નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પ્રવાસની મજા સજા ન બને તે માટે આટલું કરો



 
પ્રવાસ દરમિયાન ઘણી વાર નાના બાળકો કંટાળી જાય છે, એકલાં પડી જવાથી પ્રવાસની મજા સજા બની જાય છે. આમ ન બને તે માટે આટલું કરો.

પ્રવાસે જઇએ ત્યારે ઘણી વાર મોટી ઉંમરના લોકો તો પોતાની રીતે મોજ માણતાં હોય છે, પણ બાળકો કંટાળી જાય છે. બાળકોને સાથે લઇ પ્રવાસે જાવ, ત્યારે તેમને રસ્તામાં કે તમે જ્યાં ફરવા ગયાં હો ત્યાં સમય સારી રીતે પસાર થાય એનો ખ્યાલ રાખો. ખાસ કરીને જ્યારે તમે બસ, કાર કે ટ્રેન દ્વારા પ્રવાસ કરી રહ્યાં હો, ત્યારે તો બાળકો કંટાળી ન જાય તેનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. એ માટે કેટલીક બાબતોની તૈયારી પ્રવાસે જતાં પહેલાં જ કરી લો.

મેજિક બોક્સ : એક બોક્સમાં બાળકોને ગમતાં રમકડાં, ગેમ, પઝલ્સ વગેરે સાથે રાખો. જ્યારે લાગે કે બાળકોને કંટાળો આવી રહ્યો છે, ત્યારે તેમને આ બોક્સ આપો. ગમતી ગેમ, રમકડાં વગેરે મળવાથી તેમનો કંટાળો દૂર થઇ જશે.

પેન્ટિંગ પણ કરી શકાય : બાળકોને ચિત્રકામનો શોખ હોય, તો થોડી સ્કેચ પેન સાથે લઇ લો. તેમને કાગળ પર અથવા જો કાર દ્વારા પ્રવાસ કરી રહ્યાં હો, તો કારના કાચ પર ડ્રોઇંગ કરવા દો. હા, સ્કેચ પેનની ઇન્ક પાકી ન હોવી જોઇએ.

મ્યુઝિક મસ્તી : બાળકોને ગીત-સંગીત પસંદ હોય છે. જ્યારે પેકિંગ કરો ત્યારે તેમને ગમતાં ગીતની સીડી સાથે લઇ લો. આ સાથે રસ્તામાં બધાં મળીને અંતાક્ષરી પણ રમી શકો.

વાર્તાની ઓડિયો સીડી : ઘણા બાળકોને વાર્તા સાંભળવાનું ગમતું હોય છે. આવા બાળકો માટે તમે વાર્તાની સીડી લઇ શકો છો, જે બજારમાં સહેલાઇથી મળી જાય છે. ખાસ કરીને જ્યારે પ્રવાસ લાંબા સમયનો હોય ત્યારે આવી સીડી ખૂબ ઉપયોગી થાય છે.

સ્વાસ્થ્ય : બાળકોના સ્વાસ્થ્ય અને તેમના ખાવાના શોખનો પણ વિચાર કરો. તેમને ભાવતા નાસ્તા પ્રવાસમાં અવશ્ય સાથે રાખો. આ નાસ્તા પૌિષ્ટક હોવા જોઇએ જેથી પ્રવાસ દરમિયાન મસ્તીતોફાન કરે, તો પણ શક્તિ જળવાઇ રહે.

વાતો કરો : પ્રવાસનો સમય જો લાંબો હોય તો રસ્તામાં બાળકો સાથે વાતો કરો, ગીતો ગાવ, અંતાક્ષરી રમો અથવા ઉખાણાં પૂછો. આથી તેઓ કંટાળશે નહીં અને મન આનંદમાં રહેશે.

વધારે સૂવા ન દો : સફર દરમિયાન બાળકોને વધારે પડતાં ઊંઘવા ન દો. વધારે પડતી ઊંઘ તેમના સ્વાસ્થ્ય પર વપિરીત અસર કરી શકે છે.

થોડો બ્રેક લો : જો તમે કાર દ્વારા મુસાફરી કરી રહ્યાં હો, તો વચ્ચે બ્રેક લેતાં રહો. બાળકોને કારમાંથી ઉતારી આસપાસ લટાર મરાવો. જેથી તેઓ તાજગી અનુભવે.

બાળકો માટે જે કંઇ વસ્તુ સાથે લો, તે તેમને પૂછીને ગમતી હોય એ વસ્તુ જ લો. બાળકોની પસંદનો ખાસ ખ્યાલ રાખો જેથી પ્રવાસ તેમના માટે પણ યાદગાર બની રહે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી