નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ખાસ એપ્પથી શોધો પાર્કિંગમાં ગૂમ થયેલી તમારી કાર

જો આપની પાસે કાર છે, તો એને પાર્ક કરવામાં જેટલી તકલીફ નથી પડતી જેટલી તકલીફ કારને શોધવામાં પડે છે. મેટ્રો સિટી સિવાય હવે આ સમસ્યા નાના અને મોટા શહેરોમાં પણ જોવા મળી રહી છે. 

આઈફોન બેઝ એપ્પ કાર શોધશે : હવે આપને આપની કાર કેટલીક પળોમાં જ મળી જશે. પણ શરત એ છે કે, આપની પાસે આઈફોન હોવો જોઈએ, જેની મદદથી અનેક કાર વચ્ચે પણ આપની કાર શોધી શકાશે. ફાઈંડ માય કાર નામનું આ એપ્પ બ્લૂટૂથ ડિવાઈસની સાથે કાર કરે છે.

આવી રીતે ઉપયોગ કરો : કાર ફાઈંડર એપ્પનો પ્રયોગ બહુ સરળ છે. એને શરૂ કરવા માટે કારમાં એક ડિવાઈસ ઈન્સ્ટોલ કરવી પડશે. ત્યાર બાદ આઈફોનને કાર પેનલ સાથે કનેકટ કરી, એપ્પ ઈન્સ્ટોલ કરો. જ્યારે કારમાં એપ્પ ઈન્સ્ટોલ થઈ જશે પછી બ્લૂ ટૂથની મદદથી કારની લોકેશન કારના માલિકને આઈફોન પર મળશે. આ એપ્પ કારની સાથે-સાથે કાર કેટલી દૂર, દિશા નિર્દેશ આધાર પર એના પાકિઁગ લોકેશનની પણ જાણકારી આપશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી