નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

I.T. ઓફિસમાં રિફંડ સ્ટેટસ દર્શાવતા કિઓસ્ક મૂકાશે

 આ અંગેની બધી વિગતો મિનિટોમાં જાણી શકાશે

- અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટ-ગોધરામાં કિઓસ્ક મૂકાશે


આવકવેરા કચેરીમાં તપાસ કરવા જતાં કરદાતા કે તેમના ટેક્સકન્સલ્ટન્ટ્સ હવે આવકવેરા કચેરીની નીચે ગોઠવવામાં આવનારા કિઓસ્ક પર તેમને પરમેનન્ટ એકાઉન્ટ નંબર નાખીને તેમણે આકારણી માટે કઈ ઑફિસના કયા અધિકારી પાસે જવાનું છે તે પણ જાણી શકાશે. આવકવેરા કચેરી આ માટે અમદાવાદમાં પાંજરાપોળ ખાતેના પ્રત્યક્ષ કરવેરા ભવન તથા ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે આવેલા આયકર ભવન સહિતના મકાનોમાં ઇન્ફોર્મેશન કિઓસ્ક મૂકવાનું આયોજન કરી રહી છે. આ તમામ કિઓસ્ક ટચ સ્ક્રિન કિઓસ્ક હશે. ગુજરાતભરમાં ઘણી જગ્યાએ આ પ્રકારના કિઓસ્ક મૂકવાનું આયોજન કરાયું છે.
આવકવેરા ખાતાના જાણકાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ આ કિઓસ્ક ઇન્ટરનેટ સાથે જોડાયેલા હશે. દરેક કરદાતા તેમનો પરમેનન્ટ એકાઉન્ટ નંબર નાખીને બૅન્કના ઓટો ટેલરિંગ મશીન-એટીએમની માફક ટેક્સ ડિડક્શન એકાઉન્ટ નંબરની અને રિફંડ ઓર્ડરના સ્ટેટસની વિગતો જાણી શકશે. રિફંડ ઓર્ડરની તમારી અરજી કયા ઑફિસરે ક્લિયર કરી દીધી છે અને હાલને તબક્કે એ કયા ઑફિસરના ટેબલ પર પડેલી છે તેની વિગતો પણ આ કિઓસ્કમાં તમારો પરમેનન્ટ એકાઉન્ટ નંબર નાખીને જાણી શકાશે. આ માટે તમારે માત્ર આકારણીનું વર્ષ કયું છે તે વિગત કિઓસ્કમાં દર્શાવેલા ખાનામાં ભરી દેવાની રહેશે. તેમ જ તેની સાથે તમારો પરમેનન્ટ એકાઉન્ટ નંબર પણ એન્ટર કરવાનો રહેશે.
ટચ સ્ક્રિન કિઓસ્કમાં કરદાતા તેના નામ અને સરનામાની વિગતો નાખીને પરમેનન્ટ એકાઉન્ટ નંબર શોધી કે જાણી શકશે. પરિણામે ક્યારેક કોઈ તેનું પાન કાર્ડ ભૂલી ગયા હોય તો ઘરે પાછા જવાને બદલે તે કિઓસ્કનો ઉપયોગ કરીને પરમેનન્ટ એકાઉન્ટ નંબર જાણી શકશે. પાન નંબર જાણવા માટે કરદાતાએ પોતાનું આખું નામ અને જન્મતારીખ કિઓસ્કના ખાનામાં દર્શાવવાની રહેશે. રિટર્ન ફાઈલ કરી દીધા પછી આકારણીને લગતી કોઈ સમસ્યા હોય તો તે માટે તમારે કઈ ઑફિસના કયા અધિકારીને મળવું તે પણ તમે આ કિઓસ્કના માધ્યમથી જ જાણી શકશો.


Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી