નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો


લિફ્‌ટ આપવી અને લેવી બંન્નેમાં જોખમ છે પછી તે છોકરો હોય કે છોકરી. એટલે જ તેમાં સો વખત વિચાર કરવો પડે છે.

ઓફિસમાંથી ફ્રિ થતાં સેજલને રાત્રે ૯ વાગી ગયા તેની ખબર જ ન પડી તેને શિવરંજનીથી છેક ઘોડાસર જવાનું હતું અને વ્હિકલ ન વાપરતી હોવાથી ક્યારેક કોઈ લિફ્‌ટ આપે તો લઈ લેતી. જો કે આ વખતે તેને જેણે લિફ્‌ટ આપી તેની દાનત સારી ન હતી અને રસ્તામાં જ તેને ઉતરી જવું પડ્યું. અમદાવાદમાં ગમે તે સ્થળે હવે લિફ્‌ટ માંગનાર હાથ ઉંચા કરીને પ્લિઝ આટલે ઉતારી દેજોને તેમ કહેતા જોવા મળે છે. આમ તો શહેરમાં લિફ્‌ટ આપનારની કમી નથી પણ ઘણી વખત એવું બને છે કે લિફ્‌ટ આપનાર કે લેનાર બે માંથી કોઈ એકને કારણ વગર હેરાન પરેશાન થવાનો વખત આવે છે. ક્યારેક દયા ડાકણને ખાય તેવા હાલ પણ થાય છે બિચારો કોઈ યુવક કે યુવતી કોઈને લિફ્‌ટ આપે તો પાછળ બેસનાર હરામખોર નીકળે છે અને દયા કરનારે ભરાઈ જવું પડે છે. જે હોય તે પણ લિફ્‌ટ આપતી કે લેતી વખતે માત્ર વિમેન જ નહી પુરુષોએ પણ એલર્ટ થઈ જવાની જરુર છે કેમ કે રુપિયા ખંખેરવા પણ શહેરની કેટલીક ચાલબાઝ ગર્લ્સ ગમે ત્યારે હાથ લાંબો કરીને લિફ્‌ટ માટે ઈશારો કરે છે.
ખાસ કરીને શહેરના સેટેલાઈટ, વસ્ત્રાપુર, નવરંગપુરા, મણિનગર, લાલ દરવાજા અને એસ.ટી સહિતના વિસ્તારો લિફ્‌ટ માટેના સ્પેશિયલ પોઈન્ટ છે રોનક ઘીવાલા કહે છે, ત્યાંથી તમે પસાર થાવ તો એકાદ બે તો એવા મળશે જ કે જે હાથ લાબો કરીને ઉભા રહે છે. જો કે તેમને બેસાડવામાં કોઈ વાંઘો નથી પણ ક્યારેક દયા ડાકણને ખાય તેવા એક્સપિરીયન્સ થાય છે. મેં એક ભાઈને આ રીતે બેસાડેલા અને પછી તેમને મણિનગર ઉતારીને હું ઘરે પહોચ્યો તો પેંન્ટના પાછળના ખિસ્સામાં રાખેલું મારુ પર્સ ગાયબ હતું. બસ પછી મેં ત્યારથી જ નિર્ણય કર્યો કે હવે હું કોઈને લિફ્‌ટ આપીશ નહી.
શહેરની રુપાળી છોકરીઓને લિફ્‌ટ આપવાની વાત આવે ત્યારે તો હંમેશા સતર્ક થઈ જવું પડે છે રવિ શાસ્ત્રી કહે છે, તેમાંથી કેટલીક તો રોજેરોજ આવા લોકોને શોઘતી જ હોય છે એક દિવસ બે દિવસ પછી આ તેમનો દૈનિક ક્રમ બની જાય છે. અને એક દિવસ ભોળા છોકરા માટે પસ્તાવો કરવા શીવાય કંઈ રહેતું નથી. પોતાની જરુરીયાત, કમ્ફર્ટ અને બીજી કેટલીક બાબતો સંતોષવા તેઓ ગમે તેને લલચાવે છે.


Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી