નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

US: મે ૨૦૧૨ વીઝા અંગેની આ માહિતી વાંચી કે નહીં?

મે ૨૦૧૨ માસ દરમિયાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમે અમારા વાચક વર્ગ માટે નીચે મુજબ પ્રસિદ્ધ કરી છે. જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડિયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે. કૌટુંબિક આધારીત ૧લી અને ૨૨એ કેટેગરી ચાર અને પાંચ અઠવાડિયા ચાલુ માસ દરમિયાન આગળ વધેલ છે. આ વિભાગની બીજી અને ત્રીજી કેટેગરી ચાલુ માસ દરમિયાન અનુક્રમે પાંચ અને ત્રણ અઠવાડિયા આગળ વધેલ છે. 

-કૌટુંબિક આધારીત તમામ કેટેગરી ત્રણથી પાંચ અઠવાડિયા આગળ વધી -ઇ-૨ કેટેગરી અચાનક સળંગ ૧૩૮ અઠવાડિયા પાછળ ધકેલાઇ

ચોથી કેટેગરી કે જેમાં અમેરિકન નાગરિકત્વ ધરાવનાર વ્યક્તિના પુખ્ત વયના ભાઇઓ તથા બહેનોને સમાવેશ થાય તે ચાલુ માસ દરમિયાન ફકત ત્રણ અઠવાડિયા આગળ વધેલ છે. ચાલુ માસ દરમિયાન આ વિભાગની તમામ કેટેગરી અમુક અઠવાડિયા આગળ વધવા પામી હોવાથી જે અરજદારો પોતાના કુટુંબના સભ્યો માટે પીટીશન ફાઇલ કરી છે તેઓમાં રાહતની લાગણી ફેલાઇ છે. ચાલુ માસ દરમિયાન રોજગાર આધારીત ઇ-૨ કેટેગરી અચાનક સળંગ ૧૩૮ અઠવાડિયા પાછળ ધકેલાઇ જવા પામી છે. 

ગયા માસ દરમિયાન આ કેટેગરી એક પણ અઠવાડિયું આગળ વધી ન હતી. ચાલુ માસ દરમિયાન ઇ-૩ કેટેગરી એક અઠવાડિયું આગળ વધેલ છે જ્યારે બીજા અન્ય કામદારોની કેટેગરી પણ એક અઠવાડિયું આગળ વધેલ છે. આ વિભાગની બાકીની તમામ કેટેગરીમાં વર્તમાન સમય ચાલુ હોવાથી જો કોઇપણ ઉમેદવાર અમેરિકા આવવા ઇચ્છતો હોય અને તે વીઝા માટે અરજી કરે તો તેને સહેલાઇથી વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે. પરંતુ અરજદારે ઇમિગ્રેશન ખાતરના હાલના જે કાયદાઓ છે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે એન તેમ ન કરનારને કદાચ વીઝા ન પણ મળી શકે. આ અંગે કાયદાના નિષ્ણાતોની સલાહ લેવી યોગ્ય થઇ પડશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી