકાય?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!