નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ

સામાન્ય રીતે ૠતુ પરિવર્તન થતાં જ શરીર કોઇપણ બિમારીની ઝપેટમાં આવી જતું હોય છે. આવા સમયે જો ખાનપાનમાં ઘ્યાન રાખવામાં આવે તો શરીરને હેલ્થી રાખી શકાય.. તાજા લીલા શાકભાજી આ સમયે ખોરાકમાં લેવામાં આવે તો હેલ્થની બિમારીઓથી બચી શકાય છે. જો કે લીલા શાકભાજી સૌથી વઘુ શિયાળામાં આવતા હોય છે . પરંતુ આજે મોટા શાકભાજી બજારામાંે બારેમાસ લીલા શાકભાજી મળતાં હોય છે. સારી સહેત માટે વિવિધ અખતરા કરવા ખોટી વાત નથી. પરંતુ એ વાત પણ સાચી છે કે હેલ્ઘી લીલી શાકભાજી એ સ્વાસ્થ્યપ્રદ છે.વઘુ લીલા શાકભાજી ખાવાથી બલ્ડપ્રેશર અને ડાયાબિટીસ સામે રક્ષણ મળે છે.આ ઉપરાંત કેન્સર અને નેત્રહીન વ્યક્તિઓ માટે પણ ફાયદાકારક છે. 
ડો. ક્રિષ્ના આહુજા કહે છે કે લીલા શાકભાજી ખાવાની આદત માતાપિતાએ બાળકોને બાળપણથી પાડવી જોઇએ. તેમા વિટામિન, પ્રોટીન જેવી ઘણા પોષક તત્વો મળે છે. આમા એન્ટી ઓક્સાઇટ છે જે કેન્સરના શરૂઆતી સ્ટેજમાં રોકવાની ક્ષમતા ધરાવે છે. વિટામિન બી કોમ્પલેક્ષ પણ વઘુ માત્રામાં પાલક જેવી સબ્જી માંથી મળતું હોય છે. પાલકનું સેવન સ્તન કેન્સર, ત્વચાની બિમારીઓ અને ફેફસાના કેન્સરનો ખતરો ઓછો થાય છે. અને આંખનું તેજ પણ વધારે છે. તાજા લીલા શાકભાજી શરીરની સેહત માટે ફાયદાકારક છે. ૠતુ પરિવર્તન થતાં બિમારીઓ પણ વધતી જાય છે. આવા સમયે ખોરાક લેવામાં ઘ્યાન લેવું જોઇએ. માત્ર લીલા શાકભાજી સિવાય પણ વિટામિનયુક્ત સબ્જી લેવી જોઇએ. ૠતુ પરિવર્તન થતાં જ બહારનું જંકફૂડ ખાવાનું બંધ કરી દેવું છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !