નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બાળકોને જાતીય શોષણથી દૂર રાખવા જરૂરી છે



 
અનાથ, ત્યજાયેલાં કે મા-બાપે તરછોડી દીધેલાં બાળકોનું ક્યારેક અજાણ્યા કે જાણીતા દ્વારા જાતીય શોષણ થાય છે.

બાળકોને લગતાં અનેક કાયદાઓ છે. આ કાયદાઓ વિશે બાળકોને ખબર ન હોય અને તેથી આ અધિકારો બાળકોને મળી રહે તેની જવાબદારી વડીલોની અને ખાસ કરીને કાયદાનું અમલીકરણ કરનારના શિરે રહે છે. દરેક બાળકને સ્વસ્થ, ભયરહિત બાળપણ મળે અને તેને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે કુટુંબ, સમાજ અને સરકાર ત્રણેય જવાબદાર છે. સરકારે અનેક કાયદાઓ બનાવ્યા છે અને તેનું પાલન પણ થાય છે, પણ જ્યારે બાળકોની વાત આવે છે, ત્યારે ખાસ કરીને કુટુંબ અને સમાજ બંને જવાબદાર બની રહે છે.

સમાજની બીકે કુંવારી માતાઓ બાળકને ત્યજી દે છે, હાડમારીને લીધે અમુક મા-બાપ પોતાના બાળકને રસ્તા પર કે અનાથાશ્રમમાં મૂકી દે છે અને અમુક બાળકો કોઇ ને કોઇ કારણસર ખોવાયેલા મળે છે. આ બાળકો સાથે કોઇ જાતીય શોષણ થાય તો દુ:ખ થાય પણ નવાઇ બહુ લાગતી નથી કારણ કે નાની વયનું બાળક રક્ષણ વગર કે માતા-પિતાની છાયા વગર કે કુટુંબના ઓથા વગર એકલું હોય છે અને તેથી જાતીય શોષણનો ભોગ બને છે. જોકે આજકાલના જમાનામાં કુટુંબમાં રહેતું બાળક સુરક્ષિત નથી અને ઘરની જ કોઇ વ્યક્તિ કે સગાસંબંધીઓ વચ્ચે તે જાતીય શોષણનો ભોગ બને છે.

જેમ સમય આધુનિક થતો જાય છે, તેમ તેમ માણસની સમજમાં પણ ફરક આવતો જાય છે અને સાથેસાથે માનસમાં પણ બહુ જ ફરક આવ્યો છે. જે ક્યારેક ક્યારેક વિકૃતિનું સ્વરૂપ પકડે છે. પહેલાંનાં જમાનામાં માતા-પિતા બાળકને એમ કહેતાં કે અજાણ્યા સાથે વાત ન કરીશ. જ્યારે આજના જમાનામાં અજાણ્યા કરતાં જાણીતાઓ જેમાં ઘરના સભ્યો, પાડોશીઓ, મિત્રો અને બાળકની સારસંભાળ રાખનાર વ્યક્તિઓનો બાળકને સૌથી વધુ ભય રહે છે.

નાના બાળકને ડરાવી, ધમકાવી, ફોસલાવી જાતીય પ્રવૃત્તિ માટે અથવા કોઇ પણ પ્રકારનાં દુવ્ર્યવહાર જો કોઇ વડીલ વ્યક્તિ કરતી હોય તો માતા-પિતાને આ વાતની તરત પ્રતિતી થવી જોઇએ કે તેમના બાળકની સાથે કોઇ ખરાબ કામ થઇ રહ્યું છે. બાળકને બીક હોય છે અને ઘણાં બાળકોને શારીરિક સ્પર્શનો ખ્યાલ નથી હોતો. બાળકને જ્યારે કોઇ અડે ત્યારે તે લાડપ્યારથી અડે છે કે તે સ્પર્શ કામાતુર સ્પર્શ છે તે સમજાવવું એ આજકાલના બાળકો માટે અઘરું થઇ પડ્યું છે, પરંતુ ખૂબ જરૂરી છે.

આવા કોઇ દુવ્ર્યવહારથી બાળક આંતરિક રીતે ખૂબ જખમી થઇ જાય છે, ડરી જાય છે, કોઇને કહી શકતું નથી અને સહી પણ શકતું નથી. આના કારણે આવા દુવ્ર્યવહારનો સતત ભોગ બનવાથી ક્યારેક બાળક માનસિક રીતે અસ્વસ્થ થઇ જાય છે અને ક્યારેક જાતીય સતામણી અને બળાત્કારનો ભોગ પણ બને છે. દુવ્ર્યવહાર કરનાર વ્યક્તિ આસાનીથી છટકી જાય છે અને જો તે કુટુંબની કોઇ વ્યક્તિ હોય કે વાલીપણાંવાળી વ્યક્તિ હોય તો કુટુંબના સભ્યો તે વ્યક્તિ સામે કોઇ પગલાં ભરી શકતાં નથી.

પોતાના બાળકને સુરક્ષિત રાખવું તે માતા-પિતાની પહેલી ફરજ છે અને શાળામાં પણ તેની સાથે દુવ્ર્યવહાર ન થાય તે માટે સતર્ક રહેવું તે પણ મા-બાપની એક ખાસ જવાબદારી છે. કાયદાઓ આવા કિસ્સાઓમાં કામ નથી કરતાં એટલા માટે ખોટું કરનાર આ પરિસ્થિતિનો લાભ ઊઠાવતાં હોય છે. આવા દુવ્ર્યવહાર સામે કુટુંબના દરેક સભ્યએ અવાજ ઊઠાવવો જોઇએ અને પોતાની રીતે તે દુવ્ર્યવહાર અટકાવવો જોઇએ. કુટુંબની આબરૂ ખાતર આવા કિસ્સાઓમાં ફરિયાદ થઇ શકતી નથી અને ઘરમાં ને ઘરમાં વાત દબાઇ જાય છે અને બાળકનું માનસ કાયમ માટે ખરાબ થઇ જાય છે.

જોકે કુટુંબ સિવાયના જે બાળકો રસ્તા ઉપર રક્ષણ વગર અને ગરીબાઇને લીધે આવા જાતીય શોષણમાં ધકેલાતા હોય છે તે માટે ફરિયાદ કોઇ પણ નાગરિક પોલીસના ધ્યાન પર લાવી શકે છે. પોતાના જ માતા-પિતા આવક મેળવવા માટે બાળકને વેચી દેતાં હોય છે. આવા બાળકોને થોડું ઘણું રક્ષણ તો આપી શકાય છે. રાજ્ય સરકારે ઘણી જગ્યાએ રાજ્ય દ્વારા સંચાલિત જુવેનાઇલ પુન:વસન કેન્દ્રો બનાવ્યા છે. જ્યાં બચાવેલા બાળકોને રાખવામાં આવે છે અને તેમને સારી રીતે જીવન જીવી શકે તે માટે પગલાં અને પ્રયત્નો બંને કરવામાં આવે છે.

કાયદા, અધિકાર, રાજ્ય સરકારની જવાબદારી, પોલીસની જવાબદારી અને ન્યાયની પ્રક્રિયા - આ બધાંની વાત કરવી બરાબર છે, પરંતુ જ્યાં સુધી દરેક નાગરિક પોતે આવા બાળકોને મદદ કરવા માટે આગળ નહીં આવે ત્યાં સુધી તો આ બધાંની પાસે સતત અપેક્ષા જ રાખ્યા કરવી અને આપણે આપણી ફરજ ન બજાવવી તે પણ યોગ્ય નથી. બાળકોને જાતીય શોષણમાંથી બચાવવા અને બાળકોને કાયદાએ આપેલા અધિકાર મળે તે માટે બધાંની સામૂહિક જવાબદારી બને છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી