નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રેલવે સ્ટેશનો પરથી વેફર્સ આઉટ, ભેલપૂરી ઈન



 
રેલવે સ્ટેશન પરના સ્ટોલ પર પ્લાસ્ટિકનાં કવર (કોથળી)માં ખાદ્ય પદાર્થ વેચવાની મધ્ય રેલવેએ બંધી ફરમાવતાં સ્ટોલ્સ પર વેચનારાઓ પર ગ્રહણ આવી પડ્યું છે. સ્ટોલ પર બિસ્કિટો અને ચિપ્સની સૌથી વધુ માગણીઓ રહે છે અને આ ખાદ્ય પદાર્થો પ્લાસ્ટિકના કવરમાં જ મળે છે. તે હવેથી આ સ્ટોલ્સ પર વેચાશે નહીં. પરિણામે આ સ્ટોલ્સ પરના ખાદ્ય પદાર્થો વેચનારાઓએ નાઈલાજ સૂકી ભેલપૂરી, પોપકોર્ન અને ફળફળાદિ વેચવાની શરૂઆત કરી છે.

સહેજમાં તૂટે નહીં તેવું પ્લાસ્ટિક પર્યાવરણ દ્રષ્ટિએ ઘાતક સમસ્યારૂપ બને છે. ચોમાસામાં નાળાઓ ભરાઈ જવામાં આ પ્લાસ્ટિક જ કારણભૂત બને છે. રેલવેના પાટા પર પડેલા દરરોજના પ્લાસ્ટિકના ઢગલાઓને સાફ કરવામાં રેલવેએ ખૂબ મોટી વ્યવસ્થા કામે લગાડવી પડે છે. ઉપરાંત ચોમાસાના દિવસોમાં નાહકનો કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. છેવટે મધ્ય રેલવેએ સ્ટેશનો પરના સ્ટોલ્સ પર પ્લાસ્ટિકની થેલીઓમાંના ખાદ્ય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ નિર્ણયને પ્રવાસી સંઘોએ આવકાર્યો છે, તો પણ લાખો પ્રવાસીઓને માત્ર પાંચ કે દસ રૂપિયામાં મળતાં આ ખાદ્ય પદાર્થ ગમે તે સમયે ભૂખનું શમન કરતા હતા. વળી, પ્લાસ્ટિકની થેલીઓને કારણે તે લાંબા સમય સુધી સારા રહેતા હતા એવું સ્ટોલ્સ ચાલકોનું કહેવું છે.

હાલમાં તો જોકે રેલવે પ્રશાસકોએ આ સ્ટોલ્સ ચાલકોને ભેલપૂરી, ફળફળાદિ અને પોપકોર્ન વેચવાના માત્ર ત્રણ વિકલ્પો આપ્યા છે. આ પૈકી ફળો જલદીથી કોહવાઈ જતાં ફળ વેચવાની મોટા ભાગના સ્ટોલ્સ ધારકો ઈચ્છા રાખતા નથી. પોપકોર્નનું વેચાણ તો મોટે ભાગે યુવાનો સુધી મર્યાદિત રહે એવો ભય સ્ટોલ્સ ધારકો દર્શાવી રહ્યા છે. આથી મોટા ભાગે અઠવાડિયામાં ભેલપૂરીની સ્ટોલ્સ વિશાળ સંખ્યામાં શરૂ થાય તેની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. પરંતુ જેમના સ્ટોલ અગાઉથી ચાલે છે, તેમને હાલમાં પચાસ ટકા પણ વેચાણ ન થતું હોવાની ફરિયાદ છે.

પ્લાસ્ટિક પરના પ્રતિબંધને કારણે સસ્તામાં મળતા ખાદ્ય પદાર્થો અચાનક બંધ થયા છે. તેનો સીધો ફાયદો વડાંપાંઉ વેચનારાઓને થવા લાગ્યો છે. બહારનાં ઉપહારગૃહોમાં વડાંપાંઉની કિંમત રૂપિયા નવથી રૂપિયા પંદર કરવામાં આવી રહી છે. તેમ છતાં સ્ટેશનો પર તે માત્ર રૂપિયા છમાં મળે છે. આમ હોઈ ઓછા પૈસે ભૂખ ભાંગનાર વડાંપાંઉની રૂપિયા છતી કિંમત વધવાની શક્યતા દર્શાવાઈ રહી છે. જોકે તેના વેચાણમાં પણ ચોથા ભાગનો વધારો જણાય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી