નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ડબલ સિઝનમાં Dandruffની સમસ્યા? હવે નહીં સતાવે

ખોડો એક એવી સમસ્યા છે જે શિયાળા અને ડબલ સિઝન આવે એટલે દરેક વ્યક્તિને સતાવે જ છે. આ દરમિયાન વાળ શુષ્ક થઈ જવા અને તેમાં સફેદ ખોડો જોવા મળવો તેને કારણે જાહેરમાં ઘણી વખત શરમ અનુભવાય છે.

જો તમને પણ આવી સમસ્યા સતાવતી હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી અમે આપના માટે લાવ્યાં છે કેટલીક ખાસ ટિપ્સ જે આપને આ સમસ્યાથી બચાવશે.

ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવા અપનાવો આ 5 ટિપ્સ



- જો ખોડાની સમસ્યા હોય તો આપે દર બે દિવસે ઓઈલ લગાવી શેમ્પુ કરવું જોઈએ.


- એક કપ પાણીમાં બે ટેબલ સ્પૂન બ્રાન્ડી મેળવી દો. તેને વાળના જડમૂળમાં સારી રીતે માલિશ ખરી લગાવો અને 30 મિનિટ બાદ માથુ ધોઈ લો. ડેન્ડ્રફ તો જશે જ પણ વાળ પણ શાઈની થઈ જશે.


- એક કપ દહીંમાં એક ઈંડુ મિક્સ કરી લો અને આ મિશ્રણને વાળમાં સ્કલ્પમાં લગાવો. 45 મિનિટ સુધી રાખો બાદમાં માથુ થોઈ લો ન ફક્ત ખોડો દૂર થશે પણ વાળ પણ ચમકશે.


- ઓલિવ ઓઈલની એક ચમચીની અંદર બે ટીપા લીંબુંનો રસ ઉમેરો. તેને વાળમાં વ્યવસ્થિત લગાવી લો. તે બાદ માથુ સ્કાર્ફથી ઢાંકી લો. આ મિશ્રણ રાત્રે માથામાં લગાવો અને સવારે તેને સારી રીતે થોઈ લો. ફાયદો જરૂર દેખાશે


- બિટને મિક્સચરમાં ગ્રાઈન્ડ કરી લો એક કપમાં તેનો જ્યૂસ કાઢી લો તેમાં ઈંડાની જર્દી અને લીંબુનો રસ મિક્સ કરો. વાળ ધોવાના અડધો કલાક પહેલાં તે સ્કાલ્પમાં લગાવી લો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી