નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પાપડ રોલ્સ



 
સામગ્રી

મોટા પાપડ - ૪ નંગ

બટાકાં - ૨૫૦ ગ્રામ

બારીક સમારેલી કોથમીર - ૨ ચમચા

સમારેલાં લીલાં મરચાં - ૩-૪ નંગ

બારીક સમારેલું આદું - નાનો ટુકડો

મીઠું - સ્વાદ મુજબ

મરચું - ૧ ચમચી

આમચૂર - અડધી ચમચી

ગરમ મસાલો - અડધી ચમચી

તેલ - જરૂર પ્રમાણે

રીત

દરેક પાપડના બે ભાગ કરો. બટાકાંને બાફીને છોલી લો. તેમાં સમારેલી કોથમીર, લીલા મરચાં અને બધો મસાલો મિક્સ કરો. આ મિશ્રણના આઠ એક્સરખા ભાગ કરી તેને સહેજ લંબગોળ આકાર આપો. હવે એક થાળીમાં પાણી લઇ તેમાં પાપડના ટુકડાને બોળીને તરત જ કાઢી લો. આ પલળેલા પાપડને પ્લેટમાં ગોઠવી તેમાં બટાકાંનું મિશ્રણ મૂકી રોલ વાળી દો. બંને બાજુએથી કિનારીને બરાબર બંધ કરો. જરૂર લાગે તો થોડું પાણી લગાવો જેથી પાપડ ચોંટી જાય.

આ રીતે બધા રોલ તૈયાર કરી તેલ ગરમ કરી તળી લો. લાલ ન થઇ જાય તેનું ધ્યાન રાખવું. તૈયાર થયેલા પાપડ રોલ્સને સોસ કે લીલી ચટણી સાથે ખાવ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી